Western Times News

Gujarati News

લૉકડાઉન દરમિયાન ઓલ ઇન્ડિયા એગ્રિ ટ્રાન્સપોર્ટ કોલ સેન્ટર શરૂ થયું

 કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગની પહેલો

પીએમએફબીવાય અંતર્ગત રૂ. 2424 કરોડનાં મૂલ્યનાં દાવાની વહેંચણી 12 રાજ્યોમાં ખેડૂતો વચ્ચે થઈ; કેસીસી સોલ્યુશન અભિયાન હેઠળ રૂ. 17,800 કરોડની લોનની રકમ માટે 18.26 લાખ અરજીઓ મંજૂરી આપી

નવી દિલ્હી, એપ્રિલ 15, 2020,  ભારત સરકારનાં કૃષિ, સહકારી અને ખેડૂત કલ્યાણ વિભાગે લૉકડાઉનનાં સમયગાળા દરમિયાન ફિલ્ડ સ્તર પર ખેડૂતો અને કૃષિલક્ષી પ્રવૃત્તિઓને સુવિધા આપવા કેટલાંક પગલાં લીધા છે.

નીચે તેની તાજેતરની જાણકારી આપી છેઃ

1. વાવેતર અને લણણીની સિઝનને ધ્યાનમાં રાખીને કૃષિલક્ષી કામગીરી માટે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી મુક્તિ નીચે મુજબ છેઃ

i. એમએસપી કામગીરી સહિત કૃષિ ઉત્પાદનોની ખરીદીમાં સંકળાયેલી સંસ્થાઓ;

ii. ખેતરમાં ખેડૂતો અને ખેત કામદારો દ્વારા ખેતીની કામગીરીઓ;

iii. ‘મંડીઓ’નું સંચાલન કૃષિ ઉત્પાદન બજાર સમિતિ દ્વારા થાય છે અથવા રાજ્ય સરકારેની અધિસૂચના દ્વારા;

iv. ‘મંડીઓ’ જેમાં રાજ્ય સરકાર/કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટીતંત્ર દ્વારા સીધા વેચાણની સુવિધા, ખેડૂતો/ખેડૂત જૂથો દ્વારા સીધા વેચાણની સુવિધા સામેલ છે. એફપીઓ, સહકારી મંડળીઓ વગેરે

v. બિયારણો, ખાતરો અને જંતુનાશકો માટેની દુકાનો;

vi. બિયારણો, ખાતરો અને જંતુનાશકોના ઉત્પાદન અને પેકેજિંગ એકમો;

vii. કૃષિ મશીનરી સાથે સંબંધિત કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ (સીએચસી);

viii. સંયુક્ત હાર્વેસ્ટર અને અન્ય કૃષિ/બાગાયતી ઇમ્પ્લીમેન્ટ જેવા વાવણી અને લણણી સાથે સંબંધિત મશીનોની રાજ્યની અંદર અને આંતર-રાજ્ય હેરફેર

ix. કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસિંગ સેવાઓ;

x. ખાદ્ય ચીજવસ્તુઓ માટે પેકેજિંગ સામગ્રીના ઉત્પાદન એકમો;

xi. આવશ્યક ચીજવસ્તુઓ માટેનું પરિવહન;

xii. કૃષિલક્ષી મશીનરી, એના સ્પેરપાર્ટ્સ (એના સપ્લાય ચેન સહિત) અને રિપેર્સ સહિતની દુકાનો

xiii. ચાનો ઉદ્યોગ, જેમાં 50 ટકા કામદારોના મહત્તમ સાથે વાવેતર સામેલ છે.

2. રાજ્ય કક્ષા (કૃષિ) મંત્રી સાથે કૃષિ મંત્રીએ આજે ઓલ ઇન્ડિયા એગ્રિ ટ્રાન્સપોર્ટ કોલ સેન્ટર શરૂ કર્યું હતું. આ કોલ સેન્ટર શાકભાજી અને ફળફળાદિ જેવી ઝડપથી બગડી જાય એવી ચીજવસ્તુઓ, બિયારણો, જંતુનાશકો અને ખાતરો વગેરે જેવી આંતરિક ચીજવસ્તુઓ માટે આંતરરાજ્ય અવરજવર માટે રાજ્યો વચ્ચે સંકલન સ્થાપિત કરવા કોલ સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યું છે. કોલ સેન્ટરના નંબરો 18001804200 અને and 4488 છે. આ નંબરો પર કોઈ પણ મોબાઇલ કે લેન્ડલાઇન ફોન પરથી કોલ કરી શકાશે.

ટ્રક ડ્રાઇવરો, વેપારીઓ, રિટેલર્સ, ટ્રાન્સપોર્ટર્સ અથવા અન્ય કોઈ પણ હિતધારકો, જેઓ ઉપરોક્ત ચીજવસ્તુઓની આંતરરાજ્ય અવરજવરમાં સમસ્યાનો સામનો કરે છે, તેઓ કોલ સેન્ટર પર કોલ કરીને મદદ માંગી શકે છે. કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ્સ સમસ્યાના મસાધાન માટે રાજ્ય સરકારનાં અધિકારીઓને જરૂરી મદદ સાથે વાહન અને કન્સાઇન્મેન્ટની વિગતો મોકલશે.

