Western Times News

Gujarati News

નેપાળ સરહદ નજીકથી ઝડપાયા TMC નેતા: ચૂંટણીમાં હિંસક પ્રવૃત્તિઓમાં સંડોવણીના આરોપો 

જહાંગીર ખાન 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ફાલ્ટા બેઠક પરથી TMCના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યો હતો-હિંસક પ્રવૃત્તિઓમાં સંડોવણીના ગંભીર આરોપો 

કોલકત્તા, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હિંસા અને કાયદો-વ્યવસ્થાને લઈને ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)એ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા જહાંગીર ખાનની ધરપકડ કરી છે.

અહેવાલો અનુસાર જહાંગીર ખાનને નેપાળ સરહદ નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની સામે ફાલ્ટા વિધાનસભા બેઠકની ચૂંટણી દરમિયાન થયેલી હિંસા, મતદારોને ધમકાવવાના આરોપો અને અન્ય ગંભીર ગુનાઓના કેસ નોંધાયેલા હતા TMC leader Jahangir Khan arrested by West Bengal Police.

ધરપકડ બાદ STF દ્વારા તેની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને કેસ સંબંધિત વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જહાંગીર ખાન 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ફાલ્ટા બેઠક પરથી TMCના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યો હતો. જોકે ચૂંટણી પ્રચાર અને મતદાન દરમિયાન તેના નામ સાથે અનેક વિવાદો જોડાયા હતા.

તેના વિરુદ્ધ મતદારોને ધમકાવવાના, ચૂંટણી પ્રક્રિયામાં દખલગીરી કરવાના, બૂથ કબજો કરવાના તેમજ હિંસક પ્રવૃત્તિઓમાં સંડોવણીના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. આ આરોપોને લઈને અનેક FIR પણ નોંધવામાં આવી હતી.

ફાલ્ટા વિધાનસભા બેઠક પર મતદાન દરમિયાન અનિયમિતતાઓ અને ગેરરીતિઓના અનેક આરોપો સામે આવ્યા હતા. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે કેટલાક વિસ્તારોમાં ફરી મતદાન (Re-Polling) કરાવવાનો નિર્ણય લીધો હતો.

ચૂંટણી દરમિયાન સર્જાયેલા વિવાદો અને વધતા દબાણ વચ્ચે જહાંગીર ખાને બાદમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. જોકે તેની સામે નોંધાયેલા કાનૂની કેસો યથાવત રહ્યા હતા અને તપાસ ચાલુ રાખવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.