યુદ્ધનો અંત ! અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરાર કરવામાં આવ્યો
MoU પર રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પ અને પેઝેશ્કિયાને કરી સહી
રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે ફ્રાન્સના પેલેસ ઓફ વર્સેલ્સમાં મેક્રોન સાથે ડિનર દરમિયાન અમેરિકા-ઈરાન એગ્રીમેન્ટની હાર્ડ કોપી પર પણ સત્તાવાર રીતે હસ્તાક્ષર કરી દીધા
વાશિગ્ટન,આખરે અમેરિકા અને ઈરાન યુદ્ધનો અંત આવી આવી ગયો છે. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાય મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટે MoUપર ઔપચારિક રીતે હસ્તાક્ષર કરી દીધા છે. અમેરિકન અને ઈરાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને દેશોના રાષ્ટ્ર પ્રમુખોએ બુધવારે આ એમઓયુ પર સાઇન કર્યા. આ કરાર તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે.અમેરિકન અધિકારીના જણાવ્યા મુજબ, રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે ફ્રાન્સના પેલેસ ઓફ વર્સેલ્સમાં મેક્રોન સાથે ડિનર દરમિયાન અમેરિકા-ઈરાન એગ્રીમેન્ટની હાર્ડ કોપી પર પણ સત્તાવાર રીતે હસ્તાક્ષર કરી દીધા.
સાઇન કરવામાં આવેલી એગ્રીમેન્ટની કોપી ઈરાન અને મધ્યસ્થતા કરાવી રહેલા દેશોને મોકલી દેવામાં આવી છે. આ પહેલા રવિવારે અમેરિકન ઉપરાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સ અને ઈરાનના મુખ્ય વાર્તાકાર મોહમ્મદ બાકેર ગાલિબાફે એમઓયુ પર ઈલેક્ટ્રોનિક રીતે સાઇન કર્યા હતા. અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે એમઓયુ પર સાઇન થવાથી બંને દેશો વચ્ચે આશરે ચાર મહિનાથી ચાલી રહેલો સંઘર્ષ ખતમ થઈ ગયો છે.જો કે, શુક્રવારે બંને દેશોના વાર્તા દફ્રોનું જિનીવામાં એકઠા થવાનો કાર્યક્રમ હજુ પણ નક્કી છે. ઈરાની અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાનારી બેઠકનો ઉદ્દેશ્ય કરાર પર હસ્તાક્ષર કરવાનો નથી. સાથે જ, આ બેઠક વાસ્તવમાં થશે કે નહીં, તેના પર અંતિમ નિર્ણય આગામી થોડા કલાકોમાં લેવામાં આવે તેવી અપેક્ષા છે.
પરંતુ આનાથી એવો પણ સંકેત મળે છે કે દસ્તાવેજ પર ડિજિટલ રીતે હસ્તાક્ષર થઈ ચૂક્યા છે તેથી સ્વિટ્ઝર્લેન્ડમાં આમને-સામને યોજાનારા હસ્તાક્ષર સમારોહનું આયોજન કરવામાં આવશે નહીં.પરંતુ આનાથી એવો પણ સંકેત મળે છે કે દસ્તાવેજ પર ડિજિટલ રીતે હસ્તાક્ષર થઈ ચૂક્યા છે તેથી સ્વિટ્ઝર્લેન્ડમાં આમને-સામને યોજાનારા હસ્તાક્ષર સમારોહનું આયોજન કરવામાં આવશે નહીં. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ જણાવ્યું કે તેહરાનને પોતાના ક્‰ડનું વેચાણ કોઈપણ પરિવહન કે વીમા સંબંધિત પ્રતિબંધો વિના કરવાની મંજૂરી મળવી જોઈએ. તે વેચાણમાંથી થનારી આવક સુધી તેની સંપૂર્ણ પહોંચ હોવી જોઈએ.SS1