3. 24.3.2020થી લૉકડાઉન દરમિયાન પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન) યોજના અંતર્ગત આશરે 8.46 કરોડ ખેડૂતોને લાભ થયો છે અને અત્યાર સુધી આશરે રૂ. 16,927 કરોડની ફાળવણી થઈ છે.

4. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (પીએમ-જીકેવાય) અંતર્ગત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ડિલિવરી માટે આશરે 5516 એમટી કઠોળ મોકલવામાં આવ્યું છે.

5. રેલવેએ આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવા 236 પાર્સલ સ્પેશ્યલ ટ્રેનો 67 રુટ પર શરૂ કરી છે (જેમાંથી 171 ટાઇમ ટેબલ પાર્સલ ટ્રેનો છે), જેમાં ઝડપથી બગડી જાય એવા બાગાયતી ઉત્પાદન, કૃષિની આંતરિક ચીજવસ્તુઓ જેમ બિયારણ, ખાતર અને જંતુનાશક, દૂધ અને ડેરી ઉત્પાદનો સામેલ છે, જે દેશભરમાં સપ્લાય ચેઇનની સાતત્યતા જાળવી રાખવા માટે ખેડૂતો/ FPOs/વેપારીઓ અને કંપનીઓને સુવિધા આપશે. રેલવેએ દેશનાં મોટાં શહેરો વચ્ચે અને રાજ્યનાં તમામ ભાગોમાંથી હેડક્વાર્ટર સુધી નિયમિત જોડાણ સ્થાપિત કર્યું છે. રેલવે બોર્ડ, એમઓએફપીઆઈ અને રાજ્યો સાથે 11.4.2020નાં રોજ એક વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી.

6. એનએચબીએ માન્યતાપ્રાપ્ત નર્સોના સ્ટાર રેટિંગ સર્ટિફિકેશનની વેલિડિટીને 30 સપ્ટેમ્બર, 2020 સુધી લંબાવી છે, જેથી ખેડૂતોને ગુણવત્તાયુક્ત વાવેતર સામગ્રી ઉપલબ્ધ થાય એવું સુનિશ્ચિત થાય.

7. યાયાવર મધમાખી ઉછેરની સુવિધા વિનંતી કરાયેલા રાજ્ય દ્વારા થઈ હતી, જે રાજ્યની અંદર અને રાજ્યો વચ્ચે અવરજવરની સુવિધા આપે છે.

8. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (પીએમએફબીવાય) અંતર્ગત રૂ. 2424 કરોડનાં વીમાના દાવાની વહેંચણી દેશમાં 12 રાજ્યોમાં લાભાર્થીઓ ખેડૂતોને થઈ છે.

9. કેસીસી ખાતામાં એગ્રી-ગોલ્ડ લોન અને અન્ય એગ્રિ એકાઉન્ટના રૂપાંતરણ માટે બાકી નીકળતી તારીખ 31.03.2020 હતી. કોવિડ-19 રોગચાળાને કારણે ઊભી થયેલી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આ તારીખ લંબાવીને 31.05.2020 કરવામાં આવી છે, જેમાં આ પ્રકારનાં ખાતા સામે ઇન્ટરેસ્ટ સબવેન્શન (આઇએસ)નું અને પ્રોમ્પ્ટ રિપેમેન્ટ ઇન્સેન્ટિવ (પીઆરઆઈ) બેનિફિટનું અનુરૂપ વિસ્તરણ 31.05.2020 સુધી કરવામાં આવ્યું છે.

10. બેંકોએ વાર્ષિક 7 ટકાનાં વ્યાજ દર પર ખેડૂત દીઠ આપેલી રૂ. 3 લાખ સુધીની ટૂંકા ગાળાની પાક લોન માટે 31.05.2020 સુધી અથવા વાસ્તવિક પુનઃચુકવણીની તારીખ – એ બેમાંથી જે કોઈ વહેલી હોય એ તારીખ લોનની પુનઃચુકવણીનાં લંબાવેલા ગાળા માટે બેંકોને 2 ટકા ઇન્ટરેસ્ટ સબવેન્શન (આઇએસ) અને ખેડૂતોને 3 ટકા પ્રોમ્પ્ટ રિપેમેન્ટ ઇન્સેન્ટિવ (પીઆરઆઈ) પ્રદાન કરવાનો નિર્ણય લેવાયો છે (30.03.2020નાં રોજ), જે 1 માર્ચ, 2020 અને 31 મે, 2020 વચ્ચે બાકી છે કે બાકી રહેશે.

