Western Times News

Gujarati News

દાહોદ તાલુકાના આગાવાડા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ

(પ્રતિનિધિ) ગોધરા, રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે તેમજ આરોગ્ય સેવાઓ લોકોના દ્વાર સુધી પહોંચાડવાના હેતુથી દાહોદ તાલુકાના આગાવાડા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

શિબિર દરમિયાન આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, નમો શ્રી યોજના, વય વંદના યોજના સહિત વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી, માર્ગદર્શન અને વ્યાપક પ્રચાર પ્રસાર પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. ઉપસ્થિત નાગરિકોને યોજનાઓના લાભ, પાત્રતા અને અરજી પ્રક્રિયા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

શિબિર દરમિયાન સ્થળ પર જ લાભાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી કરી વિવિધ યોજનાઓ હેઠળ નોંધણીની કામગીરી પણ કરવામાં આવી હતી. જેમાં આયુષ્યમાન કાર્ડના ૪૩ લાભાર્થીઓની નોંધણી, નમો શ્રી યોજનાના ૭ ફોર્મ તથા વય વંદના યોજનાના ૫ ફોર્મ ભરવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય તપાસ અને નિદાન સેવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. શિબિરમાં કુલ ૧૫૨ વ્યક્તિઓનીઁડ્ઢ તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત ૬૩ વ્યક્તિઓની ઇમ્જી તપાસ તેમજ ૭૨ વ્યક્તિઓના બ્લડ પ્રેશર ની તપાસ કરવામાં આવી હતી. ટીબી મુક્ત ભારત અભિયાનની પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ શિબિરમાં મામલતદાર , તાલુકા વિકાસ અધિકારી, નાયબ મામલતદાર લીડ બેંક મેનેજરશ્રી, જિલ્લા પંચાયત સભ્ય , તાલુકા પંચાયત સભ્યઓ , સરપંચઓ, તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શિબિરમાં ઉપસ્થિત નાગરિકોએ આરોગ્ય સેવાઓ અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો. આવી જનકલ્યાણ શિબિરો દ્વારા સરકારશ્રીની યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવાની સાથે આરોગ્ય જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન મળી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.