Western Times News

Gujarati News

‘Stranded in India – ભારતમાં નિરાધાર’ પોર્ટલ દેશના જુદા-જુદા ભાગોમાં જરૂરિયાતમંદ વિદેશી પર્યટકોને સહાયતા કરી રહ્યું છે

પર્યટન મંત્રાલય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી તમામ આરોગ્યને લગતી અને અન્ય સૂચનાઓ નિયમિતપણે પર્યટકો અને સંલગ્ન ઉદ્યોગોને મળતી રહે તેની ખાતરી કરી રહ્યું છે

નવી દિલ્હી,  પર્યટન મંત્રાલય એ બાબતની ખાતરી કરવામાં સક્રિયપણે સંકળાયેલ છે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પર્યટકો, હોટેલ અને અન્ય હિતધારકો દ્વારા લેવા માટેના જુદા-જુદા પગલાઓ અને પર્યટકો માટેના અને સાથે સાથે ઔદ્યોગિક સંસ્થાનોના સ્ટાફ માટેના સુરક્ષાત્મક પગલાઓને લગતી સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ જે જાહેર કરવામાં આવે છે તે હોટેલવાળાઓ અને અન્ય લોકો સુધી બહોળા પ્રમાણમાં પહોંચે.

આ સૂચનાઓ અને માર્ગદર્શિકાઓનો પ્રસાર જુદી-જુદી ભારતીય પર્યટન કચેરીઓમાં પણ તેમના સંલગ્ન પ્રદેશોમાં સંકલન અને સક્રિય દેખરેખ રાખવા માટે કરવામાં આવી રહ્યો છે. કોવિડ-19ના કેન્દ્રસ્થાન સમાન હતા તેવા દેશોના પર્યટકોની યાદી પ્રાદેશિકકચેરીઓને પહોંચાડવામાં આવી રહી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં એડવાઇઝરી અનુસાર કોવિડ-19ના પગલે શંકાસ્પદ વ્યક્તિઓને અલગ તારવવા અને તેમને એકાંતમાં રાખવા માટે આ કચેરીઓને આવા પર્યટકોના સ્થળાંતરની તપાસ રાખવા અને તેને ચકાસતા રહેવાનું તેમજ હોટેલો દ્વારા સુરક્ષાત્મક પગલાઓ લેવાનું જણાવવામાં આવ્યું છે.

આ સંદર્ભમાં પર્યટન મંત્રાલય તમામ રાજ્ય પર્યટન વિભાગો અને રાજ્ય વહીવટીતંત્ર સાથે સક્રિયપણે સંપર્કમાં છે.

આ દરમિયાન ‘Stranded in India– ભારતમાં નિરાધાર’ પોર્ટલ વિદેશી પર્યટકોને તેમના દેશમાં સુરક્ષિતપણે મુસાફરી કરવા સહાયતા કરવા માટે સફળતાપૂર્વક કાર્ય કરી રહ્યું છે. કેટલાક ઉદાહરણો બતાવે છે કે કઈ રીતે આ મંચ બહુસંસ્થાકીય સંકલન સાધી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં ફસાયેલા અમેરિકાના નાગરિકો માટે વિહિકલ પાસ બનાવવામાં આવ્યા છે. ગુજરાત પર્યટન અને પર્યટન મંત્રાલય, પશ્ચિમ ભાગ પ્રાદેશિક કચેરી એઆંતરિક મુસાફરી અને ઘરે પાછા ઉડાન ભરવા માટેઅમેરિકાના રાજદૂત સાથે સંકલન સાધી રહ્યા છે.

એક અમેરિકન નાગરિક કે જે બિહારમાં ફસાઈ ગયેલ હતી તેણીને દિલ્હી સુધી મુસાફરી કરવા માટે અને તેની આગળની ફ્લાઈટ લેવા માટે મદદ કરવામાં આવી છે. ત્રણ ઓસ્ટ્રેલિયન જૂથો સિલીગુડી અને કોલકાતામાં ફસાઈ ગયા હતા તેમણે ભારતમાં નિરાધાર પોર્ટલ ઉપર બહાર નીકળવા માટેની વિનંતી કરી હતી. ભારતીય પર્યટનની કોલકાતા કચેરીએ તાત્કાલિક કામ હાથમાં લીધું અને તેમને દિલ્હીમાં તેમના હાઈ કમીશન સાથે જોડી આપ્યા અને તેમને પોતાના ઘરેપાછા ફરવા માટેનો સુરક્ષિત માર્ગ કરી આપવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.