Western Times News

Gujarati News

કોરોના વાયરસ સંક્રમણ નિયંત્રણ માટે સાબરકાંઠા જિલ્લા વહિવટી તંત્ર કટીબદ્ધ

આરોગ્ય વિભાગની વિવિધ ૧૪૪ ટીમ દ્વારા તા.૨૦ એપ્રિલથી કન્ટેનટમેન્ટ ઝેાનના ૭૭૬૯૦ લોકોનો કોમ્યુનિટી સરવે હાથ ધરાયો- જિલ્લામાં COVID-19ના એક સહિત અત્યાર સુધીમાં ૨૬૫ ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા, જેમાં બે કેસ પોઝીટીવ આવ્યા, ૪૫ સેમ્પલનો રીપોર્ટ પેન્ડીગ

સાબરકાંઠા જિલ્લામાં COVID-19ના બે પોઝીટીવ કેસ સામે આવતાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે. જિલ્લામાં બીજો પોઝીટીવ કેસ હિંમતનગર હોસ્પિટલમાં નોંધાતા જિલ્લા કલેક્ટરશ્રી સી.જે.પટેલ દ્વારા જિલ્લાની સરહદો સીલ કરી દેવા હુકમ કરવામાં આવ્યો છે. જિલ્લામાં માસ્ક પહેરવુ ફરજીયાત બનાવાયુ છે.
હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લાના બીજો COVID-19 પોઝીટીવ વ્યક્તિ અને તેમના સંપર્કમાં આવેલા અન્ય ૮૮ વ્યક્તિઓને સરકારી કવોરન્ટાઇન કરવામાં આવ્યા હતા.

જયારે દર્દીના સંપર્કમાં આવેલા ૨૨૮ લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ દર્દી સારવાર માટે આવિષ્કાર હોસ્પીટલમાં દાખલ થયા હોવાથી હોસ્પીટલમાંનો સ્ટાફ તથા પરીવારોને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાં આરોગ્ય વિભાગે સતર્કતા દાખવી દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને શોધવા હાઉસ ટુ હાઉસની કામગીરીને વધુ સઘન બનાવવામાં આવી છે. પ્રાંતિજ તાલુકાના મોયદ માઢા ગામ તેમજ આસપાસ વિસ્તારને કન્ટેનટમેનટ ઝોન જાહેર કરી આરોગ્ય વિભાગની ૧૪૪ ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સરવે હાથ ધરવામાં આવ્યો.

જેમાં જિલ્લામાં કોરોના વાયરસના નિદાન માટે અત્યાર સુધીમાં કુલ ૨૬૫ ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ૨૧૮ લોકોનો રીપોર્ટ નેગટીવ આવ્યા છે જે પૈકી માત્ર ૪૫ લોકોના રીપોર્ટ પેન્ડીંગ છે.  આરોગ્ય વિભાગના પેરા મેડિકલ અને નોન પેરામેડિકલ સ્ટાફની ટીમ દ્વારા ટેકો પ્લસ એપ્લિકેશન આધારીત હાઉસ ટુ હાઉસ સરવેમાં ઘરોની મુલાકાત લઇ લોકોને ખાંસી, તાવ અને શ્વાસની તકલીફ ધરાવતા વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી.

અત્રે ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં આવેલ પ્રથમ કોરોનાના દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યા છે. જે જિલ્લા માટે ખુશીના અને રાહતના સમાચાર છે. નાગરીકોને આરોગ્યલક્ષી સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ થાય તે માટે જિલ્લાના કંટ્રોલરૂમ નં.૦૨૭૭૨-૨૪૬૪૨૨ ઉપર ફોન કરી કોરોના વાયરસ અંગે માહિતી મેળવી શકાશે. ઉપરાંત તમામ તાલુકા ખાતે તૈયાર કરવામાં આવેલા કંટ્રોલરૂમ પરથી પણ માહિતી મેળવી શકાશે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.