Western Times News

Gujarati News

કેન્દ્ર સરકારના નિર્દેશના પગલે દેશભરના લાખો ઔદ્યોગિક એકમો ધમધમતા થયા

શહેરી સિવાયના હોટસ્પોટ ન હોય એવા વિસ્તારોમાં ઉદ્યોગો શરૂ કરવાને શરતી મંજૂરી
દમણમાં ઔદ્યોગિક ઍકમો શરૂ થતા 30000 ઉપરાંત શ્રમિકોમાં આનંદ અને રાહતની લાગણી

કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનના બીજા તબક્કાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ 20મી એપ્રિલથી ગ્રામીણ વિસ્તારોમાં એટલે કે મહાનગરપાલિકા અને નગરપાલિકા બહારના વિસ્તારો, જે હોટસ્પોટ ન હોય અને કોરોના વાઈરસનો ચેપ ફેલાવાની ઓછામાં ઓછી શક્યતા હોય તેવા વિસ્તારોમાં ઔદ્યોગિક એકમોને ચાલુ કરવાની છૂટ આપવામાં આવી છે, જેને પગલે દેશભરના ઔદ્યોગિક એકમો સ્થાનિક વહીવટીતંત્રની મંજૂરી બાદ ધમધમતા થયા છે.

ગુજરાતમાં પણ લૉકડાઉન પછી એક સામટા મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો ચાલુ થયા છે. તેમ જ આ ઔદ્યોગિક એકમોમાં કામ કરવા માટે હજારો શ્રમિકો પણ જોડાયા છે. આ સાથે જ ઔદ્યોગિક એકમો પરવાનગી બાદ ધમધમવાની 24 માર્ચના લોકડાઉન પછી પહેલીવાર શરૂઆત થઈ છે અને શ્રમિકોની આવકના દરવાજા ખૂલ્યા છે. જો કે ભારત સરકારની ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન કરવાની ખાસ તાકીદ કરવામાં આવી છે અને સ્પષ્ટ ચેતવણી અપાઈ છે કે ઉલ્લંઘન કે ચૂકના કિસ્સામાં પરવાનગી રદ્દ કરાશે.

લોકડાઉનના બીજા તબબકામાં ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી મંજૂરી હેઠળ કેન્દ્ર શાસિત પ્ર¬દેશ દમણમાં 500થી વધારે ઉદ્યોગો શરતો સાથે શરૂ કરવા જિલ્લા ¬પ્રશાસન દ્વારા પરવાનગી આપવામાં આવી છે અને ત્રીસ હજારથી વધારે શ્રમિકો પોતાની કંપનીમાં કામ પર પરત ફર્યા છે. ઔદ્યોગિક એકમો શરૂ કરવા બદલ શ્રમિકોએ પ્રધાનમંત્રી અને સ્થાનિક ¬પ્રશાસનનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે.

પીઆઇબીના પ્રતિનિધિએ દમણમાં વિવિધ કંપનીઓની મુલાકાત લીધી ત્યારે જોયું કે કંપનીના ¬પ્રવેશ દ્વાર પર કર્મચારીઓના વાહનને સેનિટાઇઝ કરવામાં આવી રહ્યા હતા. કર્મચારીઓ ડિસઇન્ફેકશન ટનલમાંથી પસાર થયા પછી સોશિયલ ડિસ્ટન્સીન્ગ સાથે લાઈનમાં ઉભા રહી પોતાની હાજરી પૂરવાની સાથે જ થર્મલ સ્કેનિગ કરાવતા નજરે પડ્યા હતા.

(દમણ ઔદ્યોગિક એકમમાં કામ કરતા વંદનાબેન મિશ્રા)
એક કંપનીમાં કામ માટે આવેલા વંદનાબેન મિશ્રાએ ઔદ્યોગિક એકમો શરૂ કરાવાના નિર્ણય બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે સેનિટાઈઝરથી હાથ સાફ કર્યા પછી કંપનીમાં કામ માટે ¬પ્રવેશ આપવામાં આવે છે. કંપનીમાં સિલાઈ કામ કરતા શ્રમિકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સીન્ગ રાખવામાં આવી રહ્યું છે.

(દમણ ઔદ્યોગિક એકમમાં કામ કરતા ગૌતમભાઈ)
અન્ય એક શ્રમિક ગૌતમભાઇએ જણાવ્યું કે એમની ફેક્ટરીમાં લંચ અને બ્રેકના સમયે પણ સોશિયલ ડિસ્ટન્સીન્ગનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને કર્મચારીઓ ઘર કરતા કંપનીમાં સુરક્ષિત મહસુસ કરી રહ્યા છે. કંપનીમાં એન્ટ્રી અને એક્ઝીટના અલગ-અલગ ગેટ રાખવામાં આવ્યા છે જેથી ભીડ જમા ન થાય.

(દમણ ઔદ્યોગિક એકમમાં કામ કરતા સ્વાતિબેન)
તો શ્રમિક બહેન સ્વાતિએ પીઆઇબીના પ્રતિનિધિને જણાવ્યું કે એમની કંપનીમાં નિયમોનું બરાબર પાલન થાય છે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ મહિલાઓને વિશેષ છૂટ અપાય છે. સાંજે 7 થી સવારે 6 સુધી એટલે કે રાત્રિના સમય દરમિયાન કોઇ મહિલા કામદાર કે કર્મચારીને ફરજ માટે બોલાવવામાં આવતા નથી. મહિલાઓને દિવસ દરમિયાન જ ફરજ પર બોલાવવાના પ્રધાનમંત્રીના સંવેદનશીલ નિર્ણયને કારણે મહિલાઓ નિશ્ચિંતપણે કામ કરી શકશે એમ પણ સ્વાતિબેને ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનના પગલે ગુજરાત સરકારે જે વિસ્તારોમાં 20 એપ્રિલથી ઉદ્યોગો-એકમો કાર્યરત થયા છે ત્યાં મહત્તમ 12 કલાકની શિફ્ટ રાખવાની છૂટ આપી છે. હાલમાં કામદારોની અછત છે ત્યારે ઔદ્યોગિક એકમો માટે આ નિર્ણય રાહતરૂપ સાબિત થશે. આ 12 કલાકની શિફ્ટમાં કામ કરનારા કામદારોને વધારે પગાર આપવાનો રહેશે. આ કામદારોને હાલમા મળી રહેલા વેતનમાં વધારાના કલાકોના પ્રમાણમાં વધારો આપવાનો રહેશે. આ ઉપરાંત કામના 6 કલાક પૂરા થાય ત્યારે શ્રમિક-કર્મચારીને 30 મિનિટનો વિરામ આપવો પડશે. જો કે આ નિયમમાં મહિલાઓને છૂટ અપાઈ છે. મહિલાઓ પાસે 12 કલાકની શિફટ નહીં કરાવી શકાય. આમ કોરોના મહામારીના મૂશ્કેલ સમયમાં સરકાર દ્વારા ઔદ્યોગિક ગાડીને ધીમે-ધીમે પાટે ચડાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.