કયા 20 TMC સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો?
સ્પીકર પાસે લોકસભામાં અલગ બેઠક વ્યવસ્થાની કરી માંગ કરી -મમતા બેનર્જીને મોટો ફટકો
કોલકાતા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ ના સુપ્રીમો મમતા બેનર્જીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. બંગાળમાં ધારાસભ્યોના બળવા બાદ હવે પાર્ટીના ૨૦ લોકસભા સાંસદોએ પણ ખુલ્લેઆમ બળવો પોકાર્યો છે.
આ ૨૦ સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને ભાજપના નેતૃત્વવાળા NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) ને પોતાનો ટેકો જાહેર કર્યો છે. નવાઈની વાત એ છે કે, મમતા બેનર્જી હાલમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં હાજરી આપવા માટે દિલ્હીમાં જ છે, અને બરાબર એ જ સમયે તેમની જ પાર્ટીના સાંસદોએ અલગ જૂથ બનાવીને TMC છાવણીમાં મોટો ભૂકંપ સર્જી દીધો છે.
સમાચાર એજન્સીઓના અહેવાલ મુજબ, આ બળવાની આગેવાની કાકોલી ઘોષ દસ્તીદારે લીધી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમના સહિત ૨૦ સાંસદોએ દ્ગડ્ઢછ ને સમર્થન આપવાનો અંતિમ નિર્ણય લઈ લીધો છે. કાકોલી દસ્તીદારે કહ્યું કે, “અમે બંગાળમાં ચૂંટણીના પરિણામો સ્વીકારી લીધા છે અને હવે અમને લાગે છે કે અમારું રાજકીય ભવિષ્ય અને માર્ગ દ્ગડ્ઢછ સાથે જ સુરક્ષિત છે.”
આ તમામ બળવાખોર સાંસદોએ લોકસભા સ્પીકરને પત્ર લખીને ગૃહમાં પોતાના માટે અલગ બેઠક વ્યવસ્થા ફાળવવાની પણ વિનંતી કરી છે. છેલ્લા ઘણા સમયથી ્સ્ઝ્ર માં ભાગલા પડવાની અટકળો ચાલી રહી હતી.
આ અટકળોને ત્યારે વેગ મળ્યો જ્યારે સુખેન્દુ રોય અને કાકોલી દસ્તીદારના નેતૃત્વમાં ૧૬ TMC સાંસદોએ ભાજપના દિગ્ગજ નેતા સુવેન્દુ અધિકારી સાથે મુલાકાત કરી. દિલ્હીમાં આ બળવાખોર સાંસદોએ એક અનૌપચારિક અને ગુપ્ત બેઠક પણ યોજી હતી, જેમાં ૨૦ સાંસદો હાજર રહ્યા હતા.
આ લિસ્ટમાં કાકોલી દસ્તીદાર, પાર્થ ભૌમિક, જગદીશ બાસુનિયા, દેવ, શતાબ્દી રોય, રચના બેનર્જી, કાલીપદ સોરેન, અરૂપ ચક્રવર્તી, અસિત માલ, શત્રુÎન સિંહા, પ્રસૂન બેનર્જી, પ્રતિમા મંડલ અને બાપા હલીદાર જેવા મોટા નામો સામેલ છે. એવું મનાય છે કે આ પૂરતા સંખ્યાબળ સાથે તેઓ હવે નવી રાજકીય પાર્ટી અથવા લોકસભામાં નવો બ્લોક બનાવી શકે છે.
