Western Times News

Gujarati News

“મારે કોઈ એક બીબાંમાં બંધાઈ જવું નથી” : રકુલ

રકુલ પ્રીતે હંમેશા અલગ પ્રકારના પાત્રો પસંદ કર્યા

દરેક ફિલ્મ મને કંઈક નવું શીખવે અને અભિનેત્રી તરીકે મારી અંદરના અલગ-અલગ પાસાઓ શોધવાની તક આપે

મુંબઈ, રકુલ પ્રીત સિંહ આજે એવી એક્ટ્રેસની યાદીમાં સામેલ છે, જે હિન્દી, તેલુગુ અને તમિલ સહિત વિવિધ ભાષાઓની ફિલ્મોમાં સફળતાપૂર્વક કામ કરી રહી છે. પોતાની વર્સેટાઇલ એક્ટિંગ માટે જાણીતી રકુલનું માનવું છે કે સ્ટારડમ કરતાં સારું કામ અને અર્થપૂર્ણ વાર્તાઓ વધુ મહત્વની છે.તાજેતરમાં પોતાની ફિલ્મી સફર અને કારકિર્દી અંગે વાત કરતાં રકુલે જણાવ્યું કે હવે તે એવી ફિલ્મો પસંદ કરે છે જે માત્ર દર્શકોને મનોરંજન જ ન આપે, પરંતુ એક્ટર તરીકે તેને નવી દિશામાં આગળ વધવાની તક પણ આપે.ફિલ્મોની પસંદગી અંગે વાત કરતાં રકુલે કહ્યું, “મને હવે સમજાયું છે કે પ્રેક્ષકો સચ્ચાઈ સાથે જોડાય છે.

હું એવી ફિલ્મોનો ભાગ બનવા માંગું છું જે લોકોના મનમાં લાંબા સમય સુધી જીવંત રહે અને મને એક એક્ટર તરીકે વધુ સારી બનાવે.”સ્ટારડમ અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં તેણે જણાવ્યું કે લોકપ્રિયતા આનંદદાયક છે, પરંતુ તેના માટે કામ સૌથી વધુ મહત્વનું છે. “સ્ટારડમ ખૂબ સુંદર બાબત છે, પરંતુ મારા માટે કામ પ્રથમ સ્થાન પર છે. જો લોકો મારી ફિલ્મોને પ્રેમ કરે અને મારા અભિનયની પ્રશંસા કરે, તો એ જ મારા માટે સૌથી મોટો પુરસ્કાર છે. મારે કોઈ એક ચોક્કસ બીબાંમાં બંધાઈ જવું નથી.

દરેક ફિલ્મ મને કંઈક નવું શીખવે અને અભિનેત્રી તરીકે મારી અંદરના અલગ-અલગ પાસાઓ શોધવાની તક આપે, એવી મારી ઈચ્છા છે.” રકુલ પ્રીતે હંમેશા અલગ પ્રકારના પાત્રો પસંદ કર્યા છે. તેના મતે પ્રયોગો અને નવા પડકારો જ કલાકારને સતત વિકસવામાં મદદ કરે છે. તે માને છે કે મનોરંજન સાથે એવી વાર્તાઓ રજૂ કરવી જરૂરી છે જે દર્શકો પર લાંબો પ્રભાવ છોડી જાય. રકુલ પ્રીત સિંહનું માનવું છે કે એક કલાકાર માટે સતત શીખતાં રહેવું અને પોતાની મર્યાદાઓને પડકારવું અત્યંત જરૂરી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.