Western Times News

Gujarati News

PayTm દ્વારા અમદાવાદના લોકોએ PMCares ફંડમાં આપ્યું રૂ. 2.5 કરોડનું યોગદાન

– પેટીએમનું પીએમ કેર ફંડમાં રૂ. 500 કરોડનું યોગદાન આપવાનું લક્ષ્ય

ભારતના અગ્રણી ડિજિટલ પેમેન્ટ અને ફાઇનાન્સિયલ સર્વિસ પ્લેટફોર્મ પેટીએમ અમદાવાદ વાસીઓને પીએમ કેર ફંડમાં પેટીએમ એપ દ્વારા કોઈપણ રકમનું યોગદાન આપવાની અપીલ કરે છે. કંપનીએ આ ફંડને રૂ. 500 કરોડનું યોગદાન આપવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે અને પ્રથમ 10 દિવસોમાં જ લોકોના દાનથી રૂ. 100 કરોડથી વધુ રૂપિયા એકત્ર કરી ચૂકી છે. અમદાવાદ વાસીઓ અત્યાર સુધીમાં પેટીએમથી લગભગ રૂ. 2.5 કરોડથી વધુનું યાગદાન આપી ચૂક્યા છે.

ગુજરાત ઉપરાંત, અને રાજ્યોની જેમ કે મહારાષ્ટ્ર, ઉત્તપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણાથી લોકોએ યોગદાન આપ્યું છે. ભારતીયોને હેતુ સાથે જોડવા અને પીએમ કેરના યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે કંપની અનેક પ્રયાસ કરી રહી છે. યુપીઆઈ લિંક્ડ બેન્ક ખાતાના માધ્યમથી પહેલી ચૂકવણી પર પેટીએમ પોતાના ઉપયોગકર્તાને રૂ. 50નું ફ્લેટ કેશબેક પણ આપશે.

ઉપયોગકર્તા પેટીએમ એપમાં ફક્ત ‘યુપીઆઈ મનીટ્રાંસફર’ માં જઇને પોતાના બેન્ક ખાતાને લિંક કરી શકે છે. એક વખત લિંક થઇ ગયા બાદ તેઓ પેટીએમમાં સીધા કોઇ પણ બેન્ક ખાતામાં તબદિલ કરી શકે છે. તેઓ UPI ID (pmcares @ sbi) અથવા ખાતા નં. (A / C: 2121PM20202 અને IFSC: SBIN0000691) નાખીને પીએમ કેર્સ ફંડમાં કોઈપણ રકમ મોકલી શકે છે. નહીં હોય. જો આ પેટીએમ એપ પરની તેમનું પ્રથમ વખતનું મનીટ્રાન્સફર છે, તો તેઓ તેમના બેન્ક ખાતાઓમાં રૂ. 50 કેશ બેક પ્રાપ્ત કરશે.

પેટીએમના વાઇસ પ્રેસિડન્ટ અમિતવીરે જણાવ્યું હતું કે, “અમે સૌ પહેલા એ તમામ ભારતીયોનો આભાર માનીએ છીએ, જેઓ આ સંકટના સમયે નિસ્વાર્થ ભાવે દેશની સહાય માટે આગળ આવ્યા છે. પેટીએમ સરકાર દ્વારા દરેક ઝૂંબેશને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે. અ દરેકને અપીલ કરીએ છીએ કે પેટીએમ કેર ફંડમાં ઉદારતાપૂર્વક યોગદાન આપો અને લાખો લોકોની આજીવિકા બચાવવામાં મદદ કરો”

પીએમ કેર્સ ફંડને આવકવેર કાયદો 1961ની કલમ 10 અને 139 હેટળ રિટર્ન હેતુ માટે છૂટ આપવામાં આવી છે. આવકવેરા કાયદો 1961ની કલમ 80 (જી)હેઠળ યોગ્ય આવકથી 100 ટકા કપાસ માટે પીએમ કેર્સ તરફ યોગદાનને વધુ મંજૂરી આપવામાં આવી છે.

છેલ્લા કેટલાક સપ્તાહોમાં પેટીએમે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે અને ઝૂંબેશની શરૂઆત કરી છે. પેટીએમએ આવશ્યક ચૂકવણી, જેમ કે વીજળી-પાણીનું બીલ, વીમા પ્રિમીયમ અને રિચાર્જ વધુ આસાન બનાવવા માટે એપને અપગ્રેડ કરી છે જેથી ઉપયોગકર્તાઓ ઘરની બહાર જવાથી બચી શકે અને કોરોના વાયરસના સંક્રમણને રોકી શકાય. કંપની મજૂરોના ભોજન માટે પણ દાન એકત્ર કરી રહી છે અને કેવીએમ ફાઉન્ડેશન સાથે મળીને આ ઝૂંબેશ પર કામ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.