Western Times News

Gujarati News

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત પ૩ કરોડ રૂપિયાની સહાય

એક સાથે ૩ લાખ ૭૦ હજાર લાભાર્થી માતા બહેનો ના પોસ્ટ ખાતામાં જમા થઈ

ભારત સરકાર ના નેશનલ સોશિયલ આસીસટન્સ પ્રોગ્રામ પોર્ટલ પરથી રાજ્યના ૩૩ જિલ્લાઓની લાભાર્થી માતા-બહેનોને હવે  પ્રતિમાસ ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફરથી પોસ્ટ ખાતામાં સહાય મળશે :મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરથી કાર્યારંભ કરાવ્યો :-

 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પારદર્શી પ્રશાસનની વધુ એક નવતર પહેલ રૂપે રાજ્યમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની લાભાર્થી બહેનોને આપવામાં આવતી માસિક સહાય સીધી જ લાભાર્થીના પોસ્ટ ખાતામાં જમા કરાવવાની ડી.બી.ટી કાર્યપદ્ધતિનો પ્રારંભ કરાવ્યો છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્ર સરકારના નેશનલ સોશિયલ આસીસટન્સ પ્રોગ્રામ પોર્ટલ સાથે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના જોડાણ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લાઓની કુલ ૩ લાખ ૭૦ હજાર લાભાર્થી માતા-બહેનોને એક સાથે માસિક પેન્શન સહાયના કુલ પ૩ કરોડ રૂપિયા તેમના પોસ્ટ ખાતામાં માત્ર એક જ કલીકથી જમા કરાવ્યા હતા.

આર્થિક સહાય યોજના’’ નામકરણ આપીને પોતાની સંવેદનશીલતાનો પરિચય કરાવ્યો છે.  તેમણે અગાઉની રૂ. ૧ હજારની માસિક સહાય મર્યાદામાં એપ્રિલ-ર૦૧૯થી વધારો કરીને રૂ. ૧રપ૦ની માસિક સહાય આપવાની શરૂઆત પણ કરાવી છે.

એટલું જ નહિ, અગાઉ આવી માતા-બહેનોને પુત્ર ર૧ વર્ષનો થાય એટલે સહાય આપવાનું બંધ કરવામાં આવતું હતું તે નિયમમાં પણ સંવેદનશીલતા દર્શાવી સુધારો કરાવ્યો છે અને હવે, આજીવન સહાય આપવામાં આવે છે.

મુખ્યમંત્રીશ્રીએ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની લાભાર્થી બહેનો-માતાઓને માસિક સહાયની રકમ દર મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ ચુકવાઇ જાય તે સુનિશ્ચિત કરવા પણ મહિલા બાળ વિકાસ વિભાગને સૂચનાઓ આપેલી છે .

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્યમાં વધુ નિરાધાર માતા-બહેનોને આર્થિક આધાર મળી રહે તે હેતુસર મુખ્યમંત્રીશ્રીએ અગાઉની વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ વિસ્તારમાં ૪૭ હજારને સ્થાને ૧ લાખ ર૦ હજાર અને શહેરી વિસ્તારમાં ૬૮ હજારને બદલે ૧ લાખ પ૦ હજાર કરવાનો ઉદાત્ત અભિગમ અપનાવેલો છે.

અગાઉ ૧.૬૪ લાખ જેટલી માતા-બહેનો આ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવતી હતી તેમાં હવે આ વાર્ષિક આવક મર્યાદા વૃદ્ધિને કારણે ૩.૭૦ લાખ બહેનો-માતાઓને યોજનાકીય લાભ મળતો થયો છે.

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં આ કાર્યારંભ કરાવ્યો તે અવસરે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મહિલા-બાળ કલ્યાણ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબહેન દવે, મહિલા બાળ કલ્યાણ સચિવ અને કમિશનર શ્રીમતી મનિષાચંન્દ્રા તથા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.