Western Times News

Gujarati News

વૂટ સિલેક્ટ સાઈકોલોજિકલ અને ડ્રામા થ્રિલર્સ અસુર અને મરઝીના પ્રસારણ લાઈવ થયું

વૂટ સિલેક્ટઃ ઉત્તમ વાર્તાઓ માટે નવું ઘર હવે વૂટ પ લાઈવ!

~ 1 સ્ટ્રીમિંગ સર્વિસ – 35+ લાઈવ ચેનલ્સ, 30+ આગામી ઓરિજિનલ્સ, 9+ ઈન્ટરનેશનલ સ્ટુડિયો ભાગીદારીઓ, 1500+ મુવીઝ અને ઘણું બધું ~

~ માસિક રૂ. 99ની કિંમતે અને વાર્ષિક રૂ. 999ની કિંમતે ઉપલબ્ધ, જેમાં વાર્ષિક રૂ. 499ની ખાસ ઓફર કિંમતનો સમાવેશ થાય છે  ~

મુંબઈ, પરોવી રાખનારી કન્ટેન્ટ, વૈવિધ્યપૂર્ણ પ્રકાર, નવા અને આગઝરતા પરિપ્રેક્ષ્યો સાથે વૂટે તેની વૈવિધ્યપૂર્ણ કન્ટેન્ટ લાઈન-અપ સાથે ભારતના દ્વિતીય સૌથી વિશાળ ડિજિટલ મનોરંજન મંચ તરીકે માગ કંડાર્યો છે. નવો અધ્યાય ખોલતાં વૂટ હવે તેના દર્શકોને નવી સબ્સ્ક્રિપ્શન આધારિત સ્ટ્રીમિંગ ઓફર વૂટ સિલેક્ટની રજૂઆત સાથે અવ્વલ અનુભવને પહોંચ આપશે. થ્રિલર, ડ્રામા અને એકશન જેવા પ્રકારમાં શક્તિશાળી વાર્તાઓ અને રોમાંચક કન્ટેન્ટ રજૂ કરતાં વૂટ સિલેક્ટ વાર્તાઓ માટે નિર્મિત સ્થળ છે, જે 3 માર્ચ, 2020થી લાઈવ થઈ ગયું છે. વૂટ સિલેક્ટનો અનુભવ કરવા માટે વૂટ એપ ડાઉનલોડ કરો. દર્શકો એન્ડ્રોઈડ, આઈઓએસ અને વેબ યુઝર્સ માટે માસિક રૂ. 99 અને વાર્ષિક રૂ. 999ના સબ્સ્ક્રિપ્શનમાં વૂટ પર આ નવી પ્રીમિયમ સેવાઓ પસંદ કરી શકે છે. વાર્ષિક સબ્સ્ક્રિપ્શન માટે રૂ. 499ની મર્યાદિત સમયગાળાની આરંભિક ઓફર પણ ઘોષિત કરવામાં આવી છે.

વૂટ સિલેક્ટના ઉપભોક્તાઓ ટીવીના 24 કલાક અગાઉથી ઉત્તમ કલર્સ, એમટીવી અને અન્ય પ્રાદેશિક ચેનલના શો અને 30 મિનિટ પૂર્વે નોન- ફિકશન શોને સૌપ્રથમ પહોંચ મેળવવા માટે હકદાર બનશે. દર્શકોને દુનિયાભરના સૌથી મોટા અવ્વલ શો, ગ્લોબલ પ્રીમિયર, લાઈવ એક્સપીરિયન્સીસ, એક્સક્લુઝિવ ડેઈલીઝ, ફેશન, સ્પોર્ટસ અને લાઈફસ્ટાઈલ શોના આંતરરાષ્ટ્રીય કન્ટેન્ટ કેલલોગને પણ પહોંચ મળશે.

