ગોલ્ડ રિઝર્વ વધારીને ડોલર પર નિર્ભરતા ઓછી કરવાની ચીનની યોજના
પ્રતિકાત્મક
ચીનનો વિદેશી મુદ્રા ભંડાર પણ ઉચ્ચતમ સ્તરે પહોંચતા વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ચીનનો પ્રભાવ વધુ મજબૂત બનશે
ચીને સતત ૧૯ મહિનાથી સોનું ખરીદતા વૈશ્વિક આર્થિક સમીકરણો બદલાયા
નવી દિલ્હી, વૈશ્વિક સ્તરે સોના અને ચાંદીની કિંમતોમાં ભારે ઉતાર-ચઢાવ વચ્ચે ચીન સતત પોતાના સ્વર્ણ ભંડાર વધારવામાં વ્યસ્ત છે. મે ૨૦૨૬માં પણ ચીનની સેન્ટ્રલ બેંકે ૩,૨૦,૦૦ ટ્રોય ઔં સ સોનું ખરીદ્યું. આ લગાતાર ૧૯મો મહિનો છે જેમાં ચીને પોતાના ગોલ્ડ રિઝર્વમાં વૃદ્ધિ કરી છે. આ ખરીદી પછી ચીનનો કુલ સત્તાવાર સ્વર્ણભંડાર એપ્રિલમાં ૭૪.૬૪ મિલિયન ઔં સથી વધીને ૭૪.૯૬ મિલિયન ઔં સ સુધી પહોંચી ગયો છે. એનાથી સ્પષ્ટ છે કે ચીન પોતાની આર્થિક સુરક્ષા મજબૂત કરવા માટે સોના પર વિશેષ ધ્યાન આપી રહ્યું છે.
મેના અંત સુધીમાં ચીનના સ્વર્ણ ભંડારનું મૂલ્ય વધીને ૩૪૦.૭૫ અબજ ડોલર થઈ ગયું છે. બજાર વિશેષજ્ઞા અનુસાર ડિસેમ્બર ૨૦૨૪ પછી આ ચીનની સૌથી મોટી માસિક ખરીદદારી છે. લગાતાર દોઢ વર્ષ કરતા વધુ સમયથી દર મહિને સોનાની ખરીદી એ વાતનો સંકેત છે કે ચીન પોતાની આરક્ષિત સંપતિને મજબૂત કરીને દીર્ઘકાલીન નીતિ પર કામ કરી રહ્યું છે. આને ૨૦૧૫ પછી ચીનની સૌથી લાંબી ખરીદ શ્›ંખલા પણ ગણવામાં આવી રહી છે.બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતો પર દબાણ વધી રહ્યું છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટ નિષ્ફળ રહેવાથી તેલની કિંમતોમાં વૃદ્ધિ અને મોંઘવારીની આશંકાને કારણે અમેરિકી ડોલર મજબૂત બન્યો છે. તેના પરિણામે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છતાં ચીને કિંમતમાં ઘટાડાને તક સમજીને પોતાની ખરીદી જારી રાખી છે, જેનાથી તેના વ્યૂહાત્મક અભિગમની જાણકારી મળે છે.વિશેષજ્ઞાના મતે ચીનની આ નીતિ માત્ર રોકાણ સુધી સીમિત નથી, પણ અમેરિકી ડોલર પર નિર્ભરતા ઓછી કરવાની વ્યાપક આર્થિક યોજનાનો હિસ્સો છે. ચીન પોતાના વિદેશી મુદ્રા ભંડારમાં વૈવિધ્ય લાવવા સોના જેવી સુરક્ષિત સંપતિમાં રોકાણ વધારી રહ્યું છે. સાથે જ તેનો વિદેશી મુદ્રા ભંડાર પણ વધીને ૩.૪૪૨૨ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે, જે ૨૦૧૫ પછીનું ઉચ્ચતમ સ્તર છે. આ પગલુ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ચીનની આર્થિક શક્તિ અને પ્રભાવને વધુ મજબૂત કરશે તેવું માનવામાં આવી રહ્યું છે.ss1
