Western Times News

Gujarati News

વરીયાળીના ઉપયોગથી છુટી જશે તમાકુનું વ્યસન, રામબાણ છે આ ઘરગથ્થુ ઉપાયો

વર્તમાન સમયમાં મોટાભાગના પુરુષોને તમાકુનું વ્યસન હોય છે. લોકો અલગ અલગ રીતે તમાકુનું સેવન કરતાં હોય છે. આ વ્યસનથી કેન્સર જેવો જીવલેણ રોગ થાય છે તેમ છતાં લોકો આ વ્યસન છોડી શકતાં નથી. આ લત માત્ર એક વ્યક્તિનો જ નહીં પરંતુ સમસ્ત પરીવારનો ભોગ લઈ શકે છે. તેથી આવા વ્યસનોથી દૂર રહેવું જરૂરી છે.

કોઈપણ વ્યસનથી મુક્ત થવા માટે બે વસ્તુ જરૂરી હોય છે. એક ઈચ્છા શક્તિ અને બીજું વ્યસનની લતથી મુક્ત થવાના વિકલ્પો. સૌથી પહેલા વ્યક્તિએ મનથી નક્કી કરવું પડે છે કે તેણે વ્યસન છોડી દેવું છે. ત્યારબાદ તેણે વ્યસનની તલબથી બચાવે તેવા વિકલ્પોને અપનાવવા જોઈએ. પહેલા કામમાં તો વ્યક્તિને કોઈ મદદ કરી શકે નહીં પરંતુ બીજા વિકલ્પમાં શું મદદ કરી શકે તે તમને જણાવી દઈએ.

તમાકુની લતને છોડવી હોય તો પોતાની સાથે હંમેશા વરિયાળી અને સાકરના પાવડરનું મિશ્રણ સાથે રાખો. જ્યારે પણ તમાકુની તલબ લાગે ત્યારે આ મિશ્રણનું સેવન કરી લેવું. આ સિવાય તમે અજમામાં લીંબુ અને નમક ઉમેરી થોડા શેકી લો. આ અજમાનું સેવન પણ તમે તમાકુના વિકલ્પ તરીકે કરી શકો છો. આ બંનેમાંથી જે પણ વસ્તુ તમે સાથે રાખો તેનું સેવન તમાકુનું સેવન કરતાં હોય તે રીતે જ કરવું.

તમાકુ છોડવાથી થતી અસરો  જ્યારે વ્યક્તિ તમાકુનું સેવન કરવાનું બંધ કરે છે ત્યારે તેને અનિંદ્રા, માથાનો દુખાવો, વજન વધી જવું જેવી તકલીફો થાય છે. આ સમસ્યાઓથી બચવા માટે યોગની મદદ લેવી. આમ કરવાથી તમાકુની લત છૂટી જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.