નક્કર અને સમીક્ષકો દ્વારા ખ્યાતિપ્રાપ્ત દસ્તાવેજીઓ અથવા ડોક્યુ સિરીઝ જેમ કે 48 અવર્સ, ક્રાઈમ્સ ઓફ ધ સેન્ચુરી, વ્હિસલબ્લોઅર, એનીમીઝ એફબીઆઈ વિ. પ્રેસિડેન્ટ, નવાં અને ખાસ વૈશ્વિક પ્રસારણ, જેમ કે, વ્હાય વુમન કિલ, ટ્વાઈસલાઈટ ઝોન, બેવરી હિલ્સ 90210, નેન્સી ડ્રયુ અને સમીક્ષકો દ્વાર વખાણમાં આવેલા શોમાં ડેક્સટર કેલિફોર્નિકેશન, એલીમેન્ટરી, મેડમ સેક્રેટરી, નર્સ જેકી ડ્રામા અને મનોરંજનનો નિયમિત ડોઝ પૂરો પાડશે. વૂટ સિલેક્ટ રિયાલિટી માટે પણ અવ્વલ સ્થળ બની રહેશે, જેમાં માસ્ટરશેફ યુએસએ, માસ્ટરશેફ જુનિયર, શાર્ક ટેન્ક, અમેરિકાઝ ગોટ ટેલેન્ટ, બ્રિટન્સ ગોટ ટેલેન્સ, અમેરિકાઝ નેક્સ્ટ ટોપ મોડેલ, એક્સ ફેક્ટર, પ્રોજેક્ટ રનવે, ફિયર ફેક્ટર, માય કિચન રુલ્સ વગેરેનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય શો ઉપરાંત કન્ટેન્ટ લાઈબ્રેરી એવોર્ડ વિજેતા કૂકિંગ સિરીઝનું ઘર હશે, જેમાં વિશ્વ કક્ષાના સેલિબ્રિટી શેફ માર્થા સ્ટુઅર્ટ, જેમી ઓલિવર, નિજેલા લોસન અને સ્વ. એન્થની બુર્ડેનનો સમાવેશ રહેશે.

બહુભાષી કન્ટેન્ટની મજબૂત લાઈબ્રેરી સીથે  30+ ઓરિજિનલ્સ, 1500+ મુવીઝ સાથે વૂટ સિલેક્ટ દરેક મહિને ચુનંદી 1 ઓરિજિનલ્સની વૈવિધ્યપૂર્ણ શ્રેણી સાથે દર્શકોને મોહિત કરશે. આ રોમાંચક વાર્તાઓને અમુક સૌથી કલ્પનાત્મક અને કક્ષામાં અવ્વલ કલાકારો, ડાયરેક્ટરો અને વાર્તાકારો દ્વારા જીવંત કરવામાં આવી છે, જે વાર્તાઓ મનોરંજન અને સહભાગી કરવા સાથે ભારતની કલ્પનાઓને મઢી લેશે.

વૂટ સિલેક્ટના લોન્ચ સમયે સાકિબ સલીમ, અપૂર્વ લાખિયા, વિક્રમ ભટ્ટ, રાજીવ ખંડેલવાલ, આહના કુમરા, બરૂણ સોબતી, રિદ્ધિ ડોગરા, નેહા શર્મા, નીલ ભૂપાલમ, પીયુષ મિશ્રા હાજર હતા, જેમાં સિરિયલ કિલર, લિંગભેદ સામે પ્રશ્ન, પરિવારના અર્થને જીવંત કરવો, ન્યાય પ્રણાલી પર ચર્ચા વગેરે વિષય પરના શોની ઘોષણા કરી હતી, જે ભારતનું મનોરંજન કરવાનું ચાલુ રાખશે.

