Western Times News

Gujarati News

આંગણવાડી બહેનોના વેતનમાં ૬૦૦ રૂપિયાનો વધારો

પ્રતિકાત્મક

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાના બજેટસત્રમાં આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આંગણવાડી કાર્યકરોના પગારમાં વધારો કરવા માટે માંગ ઉઠી હતી. ત્યારે આજે ગુજરાત વિધાનસભાના નિયમ ૪૪ અંતર્ગત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આંગણવાડી બહેનો અને તેડાઘર બહેનોના પગારમાં વધારો કરવાની મોટી જાહેરાત કરી હતી. રાજય સરકાર દ્વારા આંગણવાડી બહેનોના પગારમાં રૂ.૬૦૦ નો તો, તેડાઘર બહેનોના પગારમાં ૩૦૦નો વધારો કરવામાં આવ્યો હતો.

બજેટસત્રમાં આંગણવાડી કાર્યકારોના પગારમાં વધારો કરવાના નિર્ણયથી આંગણવાડી બહેનોમાં ભારે ખુશીની લાગણી છવાઇ ગઇ છે. રાજય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોના પગારમાં વધારો કરવાના નિર્ણય મુજબ, રાજ્યની કુલ ૫૧૨૨૯ આંગણવાડીની બહેનોને રૂપિયા ૬૦૦નો વધારો આપવામાં આવ્યો છે. જ્યારે તેડાઘરની બહેનોના પગારમાં પણ રૂપિયા ૩૦૦નો વધારો આપવામાં આવ્યો છે,

આમ રાજ્યની કુલ ૫૩ હજારથી વધુ આંગણવાડી અને તેડાઘરની કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આંગણવાડીના કાર્યકરો માટે કરેલી જાહેરાત પ્રમાણે, જા આંગણવાડી કાર્યકરોનો પગાર રૂપિયા ૭૮૦૦ અને તેડાઘરની બહેનોનો પગાર રૂપિયા ૩૯૫૦ થયો છે. આ સિવાય મીની આંગણવાડી બહેનોના પગારમાં પણ ૩૩ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રાજય સરકાર દ્વારા કરાયેલો આ પગાર વધારો આંગણવાડીની બહેનોને તા.૧લી માર્ચ ૨૦૧૯થી અમલી બનાવાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.