Western Times News

Gujarati News

ગાંધીનગરમાં ૧૯ થી ૨૧ જૂન ૨૦૨૬ દરમિયાન ‘સંસ્કૃતિ કુંજ’ ખાતે પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

default

 સંજય ઓઝાપાર્થ ઓઝાવ્યાસ બ્રધર્સ અને હાર્દિક દવે જેવા ખ્યાતનામ કલાકારો તેમની  કલા  પ્રદર્શિત કરશે

દેશના રાષ્ટ્ર નિર્માણસુશાસન અને કુશળ વહીવટના સફળ અને ગૌરવશાળી ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગાંધીનગર ખાતે ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

વિકસિત ભારત સંકલ્પ સંમેલન‘ અંતર્ગત આગામી ૧૯ જૂન થી ૨૧ જૂન ૨૦૨૬ દરમિયાન સંસ્કૃતિ કુંજ‘ ખાતે ભવ્ય પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

ગાંધીનગરના સરિતા ઉદ્યાન પાસે આવેલા સંસ્કૃતિ કુંજ‘ પરીસરમાં  સાંજે ૬ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી ત્રિ-દિવસીય મહોત્સવમાં રાષ્ટ્રના વિકાસની ઝાંખી સાથે સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળશે.

આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના ૧૨ વર્ષના અવિરત વિકાસસુશાસન અને કુશળ વહીવટ પર આધારિત વિશેષ પ્રદર્શન રહેશે. આ પ્રદર્શનમાં વડાપ્રધાનશ્રીની ૧૨ વર્ષની ઐતિહાસિક સિદ્ધિઓ અને રાષ્ટ્ર નિર્માણના મહત્વપૂર્ણ કાર્યોને ટેકનોલોજી અને સર્જનાત્મક માધ્યમો દ્વારા પ્રસ્તુત કરાશે.

વિકસિત ભારત સંકલ્પ સંમેલન‘ અંતર્ગત યોજાનારા આ ત્રિ-દિવસીય મહોત્સવમાં પ્રથમ દિવસેએટલે કે ૧૯ જૂનના રોજગુજરાતની લુપ્ત થતી પરંપરાગત માણભટ્ટ આખ્યાન કલાની પ્રસ્તુતિ કરવામાં આવશેજેની સાથે ૫ જેટલા પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવેલું સુપરહિટ નાટક ભણકારા‘ ભજવાશે. આ ભવ્ય પ્રસ્તુતિ પ્રખ્યાત માણભટ્ટ કલાકાર વ્યાસ બ્રધર્સજાણીતા દિગ્દર્શક વિવેક પાઠક અને તેમની ટીમ દ્વારા રજૂ કરાશે.

મહોત્સવના બીજા દિવસે૨૦ જૂનેસંગીતપ્રેમીઓ માટે એક વિશેષ સંગીતમય સાંસ્કૃતિક કૃતિની રજૂઆત કરવામાં આવી છે. આ સુરીલી સાંજને ગજવવા માટે ગુજરાતના ખ્યાતનામ અને સંગીત જગતના દિગ્ગજ કલાકાર શ્રી સંજય ઓઝા તથા શ્રી પાર્થ ઓઝા પોતાની પ્રસ્તુતિ આપશે.

ઉત્સવના અંતિમ દિવસે૨૧ જૂનના રોજઆધ્યાત્મિકતા અને સાહિત્યનો સુમેળ સાધતો ભજન ક્લબિંગ અને કવિ સંમેલનનો કાર્યક્રમ યોજાશે. જેમાં જાણીતા લોકગાયક અને કલાકાર શ્રી હાર્દિક દવેની ભજન પ્રસ્તુતિઓ સાથે દેશના યુવા કવિઓ પોતાની અનોખી કવિતાઓ દ્વારા દેશભક્તિ અને રાષ્ટ્રચેતનાનો રંગ જમાવશે.

આ આયોજન માત્ર એક ઉત્સવ નથીપરંતુ દેશના દરેક નાગરિકમાં રાષ્ટ્રભાવના જગાડવા અને વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનું એક સશક્ત માધ્યમ છે. ગાંધીનગર અને આસપાસના વિસ્તારના તમામ નાગરિકોને વિકાસના આ ગૌરવમય અધ્યાયના સાક્ષી બનવા અને સાંસ્કૃતિક વિરાસતને માણવા રાજ્ય સરકાર દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.