અસુર સાથે અર્શદ વારસી ડિજિટલ પદાર્પણ કરી રહ્યો છે. આ શો સાઈકોલોજિકલ થ્રિલર છે, જે દર્શકોને બે વિરોધાભાસી દુનિયામાં લઈ જશે, જેમાં એક ફોરેન્સિક સાયન્સ છે અને બીજી ભારતીય માયથોલોજીનું રહ્ય છે. મરઝી ડ્રામા થ્રિલર છે, જેમાં રાજીવ ખંડેલવાલ અને આહના કુમરા છે, જેમાં એક વિચલિત સ્ત્રી જેની પર આરોપ મૂકે છે તે પુરુષને કસૂરવાર સિદ્ધ કરવા માટે પ્રયાસ કરે છે. ધ રાયકર કેસ ફેમિલી ડ્રામા થ્રિલર છે, જે રોમાંચક સિરીઝ પરિવાર, પ્રેમ, દગો અને ગોપનીયતા વિશે છે, જે તેમને અલગ કરે છે. અનધિકૃત, કાનૂની ડ્રામા અને ચુકાદો જીતવાની લડાઈ, જે માનવતામાં શ્રદ્ધા પુનઃસ્થાપિત કરે છે. ઉપરાંત વૂટ સિલેક્ટ પરિવારમાં બોલીવૂડના સ્ટાર સાકિબ સલીમ અને શ્રીયા પિળગાવકર પણ ક્રેકડાઈનમાં જોડાશે. આ ઉચ્ચ સ્તરનો એકશન ડ્રામાનું દિગ્દર્શન અને નિર્માણ અપૂર્વ લાખિયાએ કર્યું છે. ક્રેકડાઈન હાલમાં નિર્માણ હેઠળ છે અને ભરપૂર નવા નવા વળાંકો સાથે જકડી રાખનારી એકશન થ્રિલર છે, જે રાષ્ટ્રીય સલામતી સામે સંભાવ્ય જોખમ પર આધારિત છે. વૂટ સિલેક્ટમાં 2 બંગલા ઓરિજિનલ્સ પણ રહેશે, તેમાં કોમેડી ડ્રામા કન્યા કુમારી અને રોમેન્ટિક કોમેડી શોક અહલાદનો સમાવેશ થાય છે. 3 તમિળ ઓરિજિન્લ્સમાં એકશન થ્રિલર ડોન્ટ થિંક, સાઈકોલોજિકલ થ્રિલર સિરાઈ અને એડલ્ટ કોમેડી 18 પ્લસનો સમાવેશ થાય છે. ઉપરાંત પ્રાદેશિક ભાષાની ઓરિજિનલ્સમાં વૂટ સિલેક્ટ ઘણી બધી બહુભાષી સિરીઝની યજમાની કરશે.

વૂટ સિલેક્ટના અજોડ પરિમાણ વિશે બોલતાં વાયાકોમ, 18ના વૂટ સિલેક્ટ, યુથ, મ્યુઝિક અને ઈન્ગ્લિશ એન્ટરટેઈનમેન્ટના હેડ ફરઝાદ પાલિયાએ જણાવ્યું હતું કે વૂટ સિલેક્ટ આજની પેઢીની માગણીને ધ્યાનમાં લઈને બહુ જ ધ્યાનથી ઘડવામાં અને તૈયાર કરવામાં આવી છે. અમને અનોખું ડેસ્ટિનેશન ભારતને આપવા માટે ગૌરવની લાગણી થાય છે. અમારી ટીવી કન્ટેન્ટમાં હિંદી અને પ્રાદેશિક ઓરિજિનલ્સ સુધીની દેશની સૌથી વિશાળ વાર્તાઓનું પ્રદર્શન, દુનિયાભરમાંથી લાઈવ ટેલિવિઝન ચેનલો, સૌથી વિશાળ પ્રકારના ટોપ-ડ્રોઅર ઈન્ટરનેશનલ કન્ટેન્ટથી 24 અવર બિફોર ટીવી પ્રસારણ સુધી આ અજોડ કન્ટેન્ટ છે. એડ ફ્રી, મલ્ટી- સ્ક્રીન પહોંચ અને મજબૂત ભલામણ એન્જિન અમારા ઉપભોક્તાઓ માટે ઉત્તમ મનોરંજન અનુભવમાં ઉમેરો કરે છે.

આ શો વિશે બોલતાં અર્શદ વારસીએ જણાવ્યું હતું કે હું અસુર સાથે મારું ડિજિટલ પદાર્પણ કરી રહ્યો છું અને તેથી મારી ઉત્સુકતાનો કોઈ પાર નથી. પ્લોટ અને વાર્તારેખા એટલા અજોડ છે કે નિશ્ચિત જ દર્શકોને સર્વ સમયે સીટ સાથે જકડી રાખશે. વૂટ સિલેક્ટ દર્શકો માટે અમુક ઉત્તમ વાર્તાઓ પ્રદર્શિત કરશે. હું અસુર પ્રત્યે દર્શકોનો પ્રતિસાદ જોવા માટે ભારે ઉત્સુક છું.

