Western Times News

Gujarati News

રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં

ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન

૧૫ સદસ્યીય ટ્રસ્ટમાં ૧૨ સભ્યોને મનોનીત કરવામાં આવ્યા, જ્યારે ૩ને હોદ્દાની રૂએ સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે

અયોધ્યા,રામ મંદિરના વ્યવસ્થાપનની જવાબદારી સંભાળતા શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં ટૂંક સમયમાં જ મુખ્ય કાર્યપાલક અધિકારી (CEO)ની પણ એન્ટ્રી થઈ શકે છે. ટ્રસ્ટમાં CEOની નિમણૂક સંબંધિત કાનૂની પ્રક્રિયાની માહિતી પણ લેવામાં આવી રહી છે. રામ મંદિરના ચઢાવામાં ચોરીના પ્રકરણ સામે આવ્યા બાદ દેશભરમાં મચેલી ઊથલપાથલના કારણે સરકાર ડાઘ વગરની છબી ધરાવતા કોઈ નિવૃત્ત વહીવટી અધિકારીને ટ્રસ્ટમાં CEO નીમીને તેને જવાબદારી આપવા જઇ રહી છે.દેશના અન્ય પ્રખ્યાત મંદિરોમાં પહેલાથી જ વહીવટી અધિકારીઓની નિમણૂક થયેલી છે.

સૂત્રોનું કહેવું છે કે સરકારનું માનવું છે કે ટ્રસ્ટમાં કોઈ વહીવટી અધિકારીની નિમણૂક થવી જરૂરી છે. જેનાથી મંદિરને મળતા દાન અને ચઢાવા વગેરેમાં નાણાકીય પારદર્શિતા જાળવી શકાશે.જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરના નિર્માણ સંબંધે ૯ નવેમ્બર ૨૦૧૯ના રોજ સુપ્રીમ કોર્ટનો આદેશ આવી ગયા પછી, કેન્દ્ર સરકારે ૫ ફેબ્›આરી ૨૦૨૦ના રોજ શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના કરી હતી. જેની રચનાની જાહેરાત સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કરી હતી. તે સમયે તેમણે શ્રીરામજન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ રહેલા મણિરામદાસ જી કી છાવણીના મહંત નૃત્યગોપાલદાસને આ ટ્રસ્ટના અધ્યક્ષ અને VHPના કેન્દ્રીય ઉપાધ્યક્ષ ચંપત રાયને મહાસચિવ બનાવ્યા હતા.

ત્યારપછી દિલ્હીમાં મળેલી ટ્રસ્ટની પ્રથમ બેઠકમાં અગ્રણી સાધુ-સંતો અને સ્થાનિક નાગરિકોને સભ્ય બનાવીને તેની સાથે જોડવામાં આવ્યા હતા.૧૫ સદસ્યીય ટ્રસ્ટમાં ૧૨ સભ્યોને મનોનીત કરવામાં આવ્યા, જ્યારે ૩ને હોદ્દાની રૂએ સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે. હોદ્દાની રૂએ સભ્યોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ અને જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) અયોધ્યા સામેલ છે. રચનાના સમયથી જ ટ્રસ્ટના સભ્ય રહેલા VHPના વરિષ્ઠ પદાધિકારી કામેશ્વર ચૌપાલનું ૭ ફેબ્›આરી ૨૦૨૫ના રોજ અવસાન થયા પછી આ પદ પર પૂર્વ IFS કૃષ્ણ મોહનને ટ્રસ્ટી બનાવી દેવામાં આવ્યા છે, પરંતુ અયોધ્યા રાજપરિવારના વડા રહેલા ટ્રસ્ટી વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રનું ૨૪ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ નિધન થયા પછી આ પદ વર્તમાનમાં ખાલી ચાલી રહ્યું છે.

આ પ્રકારે વર્તમાનમાં મંદિર ટ્રસ્ટમાં કુલ ૧૪ સભ્યો જ છે, ૧ પદ આશરે એક વર્ષથી ખાલી છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર તરફથી ખાલી પદ પર જ કોઈ વહીવટી અધિકારીને મુખ્ય કાર્યપાલક અધિકારી બનાવવામાં આવે છે કે પછી નવું પદ ઊભું કરવામાં આવશે. નવા પદના સર્જનની સ્થિતિમાં ટ્રસ્ટના સભ્યોની કુલ સંખ્યા ૧૬ થઈ જશે. સૂત્રોએ જણાવ્યું કે CEOની નિમણૂક અંગે સરકારના સ્તરેથી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.