Western Times News

Gujarati News

વિરપુર તાલુકાની ૩૮ વ્યાજબી ભાવની દુકાન પર ૩૭૩૮ કાર્ડધારકોને વિનામુલ્યે અનાજ આપવામાં આવ્યું

 વિપુલ જોષી વિરપુર,  લોકડાઉના પગલે મધ્યમ વર્ગના લોકોને અનાજની પડતી હાલાકીને લઈને રાજ્ય સરકાર દ્વારા NON -NFSA APL-1 રેશનકાર્ડ ધારકોને અનાજ આપવાની કવાયત હાથ ધરવામાં આવી છે વિરપુર તાલુકામાં સોમવારના રોજથી વિરપુર તાલુકાની ૩૮ જેટલી વિવિધ સસ્તા અનાજની દુકાનો પર કાર્ડધારકોને અનાજનુ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાંથી મોટાભાગની સસ્તા અનાજની દુકાનો પર સોશ્યીયલ ડીસ્ટન્સની તકેદારી રાખી અનાજનુ વિતરણ કરવામાં આવ્યું હતું

વિરપુર તાલુકામાં સસ્તા અનાજની દુકાન ૩૮ જેટલી છે જેમાં NON -NFSA APL-1 કાર્ડધારકો ૩૭૩૮ છે જેઓની જનસંખ્યા ૧૫૦૦૯ લાભાર્થીઓને અનાજનુ વિતરણ કરવામાં આવશે અત્યારસુધીમાં સસ્તા અનાજની દુકાન પરથી કોઈ પણ જાતનો ઉહાપોહ કે અનાજ ઓછું અપાયું હોય તેવી બુમો આવી નથી શાંતીપૂર્ણ માહોલ વચ્ચે ડીસ્ટન્શ રાખી અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે

વિરપુર તાલુકાની ૩૮ જેટલી સસ્તા અનાજની દુકાન પર વિરપુર મામલતદાર હેમાશુ સોલંકી તેમજ વિરપુર પીએસઆઇ કલાસવા સહીતના કર્મચારીઓની ઉપસ્થિતિમાં અનાજનુ વિતરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સતત સરકારી અનાજની દુકાનો પર રૂબરૂ મુલાકાત કરી ચકાસણી કરવામાં આવી હતી દુકાનો પર ભીડ એકત્રિત ના થાય આને સોસ્યલ ડીસ્ટન્શ જળવાઈ રહે તે ભાગ રૂપે વિરપુર તંત્ર દ્વારા સતત દુકાનો પર નજર રાખી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.