વૂટ સિલેક્ટ સાથે સહયોગ પર બોલતાં સાકિબ સલીમ કહે છે, ક્રેકડાઉનમાં મારી ભૂમિકા રસપ્રદ છે, જેમાં દર્શકોને મારી અલગ બાજુ જોવા મળશે. હું હંમેશાં જાસૂસી શો કરવા માગતો હતો અને મેં આ સામગ્રી વિશે વાંચ્યું ત્યારે મારે આ કરવું જ છે એવું લાગ્યું હતું. શો બહુ જ રોચક છે. મને વિશ્વાસ છે કે લોકોને તે બહુ ગમશે. મને અંગત રીતે લાગે છે કે વૂટ સિલેક્ટ રસપ્રદ કન્ટેન્ટ બતાવવા માટે ઉત્તમ મંચ છે અને તે નિશ્ચિત જ અમુક ઉત્તમ વાર્તાઓ ધરાવે છે. આજના ડિજિટાઈઝેશનના યુગમાં તે કન્ટેન્ટ આપવા માટે ઉત્તમ મંચ છે.

આ લોન્ચ પર બોલતાં ડાયરેક્ટર અપૂર્વ લાખિયાએ જણાવ્યું હતું કે વાર્તાકથનની મુખ્ય ખૂબી સાથે વૂટ સિલેક્ટે અમાકા જેવા ફિલ્મકારો અને વાર્તાકારોને અમારા વિચારો દોડાવવા માટે ક્રિયાત્મક આઝાદી આપી છે. આ મંચ અદભુત છે અને શો ઉત્કૃષ્ટ છે. દર્શકોને ઘણા બધા પ્રકાર સાથે અને વૂટ સિલેક્ટની નવી સંકલ્પનાઓ સાથે મજા આવશે.

ડાયરેક્ટર વિક્રમ ભટ્ટે આ લોન્ચ સમયે જણાવ્યું હતું કે વૂટ સિલેક્ટનું લોન્ચ મનોરંજનની દુનિયામાં નવું પરિવર્તન લાવશે. આ મંચ જે પ્રકારની વાર્તાઓ અને સંકલ્પનાઓ લાવ્યું છે તે બહુ જ તાજગીપૂર્ણ અને નવી છે. ઈલીગલની ટીમ અને વૂટ સિલેક્ટ સાથે કામ કરવાનો અનુભવ ઉત્તમ રહ્યો. મને ખાતરી છે કે આ મંચ આપશે તે બધું જ હું માણીશ.

પોતાના શો વિશે બોલતાં રાજીવ ખંડેલવાલે જણાવ્યું હતું કે કલાકાર તરીકે મારો હેતુ હંમેશાં દર્શકોને શ્રેષ્ઠ આપવાનો રહ્યો છે. હું અભિનેતા તરીકે મારી ક્ષિતિજ વધારવામાં મને મદદ કરે તેવી જ ભૂમિકા સ્વીકાર કરું છું. મરઝીમાં મારી ભૂમિકા નિશ્ચિત જ મારી કરિયરમાં મૂલ્યનો ઉમેરો કરશે. અભિનેતા તરીકે અમુક વાર નવા અવકાશમાં પ્રવેશવાનો ખચકાટ થતો હોય છે, પરંતુ શોની વાર્તારેખા રોચક અને સમકાલીન છે, જેથી હું તેનો હિસ્સો બન્યો છું. વૂટ સિલેક્ટ ઉત્તમ મંચ છે અને તેમની સાથે કામ કરવાની મજા આવી છે. હું આવી કન્ટેન્ટ બનાવવાનું સાહસ કરવા માટે અને મને તેનો હિસ્સો બનાવવા માટે તેમનો આભાર માનવા માગું છું.

