પાકિસ્તાને ચીનની મદદથી ૬ સેટેલાઇટ લોન્ચ કર્યા, જે ભારત માટે કદાચ ચિંતાનો વિષય બની શકે
પાકિસ્તાનને ખાવાનાં ફાંફાં પણ દર અઢી મહિને નવો સેટેલાઇટ લોન્ચ કરે છે
છેલ્લાં ૧૬ મહિનામાં પાકિસ્તાને ચીનની મદદથી ૬ સેટેલાઇટ અંતરિક્ષમાં તરતા મૂક્યા છે
ઇસ્લામાબાદ, દક્ષિણ એશિયામાં અંતરિક્ષ ક્ષેત્રની સ્પર્ધામાં એક મહત્વપૂર્ણ પરંતુ ચિંતાજનક વળાંક જોવા મળી રહ્યો છે. ભારે વિદેશી દેવું અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હોવા છતાં, પડોશી દેશ પાકિસ્તાન સતત સેટેલાઇટ લોન્ચ કરી રહ્યું છે, જેથી તે ભારતના દરેક ખૂણાની દેખરેખ રાખી શકે.સ્થિતિ એવી છે કે છેલ્લા ૧૬ મહિનામાં પાકિસ્તાને ચીનની મદદથી કુલ ૬ સેટેલાઇટ લોન્ચ કર્યા છે.
એટલે કે સરેરાશ દર અઢી મહિને એક પૃથ્વી-નિરીક્ષણ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો છે. બીજી તરફ, ભારતની સ્વદેશી નેવિગેશન પ્રણાલી તેની શરૂઆત પછીના સૌથી મોટા પડકારનો સામનો કરી રહી છે. આ નવા ઘટનાક્રમથી બંને પરમાણુ શક્તિ ધરાવતા પડોશી દેશો વચ્ચે નવી પ્રકારની સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. જોકે અંતરિક્ષ ટેન્કોલોજીના ક્ષેત્રમાં પાકિસ્તાનની તુલનાએ ભારત ઘણું આગળ છે, તેમ છતાં પાકિસ્તાન દ્વારા સતત સેટેલાઇટ લોન્ચ કરવાની આ નવી ઝુંબેશને કારણે ભારતના રાષ્ટ્રીય નેતૃત્વમાં ચિંતા વધી છે.
નિષ્ણાતોના મતે, આ માત્ર નાગરિક ઉપયોગ માટેની પ્રણાલી નથી, પરંતુ એક શક્તિશાળી દેખરેખ વ્યવસ્થા છે, જે ભારતીય ક્ષેત્રમાં થતી પ્રવૃત્તિઓ પર ઊંચી ચોકસાઈ અને સતત નજર રાખવા માટે બનાવવામાં આવી છે. આમાંથી ઘણા લોન્ચ ચીનની મોટી મદદથી કરવામાં આવ્યા છે, જે પાકિસ્તાનના મર્યાદિત અંતરિક્ષ કાર્યક્રમમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે.નિવૃત્ત રિયર એડમિરલ સુધીર પિલ્લાઇના જણાવ્યા અનુસાર, આ ઉપગ્રહોની રચના અને તેમાં લગાવવામાં આવેલા સેન્સર પેલોડ સ્પષ્ટપણે વ્યૂહાત્મક અને સુરક્ષા સંબંધિત ઉપયોગો તરફ સંકેત કરે છે. પાકિસ્તાન દ્વારા લોન્ચ કરાયેલા ૬ સેટેલાઇટમાં PAUSAT-1, PRSC-EO1, PRSS-2, HS-1, PRSC-EO2 અને PRSC-EO3નો સમાવેશ થાય છે. SS1
