કોંગ્રેસના વિશ્વાસઘાત બાદ દેશના લોકોએ પોતાનો વિશ્વાસ અમારા હાથમાં સોંપ્યો હતો: PM મોદી
ભારત મંડપમમાં એનડીએની બેઠક, પીએમએ જનતાનો આભાર વ્યક્ત કર્યો
મોદી સરકારના ૧૨ વર્ષ પૂર્ણ -જનતાની પરિપક્વતાએ આપી સ્થિર સરકાર: મોદી
નવી દિલ્હી, કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની ભવ્ય બેઠક યોજાઈ હતી. બેઠકમાં એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી તેમજ ગઠબંધનના વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી.
બેઠકને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના રાજકીય જીવનના અનુભવો શેર કરતાં જણાવ્યું હતું કે, “મારા જીવનમાં આ પ્રકારનો પડાવ આવશે એવું મેં ક્યારેય વિચાર્યું નહોતું. રાજકીય સફરમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા છે.
PM Shri @NarendraModi ji shares Jhalmuri with fellow NDA leaders at the NDA meeting today at Delhi’s Bharat Mandapam. pic.twitter.com/R3BagVOuGh
— Harsh Sanghavi (@sanghaviharsh) June 10, 2026
PM @NarendraModi shares Jhalmuri with fellow NDA leaders at the NDA meeting today at Delhi’s Bharat Mandapam.
આટલા લાંબા સમય સુધી માતૃભૂમિની સેવા કરવાનો અવસર મળવો એ ઈશ્વરની વિશેષ કૃપા વિના શક્ય નથી. મારા માટે તો જનતા જ ઈશ્વરનું સ્વરૂપ છે. દેશવાસીઓએ આપેલા પ્રેમ અને સન્માન માટે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.” વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ‘કોંગ્રેસના વિશ્વાસઘાત બાદ લોકોએ એનડીએ પર વિશ્વાસ મૂક્યો હતો. હવે વિકસિત ભારત હવે સમગ્ર દેશનું સ્વપ્ન છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ૨૦૧૪ પહેલાંના દાયકાઓ દેશ માટે રાજકીય અસ્થિરતા અને ઉથલ-પાથલથી ભરેલા રહ્યા હતા, જેના કારણે દેશને ઘણું નુકસાન સહન કરવું પડ્યું હતું. તેમણે કહ્યું, “આજે દેશની જનતા સ્થિર અને નિર્ણાયક સરકારનું કાર્ય જોઈ રહી છે અને તેની ક્ષમતાની પ્રશંસા પણ કરી રહી છે. હું દેશની મહાન જનતાને નમન કરું છું અને જનતા જનાર્દન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.”

પીએમ મોદીએ કહ્યું કે વર્ષ ૨૦૧૪માં એનડીએની જીત બાદ તેમણે દેશના સામાન્ય નાગરિકોમાં નવી આશા અને નવી અપેક્ષાઓના ઉદયની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, “આ આશા અને વિશ્વાસનું જતન કરવું અમારી સૌની મોટી જવાબદારી હતી. કોંગ્રેસના વિશ્વાસઘાત બાદ દેશની જનતાએ પોતાનો વિશ્વાસ અમારા હાથમાં સોંપ્યો હતો. આજે મને સંતોષ અને ગર્વ છે કે એનડીએ પરિવાર તરીકે અમે દેશના આ વિશ્વાસને સતત વધુ મજબૂત બનાવ્યો છે.”
પોતાના સન્માન બદલ એનડીએના નેતાઓનો આભાર વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું, “આજે તમે સૌએ મારા માટે આ દિવસને ખૂબ જ યાદગાર બનાવી દીધો છે. હું અભિભૂત અને કૃતજ્ઞ છું. ‘ચરૈવેતિ-ચરૈવેતિ’ના મંત્રને જીવનમાં આત્મસાત કરીને રાજકીય સફરમાં અનેક પડકારો અને પરિવર્તનો જોયા છે. પરંતુ એક દિવસ આવો પડાવ આવશે એવું મેં ક્યારેય વિચાર્યું નહોતું.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “નિર્વાચિત પ્રધાનમંત્રી તરીકે સતત સૌથી લાંબા સમય સુધી દેશની સેવા કરવાનો અવસર મળવો એ મારા માટે પરમ સૌભાગ્યની વાત છે. આ અવસરે તમે મને જે સન્માન અને પ્રેમ આપ્યો છે, તેના માટે હું આપ સૌનો હૃદયપૂર્વક આભારી છું.”
બેઠક દરમિયાન એનડીએના નેતાઓએ કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ, વિકાસલક્ષી યોજનાઓ અને ભવિષ્યની રાજકીય વ્યૂહરચનાઓ અંગે પણ ચર્ચા કરી હતી. ગઠબંધનના નેતાઓએ દેશના સર્વાંગી વિકાસ માટે સંયુક્ત પ્રયાસો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં એનડીએ સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશની જનતાનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ સફર કોઈ એક વ્યક્તિની નહીં પરંતુ સમગ્ર એનડીએ પરિવાર અને લાખો કાર્યકરોની સામૂહિક સિદ્ધિ છે. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલી એનડીએની બેઠકમાં પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં વિકાસ, સુશાસન અને રાજકીય સ્થિરતાના મુદ્દાઓને વિશેષ રીતે રેખાંકિત કર્યા હતા.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આ સફરમાં સાથ આપનાર દરેક સહયોગી પ્રત્યે હું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. એનડીએના સભ્યો દ્વારા રજૂ કરાયેલ પ્રસ્તાવને હું મારી વ્યક્તિગત ઉપલબ્ધિ તરીકે નથી જોતો. આ અમારી સૌની સામૂહિક સિદ્ધિ છે. એનડીએના દરેક ઘટક પક્ષ અને ભાજપના લાખો કાર્યકરોના પરિશ્રમનું આ પરિણામ છે. તેથી હું આ સન્માન સમગ્ર એનડીએ પરિવારને સમર્પિત કરું છું.”
પીએમ મોદીએ કહ્યું કે ભારતની જનતાનો રાજકીય વિવેક હંમેશાં પ્રશંસનીય રહ્યો છે. તેમણે જણાવ્યું કે દેશની જનતાએ રાષ્ટ્રીય સ્તરે રાજકીય સ્થિરતાનું મહત્વ સમજ્યું છે અને તેની પરિપક્વતાના કારણે જ તેમને લાંબા સમય સુધી દેશસેવાનો અવસર મળ્યો છે. તેમણે જણાવ્યું, “આ આશા અને વિશ્વાસનું જતન કરવું અમારી સૌની જવાબદારી હતી.
કોંગ્રેસના વિશ્વાસઘાત બાદ દેશના લોકોએ પોતાનો વિશ્વાસ અમારા હાથમાં સોંપ્યો હતો. મને ગર્વ છે કે એનડીએ પરિવારે આ વિશ્વાસને વધુ મજબૂત બનાવ્યો છે. ૨૦૧૪માં ઉગેલો આશાનો સૂર્ય આજે આત્મવિશ્વાસના પ્રખર પ્રકાશમાં પરિવર્તિત થયો છે.” સરકારની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન ૨૫ કરોડથી વધુ લોકો ગરીબી રેખાની બહાર આવ્યા છે, જે સરકારની નીતિઓની સફળતાનો પુરાવો છે.
