Western Times News

Gujarati News

નર્મદા જિલ્લા સમાજ કલ્યાણ વિભાગ દ્રારા કુંવરબાઇનું મામેરૂ યોજના હેઠળ કુલ ૧૦૮ લાભાર્થી કન્યાઓને રૂા. ૧૦.૮૦ લાખની ચુકવાયેલી સહાય 

રાજપીપળા, ગુરૂવાર :- રાજય સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્રારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તથા આર્થિક રીતે પછાત વર્ગોની કુમારીકાઓના લગ્ન પ્રસંગે અમલમાં મુકાયેલી કુંવરબાઇનું મામેરૂ સહાય યોજના હેઠળ નર્મદા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ) ની કચેરી દ્રારા ગત ૨૦૧૮-૧૯ ના નાણાંકીય વર્ષ દરમિયાન કુલ ૬૨ લાભાર્થી કન્યાઓને રૂા. ૬.૨૦ લાખની સહાય ચૂકવવામાં આવી છે. તેવી જ રીતે ચાલુ ૨૦૧૯-૨૦ ના નાણાંકીય વર્ષ દરમિયાન જાન્યુઆરી-૨૦૨૦ અંતિત કુલ ૪૬ લાભાર્થી કન્યાઓને રૂા. ૪.૬૦ લાખની સહાય ચૂકવવામાં આવી છે.

જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ) શ્રીમતી મીતાબેન જોષી તરફથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ રાજય સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્રારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત તેમજ આર્થિક રીતે પછાત વર્ગોની કુમારીકાઓના લગ્ન પ્રસંગે કુવરબાઇનું મામેરૂ યોજના હેઠળ રૂા. ૧૦,૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવે છે, જે અંતર્ગત ગત નાંણાકીય વર્ષ દરમિયાન નર્મદા જિલ્લામાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની કુલ ૩૪ અરજીઓ મંજુર કરીને રૂા. ૩.૪૦ લાખની તેમજ આર્થિક રીતે પછાત વર્ગની ૨૮ અરજીઓ મંજુર કરીને રૂા. ૨.૮૦ લાખની સહાય સહિત ૬૨ લાભાર્થી કન્યાઓને કુલ રૂા. ૬.૨૦ લાખની સહાય ચૂકવવામાં આવી છે.

તેવી જ રીતે ચાલુ નાણાંકીય વર્ષમાં જાન્યુઆરી-૨૦૨૦ અંતિત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની ૨૪ અરજીઓ મંજુર કરીને રૂા. ૨.૪૦ લાખ તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કુલ ૨૨ અરજીઓ મંજુર કરીને રૂા. ૨.૨૦ લાખ સહિત ૪૬ લાભાર્થી કન્યાઓને કુલ રૂા. ૪.૬૦ લાખની સહાય ચુકવવામાં આવી છે.

શ્રીમતી મીતાબેન જોષીએ વધુમાં આપેલી વિગતો મુજબ કન્યાના પ્રથમ લગ્ન વખતે કુંવરબાઇનું મામેરૂ યોજનાનો લાભ મેળવવા લાભાર્થી અરજદારે વાર્ષિક આવકનું પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર (લગ્નની તારીખે યુવકની ઉંમર ૨૧ વર્ષ કે તેથી વધુ અને કન્યાની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ) ની ખરી નકલ તેમજ લગ્ન કરનાર કન્યાનું શાળા છોડયાનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ અને બેંક પાસબુકની નકલ જયારે લગ્ન કરનાર યુવકનું શાળા છોડયાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડની નકલ તેમજ લગ્ન કંકોત્રી અને લગ્નનો ફોટો તથા લગ્ન કરનાર કન્યાના પિતાનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, બી.પી.એલ. કાર્ડ

જો ઉપલબ્ધ હોય તો, લાઇટ બીલ અને ઘરવેરાની પહોંચ અને સોગંદનામું વગેરે જેવા પુરાવાની સ્વ પ્રમાણિત નકલ રજુ કરવાની રહેશે. આ યોજના હેઠળ એક જ કુંટુંબની બે કન્યાઓને લાભ મળી શકશે. આ યોજનાના લાભ માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા રૂા. ૧.૨૦ લાખ અને શહેરી વિસ્તારમાં રૂા. ૧.૫૦ લાખની આવક મર્યાદા નકકી થયેલ છે.

આ યોજનાનો લાભ લેવા માટે તા. ૨૫/૧૧/૨૦૧૯ થી ઓનલાઇન અરજી કરવાની પ્રથા અમલમાં મુકાઇ છે. યોજનાના લાભ માટે અરજદારો દ્રારા વેબ સાઇટ esamajkalyan.gujarat.gov.in ઉપર જઇને તેમની અરજી કરી શકાશે. આ અંગે વધુ જાણકારી કે માર્ગદર્શન માટે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ) ની કચેરી, રૂમ નં.-૨૧, ગ્રાઉન્ડ ફલોર, જિલ્લા સેવા સદન, રાજપીપલા-નર્મદા ફોન નં. (૦૨૬૪૦)-૨૨૪૩૦૮ ઉપર કચેરીનો સંપર્ક સાધવાથી મળી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.