બોપલના યુવકે પ્રેમજાળમાં ફસાવી પરિણીતાના અંગત ફોટા વાયરલ કર્યા
Files photo
લગ્ન બાદ પણ પ્રેમી સાથે સંબંધ રાખવાની ભારે કિંમત ચૂકવવી પડી
મહિલાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી
અમદાવાદ, ઇસનપુરમાં રહેતી ૩૬ વર્ષીય પરિણીતાને લગ્ન બાદ પણ પૂર્વ પ્રેમી સાથે સંબંધ રાખવાનું ભારે પડ્યું છે. યુવક લગ્નની લાલચ આપી પરિણીતાને અનેક વખત રાજ્ય બહાર ફરવા લઈ જતો હતો. ત્યાં તેણીની સાથે શારીરિક સંબંધ બાંધી આરોપીએ અંગત પળોના ફોટા કેમેરામાં કેદ કરી લીધા હતા.
બાદમાં જ્યારે મહિલાએ યુવકને મળવાનો ઇનકાર કર્યાે ત્યારે આરોપીએ બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. આટલું જ નહીં, પરિણીતા તાબે ન થતાં આરોપીએ તેના અંગત ફોટા પતિના મિત્રને મોકલી બદનામી કરી હતી. આ મામલે મહિલાના પતિને જાણ થતાં સમગ્ર બાબત પોલીસ સુધી પહોંચી હતી. ઇસનપુર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.શહેરના ઇસનપુર વિસ્તારમાં પતિ અને બાળક સાથે રહેતી પરિણીતા વિશ્વાસઘાતનો શિકાર બની છે.
મહિલાને વર્ષાે પહેલા બોપલના એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. મહિલાના લગ્ન થયા બાદ તેણે સંબંધનો અંત લાવી પતિ સાથે સંસાર માંડવાનું નક્કી કર્યું હતું. જોકે, ત્યારબાદ પણ યુવકે વિવિધ લાલચ આપી પરિણીતાને ફરી પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપીએ પોતાની પત્ની સાથે છૂટાછેડા લઈ ભોગ બનનાર સાથે લગ્ન કરવાનો વાયદો કરી છેલ્લા નવ વર્ષથી સંબંધ રાખ્યો હતો. આરોપી મહિલાને રાજ્ય બહાર વિવિધ જગ્યાએ ફરવા લઇ જઇ શારીરિક શોષણ કરતો હતો.
જ્યારે મહિલાએ મળવાનો અને સંબંધ રાખવાનો ઇનકાર કર્યાે ત્યારે યુવકે ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. મહિલા ધમકીને વશ ન થતાં આરોપીએ પતિના મિત્ર તેમજ અન્ય સંબંધીઓને મહિલાના અંગત પળોના ફોટા મોકલી દીધા હતા. આ ઉપરાંત મહિલાના પતિને ફોન કરી બંનેના સંબંધોની જાણ કરી હતી. આખરે મહિલાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જય પ્રમુખભાઈ પટેલ (રહે. બોપલ) સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.SS1
