Western Times News

Gujarati News

જનધન યોજનાનાં મહિલા ખાતેદારોનાં ખાતાંમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ એપ્રિલ 2020ના મહિના માટે સીધી રોકડ ટ્રાન્સફર કરવામાં આવી

પ્રતિકાત્મક

ખાતેદારો બ્રાન્ચ, બીસી અને એટીએમમાંથી ક્રમ અનુસાર પૈસા ઉપાડી શકશે

નવી દિલ્હી,  ગ્રામ વિકાસ મંત્રાલય મહિલા દીઠ રૂ. 500ની ઉચક રકમ પ્રધાનમંત્રી જનધન યોજના (પીએમજેડી વાય) ના ખાતેદારોનાં ખાતાં (બેંકોએ આવાં ખાતાં અંગે આપેલી માહિતીને આધારે )માં જમા કરવામાં આવી રહી છે. આ રકમ તા. 2 એપ્રિલ, 2020ના રોજ વ્યક્તિગત બેંકોના નિર્ધારિત ખાતાંમાં જમા કરવામાં આવી છે.

નાણાંમંત્રીએ તા. 26.3.2020ના રોજ કરેલી જાહેરાતના અનુસંધાને મહિલા દીઠ રૂ. 500ની રકમ રહેમ રાહે પ્રધાનમંત્રી જનધન યોજનાના ખાતેદારોનાં ખાતાંમા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ આગામી 3 માસ સુધી જમા કરવામાં આવશે.

સામાજિક અંતર જળવાઇ રહે તે માટે લાભાર્થીઓ આ નાણાં ક્રમ પ્રમાણે ઉપાડે તેના માટે નાણાંકીય સેવા વિભાગે (ડીએફએસ) બેંકોની શાખાઓ, બીસી અને એટીએમ ખાતે નાણાં ઉપાડવા માટે ખાતેદારોનુ આગમન અને ઉપાડ એક પછી એક થાય તેવો નિર્દેશ આપ્યો છે. લાભાર્થીના ખાતા નંબરના છેલ્લા આંકને આધારે ચૂકવણીનો ક્રમ નીચે મુજબ રહેશે:

તા. 09.04.2020 પછી ખાતેદારો બેંકની શાખા અથવા બીસીમાં બેંકના સામાન્ય કલાકો દરમિયાન કોઈ પણ સમયે જઈ શકશે. બેંકો આ મુજબ લાભાર્થીઓનાં ખાતાંમાં તબક્કાવાર રકમ જમા કરશે. બેંકોને સલાહ આપવામાં આવી છે કે તે નીચે દર્શાવેલા લખાણનો એસએમએસ કરીને ખાતેદારોને ઉપર દર્શાવેલા વિગતની જાણ કરે.

“અમે તમારી સંભાળ સઈએ છીએ. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ એપ્રિલ 2020ના મહિના માટે રૂ. 500ની રકમ મહિલા જન ધન યોજનાના લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવી છે. અગવડ પડે નહિ તે માટે કૃપ કરી તમારી બેંકની શાખા/બેંક મિત્રનો આવતી કાલે તા. …….. ના રોજ સંપર્ક કરો. સલામત રહો, તંદુરસ્ત રહો !”

ઉપર દર્શાવ્યા મુજબ એસએમએસ સંદેશો મોકલવા ઉપરાંત સ્થાનિક પ્રસિદ્ધિ (સ્થાનિક ચેનલો/પ્રીન્ટ મિડીયા/કેબલ ઓપરેટરો/સ્થાનિક રેડીયો/અન્ય ચેનલો) નો ઉપયોગ કરીને જણાવી શકાશે કે ખાતામાં જમા કરાવેલી રકમ જ્યારે જરૂર પડે ત્યારે ઉપાડવા માટે ઉપલબ્ધ છે અને જો લાભાર્થી ઈચ્છે તો તુરત જ નાણાં ઉપાડી શકે છે. લાભાર્થી મહિલા ઉપર દર્શાવેલા કાર્યક્રમ મુજબ બેંકની શાખા અથવા તો બીસીનો ઉપયોગ કરી શકે છે. એ બાબત ભારપૂર્વક જણાવામાં આવે છે કે આ કાર્યક્રમ મુજબ એક પછી એક ઉપાડ થાય અને સામાજિક અંતર જળવાઈ રહે તે માટે નક્કી કરવામાં આવ્યો છે.

આ સંદર્ભમાં સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી (એસએલબીસી)ના કન્વીનરોને રાજય સરકારોનો તુરત જ સંપર્ક કરવા માટે, એક પછી એક ઉપાડના કાર્યક્રમની જાણ કરવા માટે તથા શાખાઓ અને બીસી કિઓસ્ક અને એટીએમ પર યોગ્ય સુરક્ષા વ્યવસ્થાનો સહયોગ પૂરો પાડવા વિનંતી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારોએ પણ વિનંતી કરવામાં આવે છે કે લાભાર્થીઓને બેંકો એક પછી એક ચૂકવણીની વ્યવસ્થા જાળવી શકે તે માટે જિલ્લા વહિવટી તંત્ર અને પોલિસ તંત્રને સહયોગ આપવા યોગ્ય સૂચનાઓ આપવામાં આવે.

જાહેર ક્ષેત્રની અને ખાનગી ક્ષેત્રની તમામ બેંકોના વડાઓને પણ બ્રાન્ચ અધિકારીઓ તથા બિઝનેસ કોરસપોન્ડન્ટને યોગ્ય સૂચનાઓ જારી કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.