Western Times News

Gujarati News

પેટ્રોલ ડીઝલ મોંઘા થશે, અમીરો પર ટેક્ષ વધ્યો

 

કેન્દ્રીય નાણાંમંત્રીએ કરેલી મહત્વપૂર્ણ જાહેરાત : ઈન્કમટેક્ષ ભરવા માટે હવે પેન કાડ જરૂરી નથી : કરદાતાઓ આધારકાર્ડ નંબર ઉપરથી પણ ઈન્કમટેક્ષ ભરી શકશે : એનઆરઆઈ નાગરિકોને આધારકાર્ડ માટે લાંબી રાહ નહી જાવી પડે : ઈન્કમટેક્ષ ભરવાના નિયમોનું સરળીકરણ કરાશે : રૂપિયા ર૦ નો નવો ચલણી સિક્કો બજારમાં આવશે

 

નવી દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને આજે સંસદમાં કેન્દ્રીય બજેટની જાહેરાત કરતા અમીરો પર ટેક્ષ વધુ લાદવામાં આવ્યો છે જાકે વર્તમાન વર્તમાન પગારદારોના ઈન્કમટેક્ષના માળખામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જયારે વાર્ષિક રૂ.૧ કરોડથી વધુની રકમ ધંધાકિય હેતુસર ઉપાડનાર વહેપારી ઉપર ર ટકા ટીડીએસ લાગુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બે કરોડથી વધુની ટેક્ષની આવક ધરાવતા વહેપારી ઉપર વધુ ૩ ટકાનો ટેક્ષ અને પાંચ કરોડથી વધુની ટેક્ષેબલ આવક ધરાવતા વહેપારી પર ૭ ટકાનો ટેક્ષ લાદવામાં આવ્યો છે તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો થઈ રહયો છે.

આ પરિસ્થિતિ કેન્દ્ર સરકારે બજેટમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટરે રૂ.૧ ની એકસાઈઝ ડયુટી વધારવાની દરખાસ્ત કરવામાં આવી છે. તેમણે મધ્યમવર્ગ માટે ઘરનું ઘર લેવા ઈચ્છતા નાગરિકો માટે હાઉસીંગ લોનમાં ૪પ લાખ સુધીની લોન પર વ્યાજમાં રૂ.ર લાખથી વધુની રાહતો જાહેર કરી છે તેમણે જાહેરાત કરી હતી કે ટુંક સમયમાં જ રૂપિયા ૧,ર,પ, અને ૧૦ ના ચલણી સિક્કા બજારમાં આવી જશે જયારે રૂ.ર૦નો નવો ચલણી સિક્કો બજારમાં આવનાર છે. ઈલેકટ્રીક વાહનો માટે ટેક્ષમાં કેટલીક છુટછાટો આપવામાં આવી છે તેમણે જણાવ્યું હતું કે કરદાતાઓ ખૂબ જ ઈમાનદારીથી કર ભરી રહયા છે જેના પરિણામે પ્રત્યેક કરમાં ૭૮ ટકાનો વધારો થયો છે.

ટુંક સમયમાં જ રૂપિયા ૧,ર,પ, અને ૧૦ ના ચલણી સિક્કા બજારમાં આવી જશે

કેન્દ્રમાં એનડીએની પુનઃસત્તા આવતા જ કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારામને પાછલા પાંચ વર્ષની પ્રજાલક્ષી યોજનાઓને આગામી પાંચ વર્ષમાં ખૂબ જ ઝડપથી પૂર્ણ કરી નવી યોજનાઓ બનાવવા પર ભાર મુકયો છે મોદી સરકાર પાર્ટ-ર નું આજે પ્રથમ બજેટ રજુ કરતા નાણાંમંત્રીએ જણાવ્યું હતું કે ભારત દેશના નાગરિકોએ મોદી સરકાર પર પુનઃ વિશ્વાસ મુકતા હવે નવા ભારતની સ્થાપના કરવા તરફ આગળ વધી રહયા છીએ.

લોકસભાની ચુંટણીમાં ૬૬ ટકાથી વધુ મતદારોએ મતદાન કરી ઈતિહાસ રચ્યો છે અને અમને પુનઃ સત્તા અપાવી છે જનતાએ અમારી ઉપર વિશ્વાસ મુકયો છે તેને અમે સાર્થક કરી રહયા છીએ અને નાગરિકો પણ તેની અનુભવી કરી રહયા છે. પ્રથમ સત્તાકાળમાં જીએસટી સહિતના મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા અને આ વખતે પણ અમે સુધારા કરીશું ખાસ કરીને આર્થિક વિકાસ વધારવા પર અમે ધ્યાન કેન્દ્રિત કરી રહયા છીએ.
મજબુત લક્ષ, મજબુત નાગરિક એ અમારું સુત્ર છે.

