Western Times News

Gujarati News

“આરોગ્ય સેતુ” નામની મોબાઈલ એપ્લિકેશનને પૂરક બનશે

COVID-19 ફાટી નીકળતાં ક્ષેત્ર-વિશિષ્ટ વ્યૂહરચના ઘડવા અને નિર્ણયો લેવામાં મદદરૂપ થવા માટે એકીકૃત ભૌગોલિક મંચ

નવી દિલ્હી, એપ્રિલ 15, 2020,  ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી)એ પ્રવર્તમાન કોવિડ-19ની મહામારી ફાટી નીકળવાને પગલે નિર્ણય લેવામાં મદદગાર થવા તેમજ રિકવરીના તબક્કામાં ચોક્કસ-વિસ્તાર માટેની વ્યૂરચનાના આયોજન દ્વારા સામાજિક-આર્થિક અસરના સંચાલનમાં સહાયક બનવા ઉપલબ્ધ ભૌગોલિક ડેટા સેટ્સ, ધોરણો – આધારિત સેવાઓ અને વિશ્લેષણનાં સાધનોમાંથી ઈન્ટીગ્રેટેડ જિયોસ્પેટિયલ પ્લેટફોર્મ – એકીકૃત ભૌગોલિક મંચ તૈયાર કર્યો છે.

આ મંચ શરૂઆતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની જાહેર સ્વાસ્થ્ય પ્રદાન કરવાની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે તેમજ તે પછી સ્વાસ્થ્ય, સામાજિક – આર્થિક આપત્તિઓ તેમજ આજીવિકા સંબંધિત પડકારોનો સામનો કરી રહેલા નાગરિકો અને એજન્સીઓને આવશ્યક ભૌગોલિક માહિતીની સહાય આપશે તેવી ધારણા છે.

સહયોગ નામની આ મોબાઈલ એપ્લિકેશન તેમજ વેબ પોર્ટલ (https://indiamaps.gov.in/soiapp/) સર્વે ઓફ ઈન્ડિયા (એસઓઆઈ) દ્વારા તૈયાર કરાયું છે અને સંચાલિત કરાય છે, જેને ભારત સરકાર દ્વારા રોગચાળાને લગતી પ્રતિક્રિયા પ્રવૃત્તિઓને વધારવા માટે સમુદાયના જોડાણ દ્વારા COVID-19 ના વિશિષ્ટ ભૌગોલિક ડેટાસેટ્સ એકત્રિત કરવા માટે કસ્ટમાઇઝ્ડ કરાયાં છે. ભારત સરરકારની વ્યૂહરચના મુજબ આવશ્યક માહિતી પરિમાણો અને મહામારી મોટા પાયે ફાટી નીકળે તો તેના વ્યવસ્થાપન માટેની યોજનાને સહયોગ એપ્લિકેશનમાં સામેલ કરાયાં છે.

આ મોબાઈલ એપ્લિકેશન, ભારત સરકાર દ્વારા સંપર્કના ટ્રેસિંગ, જાહેર જાગૃતિ અને સ્વ-આકારણીના હેતુઓ માટે શરૂ કરાયેલી મોબાઈલ એપ્લિકેશન “આરોગ્ય-સેતુ”ને પૂરક બનશે. મધ્યપ્રદેશ, ઓડિશા, પંજાબ અને જમ્મુ અને કાશ્મીરમાં સ્ટેટ સ્પેટિયલ ડેટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર (એસએસડીઆઈ) જે તે રાજ્યોનાં રાજ્ય અને જિલ્લા કક્ષાએ વહીવટીતંત્રને કોવિડ-19 મહામારી સામેની લડાઈ માટેનાં સંબંધિત સ્વાસ્થ્ય ડેટા સેટ્સ સાથે સંકલન માટે સ્ટેટ જિયોપોર્ટલ્સ દ્વારા કોલેટરલ ધોરણો – આધારિત ભૌગોલિક ડેટા સેવાઓ પ્રદાન કરે છે.

આ એકીકૃત ભૌગોલિક મંચ કોવિડ-19ના પ્રસરણને કારણે રાષ્ટ્રની સ્વાસ્થ્ય કટોકટીના વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવશે અને ભૌગોલિક ડેટા, માહિતી અને માનવ, તબીબી, ટેકનોલોજીને લગતા, માળખાકીય તેમજ કુદરતી સંસાધનો વચ્ચેની કડી પૂરી પાડીને સામાજિક-આર્થિક રિકવરીની પ્રક્રિયાને સહાયરૂપ બનશે.

“ભૌગોલિક ડેટા સાથે વસ્તી વિષયક માહિતીનું સંકલન, નિર્ણય લેવા માટે, શાસન માટે તેમજ વિકાસ માટે આવશ્યક છે. કોવિડ-19ના પ્રસરણ સંદર્ભે આ પ્રયાસ આરોગ્ય સેતુ જેવા પ્લેટફોર્મ માટે વિશિષ્ટ ડિજિટલ ક્ષમતા આપનારો બનશે”, તેમ ડીએસટીના સચિવ પ્રોફેસર આશુતોષ શર્માએ જણાવ્યું હતું.
ભૌગોલિક માહિતીના એકીકરણ માટે ડીએસટીના પ્રયાસોથી દેશને મહામારીને કારણે આવેલાં બહુસ્તરીય સંકટોનો સામનો કરવા ઝડપી ભૌગોલિક માહિતી – આધારિત નિર્ણયો લેવામાં અને આવા નિર્ણયોની અસર દેશભરમાં લાવવા અને ફેલાવવામાં સહાયરૂપ બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.