Western Times News

Gujarati News

કોંગોએ પોર્ટુગલ સામે મેચ ૧-૧થી ડ્રો કરી વર્લ્ડકપ હિસ્ટ્રીનો પહેલો પોઈન્ટ મેળવ્યો

બીજા હાફમાં પોર્ટુગલના સ્ટ્રાઈકર્સને કોંગોનાડિફેન્ડર્સે ઘેર્યા

ગોલ ફટકારી ના શકનાર રોનાલ્ડોને ‘મેસી મેસી’ના નારા લગાવીને ચિડાવવામાં આવ્યો ઃ પહેલા હાફમાં ૧-૧ સ્કોર હતો

મેક્સિકો, ફિક્ષ વર્લ્ડ કપ ૨૦૨૬માં બુધવારે રાત્રે એક મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. રોનાલ્ડો સહિત સ્ટાર ખેલાડીઓથી સજ્જ અને પોતાના આક્રમક એટેક માટે જાણીતી પોર્ટુગલની ટીમને મોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો એ ૧-૧ ની બરાબરી પર રોકીને મોટો ઉલટફેર કરી દીધો હતો. પહેલા હાઈની ૭મી મિનિટે પોર્ટુગલ તરફથી જોઆઓ નેવેસે ગોલ ફટકારીને પોર્ટુગલના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતાં.

પરંતુ પહેલા હાફના ઈન્જરી ટાઈમની છેલ્લી મિનિટ દરમિયાન કોંગોએ વળતો પ્રહાર કરતા સ્ટ્રાઈકર યોઆન વિસાએ શાનદાર હેડર દ્વારા ગોલ ફટકારીને પોર્ટુગલ સહિત સ્ટેડિયમમાં હાજર લોકોને સ્તબ્ધ કરીને ‘અમને હલકામાં ના આકશો’નો મેસેજ આપી દીધો હતો. ફિફા વર્લ્ડકપના ઈતિહાસમાં ડ્રો સાથે કોંગોએ પહેલો પોઈન્ટ મેળવીને ઈતિહાસ સર્જી દીધો હતો.પોર્ટુગલની ટીમના રોનાલ્ડો, બ્›નો કર્નાન્ડીઝ, બર્નાર્ડાે સિલ્વા, વિતિન્હા, રાફેલ લેઆઓ અને રુબેન ડાયસ જેવા વિશ્વસ્તરીય અને આક્રમક ખેલાડીઓએ બીજા હાફમાં આક્રમક રમત દાખવીને અનેકવાર ગોલ કરવાના પ્રયાસ કર્યા હતાં.

પરંતુ કોંગોએ પાંય-ચારના ફોર્મેશનમાં ડિફેન્સિવ ગેમ રમીને પોર્ટુગલના સ્ટ્રાઈકર્સને એક પણ તક આપી નહોતી મેચની છેલ્લી કેટલીક મિનિટોમાં પોર્ટુગલની ટીમ એટલી હતાશ હતી કે ઘણા ફાઉલ સાથે એગ્રેસિવ રમત રમીને પણ ગોલ કરવાનો મરણીયો પ્રયાસ કર્યાે હતો પરંતુ અંતે નિષ્ફળતા જ મળી હતી. બીજા હાફમાં પોર્ટુગલે ગોલ કરવાના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ કોંગોના ખેલાડીઓએ જીવસટોસનો બચાવ કરીને સ્કોર ૧-૧ ની બરાબરી પર રાખવામાં સફળતા મેળવી હતી. આ ડ્રો સાથે કોંગોએ ગ્›પ સ્ટેજમાં પોતાનો પહેલો ઐતિહાસિક પોઈન્ટ મેળવ્યો છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.