Western Times News

Gujarati News

ધ્રાંગધ્રા દરવાજા પાસે આવેલ ભાઈઓ તથા બહેનોની જાહેર મુતરડી પાસે ગંદકી-ખોરાક અને મોતના મુખનો ત્રિવેણી સંગમ થતો જણાય રહ્યો છે

હળવદ શહેરના હાર્દસમા વિસ્તાર ધ્રાંગધ્રા દરવાજા પાસે આવેલ ભાઈઓ તથા બહેનોની જાહેર મુતરડી પાસે ગંદકી-ખોરાક અને મોતના મુખનો ત્રિવેણી સંગમ થતો જણાય રહ્યો છે.

હળવદ નગરપાલિકા દ્રારા જન સુવિધાર્થે બનાવવામા આવેલ ભાઈઓ તથા બહેનોની આ જાહેર મુતરડી જો કોઈપણ વ્યકતિ એ પ્રવેશ કરવો હોય તો પ્રથમ ગંદકીના ખડકાયેલા ગંજ પરથી પસાર થઈ,બંન્ને મુતરડીના પગથીયાઓ પર તેના પ્રવેશ દ્રાર સમા વિજ તંત્ર દ્રારા સ્વાગત કરાતા હોય તેવી ૪૪૦ વોલ્ટની ભયજનક સુચના દર્શાવતા બોક્સ પાસેથી અને ટ્રાંન્સફોરમર નીચેથી દરેક વ્યકતિ એ પસાર થઈને અંદર જવુ પડે,

જયારે ગંદકી અને જનઆરોગ્યના ગંભીર ખતરાની વાત કરીએ તો,આ મુતરડી એવા મુખ્ય માર્ગ પર છે કે જયાથી શહેર-તાલુકાના હજારો લોકો દરરોજ ત્યાંથી પસાર થતા હોય છે,જયા મુતરડીના પગથીયાથી લઈને અડધા રસ્તા સુધી આ કચરો-ગંદકી અહી ખડકાયેલી રહે છે.જયારે મુખ્પ ચિંતાનો વિષય ગણાવી શકાય તેવી બાબત જાણીએ તો આ અડધા રસ્તે પડેલા ઉકરડાથી આશરે વીસેક ફૂટ જેટલા જ દૂર રોટરી કલબ ઓફ હળવદ અને સાંદીપની સ્કુલના સંયુકત ઉપક્રમ એવો અન્નપૂર્ણા રથ દરરોજ અહી નિઃશુલ્ક ભૂખ્યાને ભોજન પહોચાડવા ઉભો રહે છે.

સમગ્ર વિશ્ર્વની સાથોસાથ જયારે સમગ્ર ભારત પણ કોરોના વાઈરસના ભયથી થરથર કાંપી રહયુ છે,દેશ અને રાજયની સરકારો દ્રારા જયારે સ્વચ્છતા અને આરોગ્યલક્ષી જન જાગૃતીના અભિયાનો ચલાવામા આવી રહ્યા છે,ત્યારે હળવદ વાસીઓ આ અંગે લાપરવાહ જણાય રહ્યા છે.

કારણ કે દરેક વાતમા ફકત તંત્રને જ દોષ આપી પોતાની મનમાની કરતા લોકો આ બાબતમા એટલાજ દોષીત છે.જયારે નગર પાલિકા તંત્ર દ્રારા સુકા-ભીના-પ્લાસ્ટીક વગેરે કચરાઓને અલગ-અલગ વાહનો,ટ્રેકટર દ્રરા ઉઘરાવી એકત્રિત કરવામા આવે છે તો આવી ગંદકી કેમ? તેવા સવાલો ઉઠવા પામ્યા છે,જો અમદાવાદ સહિતના ધણા શહેરોમા જાહેરમા થુંકવા પર પણ જો આકરો દંડ થતો હોય તો આવુ લાપરવાહી યુકત કૃત્ય આચરી જન આરોગ્ય સામે ગંભીર ખતરો પેદા કરનારા શખ્શો પર તંત્ર દ્રારા દંડાત્મક પગલા કેમ લેવામા નથી
આવતા એવુ શહેરમા ચર્ચાય રહ્યુ છે, તેમજ વિજ તંત્ર દ્રારા ભવિષ્યમા આ ટ્રાંન્સફોરમરોને કારણે કોઈ દુર્ધટના ધટે તે પેહલા યોગ્ય વ્યવસ્થા કરવામા આવે તેવી પણ આમ જનતામા માંગ ઉઠવા પામી છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.