Western Times News

Gujarati News

મોડાસામાં ધો.૧૦ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ,વાલી સંમેલન યોજાયું 

ભિલોડા: ધી . એમ . આર . ટી . સી . ધાંચી હાઈસ્કૂલ, મોડાસામાં વાર્ષિક મહોત્સવની શાનદાર ઉજવણી અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ઘાંચી હાઇસ્કૂલ મોડાસામાં ધો . ૧૦ ની વિધાર્થીઓનો વિદાય સમારંભ ,વાલી વાલેદા સંમેલન તથા ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું .

જેમાં સમારંભના અંધ્યક્ષ સિકંદરભાઇ વાય . સુથાર ( રાજાબાબુ ) , મુખ્ય મહેમાનમાં શ્રી રાજેન્દ્રસિંહ એસ . ઠાકોર ( ધારાસભ્ય , મોડાસા તાલુકા ) , સલીમભાઇ દાદુ ( દાદુ જનરલ સ્ટોર્સ ) તથા અતિથિ વિશેષ તરીકે શ્રી સુભાષભાઇ શાહ ( પ્રમુખ , મોડાસા નગરપાલિકા ) અબ્દુલરજ્જાક એચ . ટીંટોઇયા ( પ્રમુખ , ધી મોડાસા રોડ ટ્રા કો . ઓ . સો . લી . ) , મ . સલીમ પી . સુથાર , મંજુરહુસૈન આખુનજી ( ચેરમેન , ધી બવાહીર સહકારી શરાફી મંડળી લી . ) , મ . વસીમ મલેક ( એજીનીયર , હાઇટેક કન્સ્ટ્રકશન ) તથા કારોબારી સભ્ય , સભાસદ , વાલીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .

સદર સંસ્થાના સેક્રેટરી મો . હનીફ એસ . સીધવાએ ઉપસ્થિત મહેમાનોનું તથા વાલી વાલેદાઓનું સ્વાગત પ્રવચન કર્યું હતું . મુખ્ય મહેમાન શ્રી રાજેન્દ્રસિંહ એસ . ઠાકોરે પ્રસંગને અનુરૂપ પ્રવચન આપી સંસ્થાને એમની ગ્રાન્ટમાંથી રૂ / – ૩ , ૦૦ , ૦૦૦ / – ( ત્રણ લાખ ) જાહેર કર્યા અને અન્ય મુખ્ય મહેમાન સલીમભાઇ દાદુએ રૂ / – ૫૧ , 000 / – વસીમભાઇ મલેકે ૨૧ , ૦૦૦ / – દાન આપ્યા હતો . સંસ્થાના પ્રમુખ , સિકં દરભાઇ વાય . સુથાર ( રાજાબાબુ ) એ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું

કે વિધાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે અને વિધાર્થીઓને સારી એવી બધી જ સુવિધાઓ પ્રાપ્ત થાય તેવી સગવડ કરી છે આ કાર્યક્રમને સફળ બનાવવામાં મોહિનીફ એસ . સીધવા ( સેકેટરી ) , અબ્દુરરજ્જાક જી . ખાનાજી ( ઉપપ્રમુખ ) , મો . આરીફ યુ . ગુજરાતી ( જો . સેકેટરી ) , ગુલામમોહ્યુદીન એ . ભાયલા ( ટ્રસ્ટી ) , સઇદઅહેમદ એ . ભુરા ( ચેરમેન , શિ . સમિતિ ) , હાજી મુસાભાઇ વાય . દાદુ ( ચેરમેન , બાંધકામ કમિટિ ) , ઇર્શાદહુસૈન એ . કાઝી ( પ્રિન્સીપાલ , ઘાંચી હાઇસ્કૂલ , મોડાસા ) , અ . રહીમ બાંડી , મ . રીયાજ એમ . બાયડીયા ( પોગ્રામ કન્વીનર ) ની દેખરેખ હેઠળ શાળાના શિક્ષક ઇર્શાદહુસેન કાજી તથા હબીબુરહેમાન એફ . શેખે જવાબદારી નિભાવી હતી . જ્યારે મહેમાનોની શબ્દોથી આભારવિધી શાળાના શિક્ષક હબીબુરહેમાન એફ . શેખે કરી હતી

અને સ્ટાફમાં સોહીલ મલેક અને અન્ય સ્ટાફ ગણે ખુબ જહેમત ઉઠાવી હતી અંતે શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યકમો રજૂ કરી મનોરંજન પુરુ પાડ્યું હતું . જેમાં કારોબારી સભ્યો , સભાસદ અને મોટી સંખ્યામાં વાલી – વાલેદાઓ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો .

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.