Western Times News

Gujarati News

ટેકાના ભાવે બાજરી, મકાઈ અને જુવારની પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં માતબર વધારો કરાયો: કૃષિ મંત્રી 

પ્રતિકાત્મક

હવે પ્રતિ ખેડૂત ૩,૫૦૦ કિલો (૧૭૫ મણ) બાજરીની ખરીદી થશે

મકાઈની હવે ૨,૫૦૦ કિલો (૧૨૫ મણ) અને જુવારની ૧૭૦૦ કિલો (૮૫ મણ) ખરીદી પ્રતિ ખેડૂત થશે ખેડૂતોની લાગણી અને માંગણીને હકારાત્મક પ્રતિસાદ આપતો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રસેવાના સફળ દિવસોની ઉજવણીના અવસરેગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ખેડૂતોના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીઅન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી તથા કિસાન સંઘના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ બાજરીમકાઈ અને જુવારની પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં માતબર વધારો જાહેર કરાયો છે.

કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું કેરાજ્યના ખેડૂતોની રજૂઆતોને હકારાત્મક વાચા આપતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. બાજરીની ખરીદી મર્યાદા અગાઉ જે ૨,૦૦૦ કિલો (૧૦૦ મણ) હતીતેને વધારીને હવે ૩,૫૦૦ કિલો (૧૭૫ મણ) પ્રતિ ખેડૂત કરવામાં આવી છે.

આ જ રીતેમકાઈની ખરીદી મર્યાદા પણ ૧,૫૦૦ કિલો (૭૫ મણ)થી વધારીને હવે ૨,૫૦૦ કિલો (૧૨૫ મણ) અને જુવારની ખરીદી મર્યાદા ૧,૦૦૦ કિલો (૫૦ મણ)થી વધારીને ખેડૂત દીઠ ૧,૭૦૦ કિલો (૮૫ મણ) કરી છે. આમરાજ્ય સરકારે બાજરીમાં ૧,૫૦૦ કિલો (૭૫ મણ)મકાઈમાં ૧,૦૦૦ કિલો (૫૦ મણ) તેમજ જુવારમાં ૭૦૦ કિલો (૩૫ મણ)નો વધારો કર્યો છે.

કૃષિ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કેઅન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા હવે આ નવી નિર્ધારિત મર્યાદા મુજબ ખેડૂતો પાસેથી ખરીદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સરકારના આ નૂતન અભિગમથી રાજ્યના હજારો ખેડૂતોને સીધો આર્થિક લાભ થશે અને તેઓ પોતાની વધુ ઉપજ ટેકાના ભાવે વેચાણ કરી શકશે.

રાજ્ય સરકારની ખેડૂત કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દોહરાવતા મંત્રી શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કેભારત સરકાર દ્વારા ટેકાના ભાવમાં વધારો કરીને ખેડૂતોને જે આર્થિક સુરક્ષા આપવામાં આવી છેતેને આગળ ધપાવતા રાજ્ય સરકારે ખેડૂતોની લાગણી અને માંગણીઓને માન આપીને આ સુધારો કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.