Western Times News

Gujarati News

જંબુસરની શ્રીમતી લલીતા ગૌરી બાલમંદિર ખાતે વાર્ષિક ઈનામ વિતરણ

ભરૂચ: ‌જનતા કેળવણી મંડળ જંબુસર સંચાલિત શ્રીમતી લલીતા ગૌરી બાલ મંદિર ખાતે ૪૨૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.બાળકોના સર્વાંગી વિકાસ થાય અને તેમના માં રહેલી સુષુપ્ત શક્તિઓ જાગ્રત થાય તે માટે વિવિધ કાર્યક્રમો સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

આજરોજ બાલમંદિર માં અભ્યાસ કરતા બાળકોએ વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ અભિનય ગીત,  માટીના ગણેશ,વેશભૂષા,કૃષ્ણ જીવન પ્રસંગો,વેસ્ટ માંથી બેસ્ટ સહિત વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધેલ તેઓએ સારું પ્રદર્શન કર્યું હોય એવા નાના ભૂલકાઓ ને પ્રોત્સાહન મળી રહે તે માટે ઈનામ વિતરણ કાર્યક્રમ મંદિર ખાતે રાખવામાં આવ્યો હતો.

‌કાર્યક્રમમાં જનતા કેળવણી મંડળના પૂર્વ ચેરમેન શિરીષભાઈ શાહ કોલેજના પ્રિન્સિપાલ આઈ એમ ભાના,ભાજપા જંબુસર શહેર મહામંત્રી મનન પટેલ, માનદમંત્રી નવીનભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા  ‌કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરી સ્વાગત પ્રવચન બાલમંદિર આચાર્ય કૃપાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ૧૨૬ જેટલા ભૂલકાઓને ઈનામ વિતરણ કરાયું તથા સ્પર્ધાઓમાં વિજેતા નથી તેવા તમામ બાળકોને આશ્વાસન ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા

‌નાના ભૂલકાઓ ભગવાનનું સ્વરૂપ છે.બાળકોમાં સંસ્કારનું સિંચન કાર્ય મા -બાપ કરે છે તેના કરતાં વધુ શિક્ષકો દ્વારા કરવામાં આવે છે.જગતને બચાવવો હશે તો સંસ્કારથી બચાવી શકાય છે જે આપણી સંસ્કૃતિની ધરોહરને આગળ વધારવાનું કાર્ય કરે છે તેમ ઉપસ્થિત મહેમાનો દ્વારા જણાવાયું હતું અને બાલ મંદિરના આચાર્ય કૃપાબેન પટેલ ના આ કાર્યને બિરદાવ્યું હતું કાર્યક્રમનું સફળ સંચાલન કામિનીબેન પટેલ દ્વારા તથા આભાર દર્શન હીનાબેન પટેલ દ્વારા કરાયું હતું.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.