11. DAC&FWએ નાણાકીય સેવા વિભાગ સાથે જોડાણમાં કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) સેચ્યુરેશન ડ્રાઇવ શરૂ કરી છે, જેનો આશય પીએમ-કિસાનના તમામ લાભાર્થીઓને આવરી લેવાનો છે. અત્યાર સુધી 83 લાખ અરજદારોને મંજૂરી મળી છે, જેમાંથી 18.26 લાખ અરજીઓમાં રૂ. 17,800 કરોડની લોનને મંજૂરી આપવામાં આવી છે.

12. રવિ સિઝન 2020 દરમિયાન NAFEDએ 1,24,125 MT કઠોળ અને તેલીબિયાનું ઉત્પાદન કર્યું છે, જેનું કુલ મૂલ્ય રૂ. 606.52 કરોડ છે. એનો લાભ 91,710 ખેડૂતોને મળ્યો છે.

13. લોજિસ્ટિક્સ એગ્રીગેટરના ઉબેરાઇઝેશનનાં મોડ્યુલને તાજેતરમાં e-NAM પ્લેટફોર્મ પર લોંચ કરવામાં આવ્યું છે. આ મોડ્યુલ સાથે 7.76 લાખથી વધારે ટ્રક અને 1.92 લાખ ટ્રાન્સપોર્ટર્સને જોડાવામાં આવ્યાં છે.

14. APEDAએ ઘણા પ્રયાસો કર્યા છે અને પરિવહન, કર્ફ્યૂ પાસ, પેકેજિંગ યુનિટ સાથે સંબંધિત ઘણી સમસ્યાઓનું સમાધાન કર્યું છે. ચોખા, સિંગદાણા, પ્રોસેસ્ડ ફૂડ, માંસ, પોલ્ટ્રી, ડેરી અને સજીવ ઉત્પાદનો એટલે તમામ મુખ્ય ઉત્પાદનોની નિકાસ શરૂ થઈ છે.

15. ભારત એની પોતાની માગથી વધારે પ્રમાણમાં ઘઉનો સારો પાક ધરાવે છે. G2G વ્યવસ્થા અંતર્ગત દેશોમાંથી ચોક્કસ માગ પર NAFEDએ અફઘાનિસ્તાનમાં 50,000 એમટીની અને લેબનોનમાં 40,000 એમટીની નિકાસ થઈ છે.

16. અનુકૂળ અભિગમ અપનાવવામાં આવ્યોઃ ફાઇટો સેનિટરી પ્રમાણપત્રોની ડિજિટલ નકલો સ્વીકારવામાં આવી છે, જેમાં આયાતકાર પાસેથી એ ખાતરી લેવામાં આવી છે કે, જ્યારે ઓરિજિનલ પ્રમાણપત્ર આવશે, ત્યારે તેઓ સબમિટ કરશે. આ જ પ્રકારની પ્રક્રિયાને નિકાસકારો માટે અપનાવવામાં આવી છે અને આ માટે એસઓપી ઇશ્યૂ થયા છે.

17. નિકાસ માટે કુલ 9,759 ફાઇટો સેનિટરી સર્ટિફિકેટ ઇશ્યૂ થયા હતા અને 2,728 કન્સાઇન્મેન્ટ આયાત માટે મોકલવામાં આવ્યાં હતાં.

18. કોવિડ-19 સ્થિતિને કારણે પેક હાઉસ, ચોખાની મિલો, પ્રોસેસિંગ એકમો, સારવારની સુવિધાઓ, ફ્યુમિગેશન એજન્સીઓ, પીઇક્યુ સુવિધાઓ વગેરેનાં વેલિડ સમયગાળાને વધારવામાં આવ્યો છે, જેની વેલિડિટી લૉકડાઉન ગાળામાં પૂર્ણ થઈ રહી છે.

19. ઉપરાંત જંતુનાશકોની આયાત માટે 33 આયાત મંજૂરીઓ, જંતુનાશકોની નિકાસ માટે 309 પ્રમાણપત્રો અને જંતુનાશકોનાં સ્વદેશી ઉત્પાદકોને સુવિધા આપવા 1,324 પ્રમાણપત્રો ઇશ્યૂ કરવામાં આવ્યાં હતાં.

20. અખિલ ભારતીય સ્તરે બીજની જરૂરિયાત અને ખરીફ-2020ની ઉપલબ્ધતા વિશે વિવિધ હિતધારકોને જણાવવામાં આવ્યું છે, આ સમયગાળા દરમિયાન ખરીફ-2020ની બ્રીડર સીડની ફાળવણી અને ખરીફ-2021ના બ્રીડર સીડ ઇન્ડેન્ટને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. આ લૉકડાઉનનાં ગાળા દરમિયાન અનાજ, બચછટ અનાજ, કઠોળ વગેરેનાં 2.70 લાખ ક્વિન્ટલ બીજ રવાના કરવામાં આવ્યાં હતાં અને કપાસનાં બીજના 42.50 લાખ પેકેટને ઉત્તર ભારતમાં, ખાસ કરીને હરિયાણા અને પંજાબમાં મોકલવામાં આવ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.