Western Times News

Gujarati News

સંજેલીમાં ITI પંચાયત ઘરો અનાજ ગોડાઉન કાર્યરત કરવા ઉદાસીનતા 

પ્રતિનિધિ સંજેલી  ફારૂક પટેલ : સંજેલી તાલુકામાં લાખો રૂપિયાના ખર્ચે આઇ ટી આઈ ભવન અનાજ ગોડાઉન નવી પંચાયતો સહિતના નવ નિર્માણ બિલ્ડિંગો રંગ રોગાન ફર્નિચર સહિતના કામો પૂર્ણ કરી તૈયાર થઈ ગઈ હોવા છતાં પણ ઉદઘાટનની રાહ જોઈ ઊભેલું બિલ્ડિંગ શોભાના ગાંઠિયા સમાન લાગી રહ્યું છે

 નવરચિત સંજેલી તાલુકા અસ્તિત્વમાં આવતાની સાથે જ તાલુકાની પ્રજાને ઘર આંગણે જ સુવિધા મળી રહે તેવા શુભ હેતુથી સંજેલી તાલુકાના ડુંગરા ગામે નવનિર્માણ આઇટીઆઇ ભવન  અનાજ ગોડાઉન તેમજ સંજેલી હીરોલા જસુણી ગામો મા પંચાયત ઘરો સહિત કરોડો ના ખર્ચે નવિન બિલ્ટીગો નું નિર્માણ કરી રંગ રોગાન થી સુ સજ્જ ઉદ્ઘાટનના  વાંકે શોભાના ગાંઠિયા સમાન ઊભેલું છે ત્યારે સુ સજ્જ ભવનોની સુવિધા વિદ્યાર્થીઓને તેમજ લોકોને ક્યારે આપવામાં આવશે જેની રાહ જોવાઇ રહી છે

હાલ સંજેલી ખાતે  આઇટીઆઇ ભાડાના મકાનમાં ચાલી રહી છે જ્યાં બાળકો માટે પૂરતી સુવિધાઓ પણ નથી સસ્તા અનાજનો   નો પૂરતો માલ ગોડાઉન નો જથ્થો પણ 30 કિ.મી દુર  ફતેપુરા તાલુકાના બલૈયા સુધી લાંબુ થવું પડે છે જ્યારે વર્ષો જૂની જર્જરિત  ગ્રામ પંચાયતોમાં ચોમાસામાં પડતા વરસાદમાં રેકોર્ડ પણ ખરાબ થાય છે સાથે સાથે બેસવુ પણ મુશ્કેલ બને છે ત્યારે વહેલી તકે સંજેલી તાલુકા મા  નવનિર્માણ ભનેલ બિલ્ડિંગનું  વહેલી તકે ઉદ્ઘાટન કરવામાં આવે તેવી પ્રજાની માગ છે

સંજેલી તાલુકા મથકે આઇટીઆઇ હાલ ભાડાના મકાનમાં ચાલે છે જ્યાં વિદ્યાર્થીઓ સુવિધાના અભાવે  મુશ્કેલીમાં પોતાનો અભ્યાસ મેળવવા મજબૂર બન્યા છે ત્યારે નવી બનાવેલી બિલ્ડિંગ  કાર્યરત થાય તે જરૂરી છે

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.