Western Times News

Gujarati News

ઉર્વશી હાલમાં માલદીવમાં મજા માણી રહી છે

મુંબઇ, બોલિવુડમાં સેક્સી સ્ટાર તરીકેની છાપ ઉભી કરનાર અને અનેક ગીતોમાં આઇટમ સોંગ કરીને લોકપ્રિયતાની ચરમસીમા પર પહોંચેલી ખુબસુરત ઉર્વશી રૌટેલા હાલમાં માલદીવ ખાતે રજા માણી રહી છે. તેના દરિયા કિનારાના ખુબસુરત ફોટો જારી થઇ રહ્યા છે. જેને લઇને ચાહકો તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઉર્વશી સમય કાઢીને માલદીવના ખુબસુરત બીચ પર પહોંચી છે. ત્યાંથી પોતાના ફોટો ઇન્સ્ટાગ્રામ પર મુક્યા છે.

જેમાં તે બિકીનીમાં નજરે પડી રહી છે. તેનુ કહેવુ છે કે ફિલ્મોમાં તમામ પ્રકારના રોલ કરવા માટે ઇચ્છુક છે. ખુબ ઓછા લોકો જાણે છે કે તે કેટલાક ગીત પર પોતે જ કોરિયોગ્રાફી પણ કરી રહી છે. તે નાની હતી ત્યારથી જ કોરિયોગ્રાફીના ક્ષેત્ર સાથે જોડાયેલી રહી છે. તેનુ કહેવુ છે કે કેટલાક લોકપ્રિયત ગીત પર કોરિયોગ્રાફીમાં તેની પોતાની જ ભૂમિકા રહી છે. તેનુ કહેવુ છે કે તે કેટલાક ગીતોમાં કોરિયોગ્રાફી કરી ચુકી છે.

બાગ જાની, સનમ રે અને કાબિલ જેવી ફિલ્મોમાં તે કોરિયોગ્રાફી તરીકે કામ કરી ચુકી છે. તેનુ કહેવુ છે કે કેટલાક ગીતોમાં તે પોતે પણ કોરિયોગ્રાફર તરીકે સુચન કરતી રહી છે. કાબિલ ફિલ્મમાં તેના આઇટમ સોંગે ભારે લોકપ્રિયતા મેળવી હતી. તે રાતોરાત સુપરસ્ટાર પણ બની ગઇ હતી. તે બાળપણથી કોરિયોગ્રાફી કરી રહી છે. બોલિવુડમાં આઇટમ સોંગ સિવાય તે કેટલીક સારી ભૂમિકા પણ કરવાની ઇચ્છા ધરાવે છે. બોલિવુડમાં ગળા કાપ સ્પર્ધા નવી અભિનેત્રીઓ વચ્ચે હોવા છતાં તે બિલકુલ પરેશાન નથી. તેને સતત સારી ફિલ્મોના આઇટમ સોંગ મળી રહ્યા છે. તે દરેક ભાષાની ફિલ્મમાં કામ કરવા માટે આશાવાદી બનેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.