Western Times News

Gujarati News

‘વન નેશન વન ગ્રીડ’ યોજનાની કામગીરી શરૂ

(પ્રતિનિધિ દ્વારા નવીદિલ્હી : લોકસભામાં બજેટ રજુ કરતાં કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમને ભારપૂર્વક જણાવ્યુ હતુ કે સરકારને મજબુત દેશ, મજબુત નાગરીક બને તેજ ઉદ્દેશ છે. અને સરકાર એ દિશામાં આગળ વધી રહી છે. તેમને વીજળીદળની વર્તમાન અસમાનતા ના સંદર્ભે જણાવ્યુ હતુ. હાલમાં દેશના દરેક રાજ્યોમાં વીજ દરોમાં ચાલી રહેલી અસમાનતાને દુર કરવા સરકારે કામગીરી શરૂ કરી દીધો છે.

દરેક રાજ્યમાં વીજદરો સમાન રહે એ માટે નેશનલ હાઈગ્રીડ યોજનાને સ્વરૂપ આપી રહી છે. આ યોજના અંતર્ગત ‘વન નેશન વન ગ્રીડ’નો ઉદ્દેશ છે. દરેક રાજ્યના વીજદરોમાં પ્રવર્તતી અસમાનતાને કારણે ઘણી મુશ્કેલીઓ સર્જાતી હોય છે. ઉદ્યોગો માટે ઉદ્યોગોના વિકાસમાં અવરોધરૂપ બનતી હોયછે. જા વન નેશન વન ગ્રીડ’ ની યોજના શરૂ કરવામાં આવે તો દરેક મુશ્કેલીનો અંત આવે તથા ભાવોની સમાનતા પણ સચવાશે.

વન નેશન વન ગ્રીડની યોજના માટે કામગીરી શરૂ પણ થઈ ગઈ હોવાનું જણાવ્યુ હતુ. આ યોજના પરિપૂર્ણ થતાં જ દેશના લોકો ખેડૂતો તથા નાના-મોટા ઉદ્યોગકારોને રાહત થશે. જેને કારણે દેશના વિકાસને વેગ મળશે. તેમણે જણાવ્યુ હતુ કે હવાકી ઓર નિકલ કર ચિરાગ જલતે હૈ, યકીન હો તો કોઈ રાસ્તા મુશ્કેલ નહીં હૈ કેન્દ્ર સરકાર તેના પ્રથમ પાંચ વર્ષના શાસનકાળમાં ઘરે ઘરે વીજળી પહોંચાડવા માટે ખાસ યોજના બનાવી હતી. તે મારફતે અનેક રાજ્યોના ગામોમાં આજે વીજળી પહોંચાડવામાં આવી છે અને આગળ પાંચ વર્ષમાં આ યોજના વધુ ઝડપી બનાવી ૧૦૦ ટકા લક્ષ્યાંક પૂરૂ કરાશે. વીજળીના દરોમાં પ્રવર્તતી અસમાનતા દુર કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.