Western Times News

Gujarati News

લોકડાઉનનું કડક પાલન કરાવવા રાજય સરકારોને વડાપ્રધાનનો નિર્દેશ

નવી દિલ્હી: દેશભરમાં કોરોનાને લઈને લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે પરંતુ નાગરિકો તેનો કડકાઈપૂર્વક અમલ કરતા નથી તેમ વડાપ્રધાને ટ્‌વીટ કરીને જણાવ્યું છે તેમણે રાજય સરકારોને સ્પષ્ટ નિર્દેશ આપતા જણાવ્યું છે કે તેઓ “લોકડાઉન”નું જનતા પાસે કડક પાલન કરાવે વડાપ્રધાને નાગરિકોને અપીલ કરી છે કે લોકો સરકારના નિર્દેશોનું પાલન કરે અને રાજય સરકાર તેનો અમલ કરાવે વડાપ્રધાને જણાવ્યું છે કે લોકો પોતે પોતાના પરિવાને બચાવે ઘરમાં સુરક્ષિત રહીને સરકારને સહયોગ કરે.

રાજય સરકાર લોકડાઉનનું પાલન કરાવે તેવા સ્પષ્ટ નિર્દેશો આપી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં કેટલાક શહેરોમાં લોકો લોકડાઉનનો અમલ નહી કરતા હોવાનું ચિત્ર ઉપસતા વડાપ્રધાને આજે દિશા- નિર્દેશ આપ્યો છે.
દેશના ૭પ જિલ્લાઓમાં લોક ડાઉન જાહેર કર્યા બાદ તેનો કડક અમલ કરવા માટે સ્થાનિક પ્રશાસન તંત્રોને તાકિદ કરવામાં આવી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે જનતા કફર્યુ પાળવા બદલ દેશભરની જનતાનો આભાર માન્યો હતો પરંતુ આજ સવારથી જ લોકો લોકડાઉનનો ભંગ કરી ખુલ્લેઆમ ઘરની બહાર નીકળવા લાગતાં તેની ગંભીર નોંધ લેવામાં આવી છે.
ગુજરાતમાં ત્રીજા સ્ટેજમાં કોરોના પ્રવેશતા હવે તેના કેસોમાં વધારો થવાનો છે આ ઉપરાંત આ વાયરસનો ચેપ ફેલાઈ નહી તે માટે લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે

પરંતુ સવારથી જ લોકો ઘરની બહાર નીકળતા જ  પરિસ્થિતિ  ખૂબ જ ગંભીર બની ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારથી જ તમામ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કરી પરિÂસ્થતિની ગંભીરતાનો ખ્યાલ આપ્યો છે.
વડાપ્રધાનની અપીલ બાદ તમામ રાજયોમાં લોકડાઉન માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સાથે સાથે આજે બપોર બાદ તેનો કડક અમલ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનું કાર્યાલય દેશમાં સર્જાયેલી ગંભીર પરિÂસ્થતિ પર સતત નજર રાખી રહયું છે અને તમામ રાજયોના મુખ્યમંત્રી સાથે સતત સંપર્કમાં રહી ચિતાર મેળવી રહયું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.