Western Times News

Gujarati News

ક્રૂડ ઓઇલના ભાવ ધડામઃ ૪ દિવસમાં ૧૬% નો કડાકો

ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાની આશા

શાંતિ સમજૂતીથી મોટી રાહતની આશા હોવા છતાં, ઓઇલ ટ્રાન્સપોર્ટેશન સામાન્ય થવામાં હજુ થોડો સમય લાગી શકે છે

નવી દિલ્હી,વૈશ્વિક ઓઇલ માર્કેટમાંથી ભારતીય અર્થતંત્ર માટે રાહત આપનારા મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકા અને ઇરાન વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ને ફરીથી ખોલવા માટે થનારા સંભવિત ઐતિહાસિક કરારની અસરોને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો ત્રણ મહિનાના સૌથી નીચલા સ્તરે સરકી ગઈ છે. પાછલા સતત ચાર ટ્રેડિંગ સેશનમાં જ ક્‰ડ ઓઇલના ભાવમાં આશરે ૧૬% જેટલો મોટો ઘટાડો નોંધાયો છે, જેને આ વર્ષનો સૌથી લાંબો અને મોટો ઘટાડો માનવામાં આવી રહ્યો છે. આ કડાકાના પગલે અમેરિકન બેન્ચમાર્ક વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ ક્રૂડ ૭૭ ડૉલર પ્રતિ બેરલની નીચે ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે વૈશ્વિક બેન્ચમાર્ક બ્રન્ટ ક્રૂડ પણ ઘટીને ૭૯ ડૉલર પ્રતિ બેરલની નીચે બંધ આવ્યું છે.

બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આગામી શુક્રવારે અમેરિકા અને ઇરાન વચ્ચે એક વચગાળાના કરાર પર હસ્તાક્ષર થવાની પૂરેપૂરી સંભાવના છે. આ સમજૂતી હેઠળ ઇરાનને પોતાના તેલની નિકાસ ફરીથી શરૂ કરવાની સત્તાવાર મંજૂરી મળી શકે છે. બજારને આશા છે કે ઇરાન પરથી પ્રતિબંધો હટતા જ વૈશ્વિક સ્તરે તેલની સપ્લાયમાં મોટો વધારો થશે અને બજારમાં તેલની ઉપલબ્ધતા વધુ સરળ બનશે.નિષ્ણાતોનું માનવું છે કે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થવાથી અને હોર્મુઝની ખાડી ખૂલવાથી ગ્લોબલ એનર્જી માર્કેટ પર બનેલું ભારે દબાણ અચાનક હળવું થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ વિશ્વના કુલ દરિયાઈ તેલ વેપારનો આશરે ૨૦% હિસ્સો ધરાવતો સૌથી મુખ્ય અને સંવેદનશીલ માર્ગ છે.જોકે, આ શાંતિ સમજૂતીથી મોટી રાહતની આશા હોવા છતાં, ઓઇલ ટ્રાન્સપોર્ટેશન સામાન્ય થવામાં હજુ થોડો સમય લાગી શકે છે. શરૂઆતના અઠવાડિયામાં સુરક્ષાના ભાગરૂપે અમેરિકન નૌસેનાના જહાજોએ તેલના ટેન્કરોને પ્રોટેક્શન આપવું પડશે અને દરિયાઈ માર્ગાેની સઘન તપાસ ચાલુ રહેશે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આગામી એક મહિના સુધી જહાજોની અવરજવર સામાન્ય ગતિ કરતાં ઓછી રહેવાની આશંકા છે.

બીજી તરફ, કિંમતોમાં ઘટાડા વચ્ચે એક રસપ્રદ તથ્ય એ પણ સામે આવ્યું છે કે અમેરિકાનો ક્રૂડ ઓઇલનો પોતાનો સ્ટોક ઝડપથી ઘટી રહ્યો છે. ગત સપ્તાહે અમેરિકાના તેલ ભંડારમાં આશરે ૮૩ લાખ બેરલનો ઘટાડો નોંધાયો છે. ઓકલાહોમાના કુશિંગ હબમાં પણ સ્ટોક ઘટ્યો છે. એટલે કે, એક તરફ સપ્લાય વધવાની આશા અને બીજી તરફ ઘટતા ભંડાર વચ્ચે હાલ ફ્યુચર્સ માર્કેટ કિંમતો ઘટાડીને સંતુલન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.