Western Times News

Gujarati News

અરવલ્લી જિલ્લામાં મહિલા દિનની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગુજરાત રાજ્યમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી ૮ મી માર્ચના રોજ કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે અરવલ્લી જિલ્લાકક્ષાએ યોજાનાર કાર્યક્રમના આયોજન માટે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકરેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના કાર્યક્રમમાં ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર,માતા યશોદા એવોર્ડ, અને ગંગા સ્વરૂપ આર્થિક સહાય જેવી થીમ સાથે યોજાનાર છે.મહિલા દિનની ઉજવણીમાં મહિલા સંમેલન, વહાલી દિકરી યોજના,જિલ્લા કક્ષાએ રમત-ગમત,સ્વસુરક્ષા કે વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરનાર મહિલાઓનું સન્માન તેમજ મહિલા સુરક્ષાને લગતા કાયદા વિગેરે જેવી બાબતો અંગે યોજાનાર કાર્યક્રમ અંગે ચચા-પરામર્શ કરી સંબધિત અધિકારીઓને સુચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે ૮મી માર્ચથી આંતરરાષ્ટ્રીય મહિલા દિનનાના પખવાડિયાની તેમજ ગુજરાત પોષણ અભિયાન અઠવાડીયાની ઉજવણીનો પણ પ્રારંભ કરવામાં આવનાર છે જેમાં આ દિવસો દરમિયાન મહિલાઓને લગતા જુદા-જુદા કાર્યક્રમો યોજાનાર છે તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની મહિલાઓને લગતી યોજનાઓની જાણકારી તેમજ કાયદાઓની સમજ આપવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. અનિલ ધામેલીયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.જે. વલવી, નાયબ પોલીસ અધિકારીશ્રી,પ્રોગ્રામ ઓફિસરશ્રી તેમજ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.