ખાદ્ય સુરક્ષા ઉપર પણ અમે બમણો ખર્ચ કર્યો હતો અને આ વખતે પણ તેના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાશે દેશનું અર્થતંત્ર હાલ ર.૭ ટ્રિલીયન ડોલર સુધી પહોચ્યું છે અને ટુંક સમયમાં તેને પ ટ્રિલીયન ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ છે જેના પરિણામે વિશ્વભરમાં ભારતનું અર્થતંત્ર નંબર-૧ બની જશે.
નાણાંમંત્રી નિર્મલા સીતારમન આજે બજેટ સાથે સૌપ્રથમ કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં પહોંચી ગયા હતા અને ત્યાં બજેટ સર્વાનુમતે મંજુર કરાયા બાદ તેઓ સંસદ ભવન પહોંચ્યા હતાં સંસદમાં કાર્યવાહી શરૂ થતાં જ નિર્મલા સીતારમને બજેટ રજુ કર્યું હતું

તેમણે જણાવ્યું હતું કે પાછલા પાંચ વર્ષમાં ઉજ્જવલા યોજના સહિત અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે અને આગામી પાંચ વર્ષમાં હવે આ યોજનાઓને ૧૦૦ ટકા લક્ષ હાંસલ કરી નવી યોજનાઓ બનાવવામાં આવશે સૌ પ્રથમ દરેક ઘરને વીજળી મળે તે અમારું પ્રથમ લક્ષ છે.
આ ઉપરાંત ઉજ્જવલા યોજનાથી મહિલાઓને ધુમાડાઓથી છુટકારો મળ્યો છે સાથે સાથે મુદ્રા યોજનાથી લોકોની જીંદગી બદલાઈ ગઈ છે. ભારત દેશની ઔદ્યોગિક ક્ષેત્રે થયેલી પ્રગતિથી હવે રોજગારી આપતો દેશ બની ગયો છે જાકે હજુ પણ સ્થાનિક અને વિદેશી મૂડી રોકાણની આવશ્યકતા છે પાછલા વર્ષોમાં વિદેશી મૂડી રોકાણ ઘટયું છે પરંતુ હવે તે વધુ થાય અને તેના થકી રોજગારી વધે તેવા પ્રયાસો શરૂ કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે ભારત માલા યોજનાથી દેશના રસ્તાઓ બની રહયા છે જયારે સાગર માલા યોજનાથી બંદરોનો વિકાસ  થઈ રહયો છે દેશના નાગરિકોની સુખાકારી માટે તમામ પગલાંઓ ભરવામાં આવી રહયા છે ઉડાણ યોજનાથી હવે સામાન્ય નાગરિક પણ વિમાનમાં ફરતો થયો છે.
દેશમાં પેટ્રોલીયમ પેદાશની જગ્યાએ ઈલેકટ્રીકથી વાહનો ચાલે તે માટે કેન્દ્ર સરકાર નવી યોજનાઓ લાવી રહી છે. ખાસ કરીને ઈલેકટ્રોનીક વાહનો ખરીદનાર નાગરિકોને વિશેષ છુટ આપવાનુ નકકી કરાયું છે અને આ માટે ટુંક સમયમાં જ જાહેરાત કરવામાં આવશે ઈલેકટ્રીક વાહનોમાં બેટરી ચાર્જ માટે દેશભરમાં વ્યવÂસ્થત માળખુ બનાવવામાં આવશે જેના પરિણામે ઈલેકટ્રીક વાહનોનો ઉપયોગ કરનારાઓ મુશ્કેલીમાં મુકાશે નહી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર એશિયામાં સૌથી મોટી રેલવે લાઈન ભારતમાં છે રેલવેના વિકાસ માટે ભારત સરકાર ખૂબ જ ગંભીર છે અને હવે ભાગીદારીથી રેલવે તંત્રનો વિકાસ કરવામાં આવશે હાલમાં રેલવે તંત્રના વિકાસ માટે રૂ.પ૦ લાખ કરોડની જરૂરિયાત છે અને આ રકમ એકત્રિત કરી લેવામાં આવશે. ગેસ આધારિત ઉદ્યોગોના વિકાસ માટે પણ આયોજન કરવામાં આવી રહયું છે. ઉદ્યોગ ક્ષેત્રે તમામ ઉદ્યોગકારોને સહાય આપવાનું નકકી કરાયું છે અને આ માટે એક વ્યવÂસ્થત માળખુ ઘડી કાઢવામાં આવશે.

બજેટમાં તેમણે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે દેશભરમાં નાના દુકાનદારો માટે કેન્દ્ર સરકાર ખૂબ જ ગંભીર છે તેઓને આર્થિક લાભ મળે તે માટે સરકારે જુદા જુદા પાસાઓનો વિચાર કરી વાર્ષિક રૂપિયા ૧.પ૦ કરોડનું ટર્ન ઓવર ધરાવતા દુકાનદારો માટે પેન્શનની યોજના અમલમાં મુકવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.