J&Kમાં આતંકવાદ સામેના સર્ચ ઓપરેશનમાં એક જવાન શહીદ
લેફ્ટેનન્ટ ગોસ્વામી પહાડી પરથી લપસીને ઊંડી ખાઈમાં પડી ગયા
મે મહિનાના અંતમાં શરૂ થયેલું આ અભિયાન રાજૌરીના ડોરીમાલ ગંભીર મુઘલાન બેલ્ટના ગીચ જંગલોમાં હજુ પણ ચાલુ છે
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આતંકવાદ વિરોધી ‘ઓપરેશન શેરુવાલી’ દરમિયાન ભારતીય સેનાના યુવા લેફ્ટેનન્ટ બીરેશ્વર ગોસ્વામી ફરજ બજાવતા શહીદ થયા છે. ૧૬ દિવસથી ચાલી રહેલા આ ‘સર્ચ-એન્ડ-ડિસ્ટ્રોય’ મિશન દરમિયાન, એક ઊભી પહાડી પરથી લપસીને ઊંડી ખાઈમાં પડી જવાથી તેમનું દુઃખદ અવસાન થયું હતું.વ્હાઇટ નાઈટ કોર્પ્સના જીઓસીએ આ ઘટના પર શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, લેફ્ટનન્ટ ગોસ્વામીએ અત્યંત મુશ્કેલ ભૂપ્રદેશ, ઊભી ખડકો અને પ્રતિકૂળ હવામાન વચ્ચે પોતાની ફરજ બજાવતા સર્વાેચ્ચ બલિદાન આપ્યું છે.
તેમનું સાહસ અને રાષ્ટ્ર પ્રત્યેનું નિઃસ્વાર્થ સમર્પણ હંમેશા દેશભક્ત સૈનિકો માટે પ્રેરણારૂપ રહેશે. શહીદ અધિકારીને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમનો પાર્થિવ દેહ રવિવારે સવારે ૯ઃ૪૫ વાગ્યે જમ્મુ એરફોર્સ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે મે મહિનાના અંતમાં શરૂ થયેલું આ અભિયાન રાજૌરીના ડોરીમાલ-ગંભીર મુઘલાન બેલ્ટના ગીચ જંગલોમાં હજુ પણ ચાલુ છે.SS1
