Western Times News

Gujarati News

હિંમતનગરમાં ચાલી રહેલા કામોનું ધારાસભ્ય ઝાલાએ કર્યું નિરીક્ષણ કર્યું

(પ્રતિનિધિ) હિંમતનગર, હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નંબર-૭ વિસ્તારમાં ચોમાસા દરમિયાન વર્ષોથી સર્જાતી વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિરાકરણ માટે હાથ ધરાયેલા સ્ટોર્મ વોટર ડ્રેનેજ અને પાણી નિકાલના વિકાસકાર્યોનું હિંમતનગરના લોકપ્રિય ધારાસભ્ય વી.ડી. ઝાલાએ સ્થળ પર જઈ નિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા કરી હતી.

વોર્ડની વિવિધ સોસાયટીઓમાં દર વર્ષે ચોમાસામાં જળબંબાકારની સ્થિતિ સર્જાતી હોવાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.આ સમસ્યાના કાયમી ઉકેલ માટે હિંમતનગર નગરપાલિકા દ્વારા મંજૂર કરાયેલા પાણી નિકાલના કામો હાલ પ્રગતિ હેઠળ છે.

ચોમાસું નજીક હોવાથી કામગીરી ઝડપથી અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય તે માટે ધારાસભ્ય વી.ડી.ઝાલાએ સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને જરૂરી માર્ગદર્શન તેમજ સૂચનાઓ આપી હતી.અને જણાવ્યું હતું કે નાગરિકોની સુવિધા અને વિસ્તારનો સુવ્યવસ્થિત વિકાસ તેમની પ્રાથમિકતા છે.

વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે જરૂરી તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને વિકાસલક્ષી કાર્યોમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.આ પ્રસંગે હિંમતનગર શહેરના પૂર્વ પ્રભારી નિર્ભયસિંહ રાઠોડ,પરેશભાઈ પટેલ,સ્થાનિક કાર્યકર્તાઓ, નગરપાલિકાના પ્રતિનિધિઓ તેમજ વિસ્તારના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ પણ કામગીરી અંગે માહિતી મેળવી વિકાસકાર્યોને સમયસર પૂર્ણ કરવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.