બનાસકાંઠા: ડીસાના ધરપડા ગ્રામ પંચાયતના સરપંચના પતિ 1.10 લાખની લાંચ લેતા ઝડપાયા
ડીસા/પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાંથી લાંચ રુશ્વતનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ધરપડા ગ્રામ પંચાયતના સરપંચના પતિ વધુજી સુરાજી સોલંકી રૂપિયા ૧,૧૦,૦૦૦/- ની મસમોટી લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા છે.
આ ચકચારી ઘટનાને પગલે સ્થાનિક વહીવટી વર્તુળો અને ગ્રામીણ રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.તળાવમાંથી માટી ખોદવાની મંજૂરી માટે માંગી હતી લાંચમળતી વિગતો અનુસાર, ફરિયાદી દ્વારા ધરપડા ગામના સરકારી તળાવમાંથી માટી ખોદકામ કરવાની મંજૂરી માંગવામાં આવી હતી.
આ કાયદેસરની પરવાનગી આપવાના અવેજ પેટે સરપંચના વતી વહીવટ કરતા તેમના પતિ વધુજી સોલંકીએ ફરિયાદી પાસે ₹૧,૧૦,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી.ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે સત્તાધિકારીઓ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.
જેના આધારે ગોઠવવામાં આવેલા છટકા દરમિયાન આરોપી વધુજી સોલંકી ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા જ આબાદ ઝડપાઈ ગયા હતા. હાલ આ મામલે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
