Western Times News

Gujarati News

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની લીમડી, પીપલોદ અને જેસાવાડા ખાતે કડક કાર્યવાહી

૧૬ પેઢીઓને દંડ, અખાદ્ય પદાર્થોનો નાશ કરાયો

દાહોદ, તા. ૦૫ : દાહોદ જિલ્લાના લીમડી અને પીપલોદ ખાતે ટોબેકો એક્ટ ૨૦૦૩ની જોગવાઇ મુજબ કુલ ૨૮ પેઢીઓની તપાસ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવી છે. જેમાંથી ૧૬ પેઢીઓને આ જોગવાઇઓનો ભંગ કરવા બદલ રૂ.૩૩૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે. ટોબેકો એક્ટ ૨૦૦૩ ની કલમ ૬(અ) મુજબ ‘૧૮ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને તમાકુનું વેચાણ કરવું એ  દંડનીય ગુનો છે’ એવું બોર્ડ લગાવેલું ન હોય આ પેઢીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત લીમડી, પીપલોદ અને જેસાવાડા મુકામેથી ખાદ્ય પદાર્થના નમૂનાઓ લેવામાં આવ્યા છે. જેનો રીપોર્ટ આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પીપલોદ મુકામે ઠંડા પીણા જેવા કે અમુલ ફલેવર્ડ મિલ્કની ૮ બોટલ, અમુલ લસ્સીની ૧૩ બોટલ, લેમન જ્યુશની ૨૦ બોટલ, એપલની પ બોટલ, જીરા મસાલાની ૨૦ બોટલ, ઓરેન્જની ૩ બોટલ જેવા ઠંડા પીણાનો અંદાજે ૯૦૦ રૂ.નો  એકસ્પાયર થયેલા જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલા લેવામાં આવી રહ્યા છે. દાહોદના ફુડ સેફટી ઓફિસર શ્રી એ.પી.ખરાડી અને  શ્રી એન.આર. રાઠવા દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.