વૂટ સિલેક્ટના લોન્ચ વિશે બોલતાં આહના કુમરા કહે છે, મને મરઝીની સ્ક્રિપ્ટ વાંચતાં જ ગમી ગઈ હતી. વાર્તા અલગ છે, તે શક્તિશાલી છે અને મેં અગાઉ ક્યારેય કર્યું નથી તેવું કાંઈક તેમાં છે. તે સાહસિક અને મહત્ત્વપૂર્ણ વાર્તાલાપ છે અને તે વિશે બોલવું જ જોઈએ. ડિજિટલ યુગે કલાકારો માટે ઘણી બધી તકો આપી છે અને ઘણી બધી નવી વાર્તાઓ અને સંકલ્પનાઓ આપી છે. તેનાથી મારું સંપૂર્ણ જીવન બદલાઈ ગયું છે અને હું મરઝી જેવી માસ્ટરપીસ નિર્માણ કરવા માટે વૂટ સિલેક્ટની આભારી છું, જેના થકી આવા અદભુત નિર્માણકારો અને સહ- કલાકારો સાથે મને મારી પ્રતિભા અને કામ બતાવવાનો મોકો મળ્યો છે.

અસુરમાં ભૂમિકા વિશે બોલતાં બરૂણ સોબતીએ જણાવ્યું હતું કે અસુર સમવિચારી લોકોનું અદભુત જોડાણ છે. અમે શો શૂટ કરતા હતા ત્યારે તે બહુ જ ડિમાન્ડિંગ હતું. મારી કારકિર્દીમાં આ સૌથી ડિમાન્ડિંગ પાત્ર છે. અંગત રીતે મને હંમેશાં એવું લાગતું કે ભારતમાં નિર્માણ કરાતી કન્ટેન્ટમાં સારા લેખનનો અભાવ હોય છે અને આપણા શોમાં લેખન સૌથી મોટો હીરો છે. આ શોમાં બધાએ તેમનું કામ ઉત્તમ રીતે કર્યું છે અને તેમની ક્ષમતામાં તેઓ ઉત્તમ છે. આવા અદભુત કલાકારો સાથે કામ કરવાનો મોકો યાદગાર રહેશે. અસુર માટે યોગ્ય કામ માટે યોગ્ય લોકોને લેવાયા હતા એવું મને લાગે છે.

વૂટ સિલેક્ટ ખાસ સૌથી મોટા ડેઈલી શો પ્રદર્શિત કરે છે, જેમાં ધ લેટ શો વિથ સ્ટીફન કોલ્બર્ટ, ધ ડેઈલી શો વિથ ટ્રેવર નોહ, ધ લેટ શો વિથ જેમ્સ કોર્ડન, એન્ટરટેઈનમેન્ટ ટુનાઈટ, ડો. ફિલ, ડેઈલી મેઈલ ટીવી, ધ ગ્રેહમ નોર્ટન શો વગેરે.

ફેશન વન, ક્લબિંગ ટીવી અને રિયલ માડ્રિડ ટીવી જેવી મુખ્ય આંતરરાષ્ટ્રીય ચેનલો સાથે ભાગીદારી થકી મંચ સૌથી મોટા ફેશન સમારંભો, સંગીત મહોત્સવો અને ખાસ ફૂટબોલ કન્ટેન્ટને પહોંચ સાથે 24 કલાક લાઈવ સ્ટ્રીમ્સ દર્શાવે છે. આર્સેનલ એન્ડ ચેલ્સિયાના ચાહકોને પણ સપ્તાહમાં સમર્પિત, ખાસ કન્ટેન્ટ મળશે. વૈવિધ્યતામાં ઉમેરો કરતાં દુનિયાની સૌથી વિશાળ 24/7 LGBTQ ચેનલ, રેવરી ટીવી વૂટ સિલેક્ટ પર ભારતમાં તેનું પદાર્પણ કરશે. ગેમિંગ સમુદાય માટે પણ વર્લ્ડ પોકર ટુર સહિતની સ્પર્ધાઓ પણ સેવામાં હવે ઉપલબ્ધ બનશે.

વૂટ સિલેક્ટ અનુભવવા માટે વૂટ એપ ડાઉનલોડ કરો અને ઉત્તમ વાર્તાઓ અને વધુ માટે તૈયાર રહો- એન્ડ્રોઈડ, આઈઓએસ અને વેબ યુઝર્સ માટે માસિક રૂ. 99માં અથવા વાર્ષિક રૂ. 499ની વિશેષ આરંભિક કિંમત સાથે મહિને રૂ. 999માં ઉપલબ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.