પ્લેન ક્રેશ થતાં ૧૨ સ્કાઈડાઈવર્સના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત
અમેરિકામાં ભયાનક વિમાન અકસ્માત!
‘ઉડાન ભરતાની સાથે જ વિમાન કદાચ ડાબી બાજુ વળ્યું હશે, જેના કારણે પવનના દબાણને લીધે વિમાનની ગતિ અને શક્તિ ઓછી થઈ ગઈ હતી
મિસોરી,અમેરિકાના મિસોરી રાજ્યમાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર પ્રકાશમાં આવ્યા છે. અહીં રવિવારે સવારે એક ભયાનક વિમાન અકસ્માત સર્જાયો છે, જેમાં ૧૨ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત મિસોરીના બટલર મેમોરિયલ એરપોર્ટ નજીક સ્થાનિક સમય અનુસાર સવારે ૧૧ઃ૩૦ વાગ્યે થયો હતો.
અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો સ્કાઈડાઈવર્સ હતા.મળતી માહિતી મુજબ, આ તમામ સ્કાઈડાઈવર્સ પ્લેનમાં સવાર થઈને સ્કાઈડાઈવિંગ માટે આકાશ તરફ જઈ રહ્યા હતા. પરંતુ ટેક-ઓફ કર્યાના થોડા જ સમયમાં પ્લેન અચાનક ક્રેશ થઈને રોડ કિનારે આવેલા એક ખાલી મેદાનમાં ખાબક્યું હતું. જમીન સાથે અથડાતાની સાથે જ પ્લેનમાં જોરદાર ધડાકા સાથે ભીષણ આગ લાગી ગઈ હતી, જેના કારણે પ્લેનના ટુકડે-ટુકડે થઈ ગયા હતા.મિસોરી હાઈવે પેટ્રોલિંગ ટીમના સાર્જન્ટ જસ્ટિન ઈવિંગે આ અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ક્રેશ થયેલું વિમાન પેસિફિક એરોસ્પેસનું ‘P-750 સ્કાઈડાઈવિંગ પ્લેન’ હતું.
અકસ્માતની માહિતી મળતા જ રાહત અને બચાવ કામગીરીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. વિમાન આખું બળીને ખાખ થઈ ગયું હતું અને એકપણ મુસાફરનો જીવ બચાવી શકાયો ન હતો. બેટ્સ કાઉન્ટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના ડાયરેક્ટર અને એક્ટિંગ એરપોર્ટ મેનેજર ડેનિસ જેકોબ્સના જણાવ્યા અનુસાર, ‘ઉડાન ભરતાની સાથે જ વિમાન કદાચ ડાબી બાજુ વળ્યું હશે, જેના કારણે પવનના દબાણને લીધે વિમાનની ગતિ અને શક્તિ ઓછી થઈ ગઈ હતી. પાયલટે પ્લેનને ઈમરજન્સી લેન્ડ કરાવવાનો પ્રયાસ કર્યાે હતો, પરંતુ તે દરમિયાન તેણે વિમાન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું.
પરિણામે પ્લેન ખૂબ જ ઝડપથી નીચે પડ્યું અને જમીન સાથે અથડાતા જ તેમાં આગ લાગી ગઈ હતી’. જો કે, હજી સત્તાવાર તપાસ થવાની બાકી છે.સર્ચ ઓપરેશન દરમિયાન એવા કોઈ પુરાવા નથી મળ્યા કે અકસ્માત પહેલા કોઈ મુસાફરે વિમાનમાંથી પેરાશૂટ વડે છલાંગ લગાવી હોય! અકસ્માતનો ભોગ બનેલા પ્લેનની ખાસિયતની વાત કરવામાં આવે તો તે પેસિફિક એરોસ્પેસ 750XL છે. વર્ષ ૨૦૧૦માં બનેલું સિંગલ-એન્જિન ટર્બાેપ્રાપ પ્લેન ૧૭ લોકોનું વજન વહન કરવા માટે સક્ષમ છે. આ વિમાનનો ઉપયોગ ખાસ કરીને સ્કાઈડાઈવિંગ, કાર્ગાે પરિવહન, એરિયલ સર્વે અને મેડિકલ ઈવેક્યુએશન માટે થાય છે.SS1
