Western Times News

Gujarati News

સોસાયટીનો કોન્ફિડન્સ વધારવા માટે તબીબોએ આગળ આવવું પડશે – કાર્ડિયાક સર્જન ડોક્ટર તેજસ પટેલ

કોરોના સાથે સહ-અસ્તિત્વ (co-existence)ના સિદ્ધાંત સાથે જીવવું પડશે…

સ્વચ્છતા, સોશિયલ ડિસ્ટન્સ અને  રક્ષાત્મક પગલા  આપણે જીવનનો ભાગ બનાવવો પડશે..

ગુજરાત અને ભારત જ નહીં પરંતુ વિશ્વ આખામાં કાર્ડિયાક સર્જન તરીકે ખ્યાતિપ્રાપ્ત ડૉ તેજસ પટેલ કોરોના ના સંક્રમણને અટકાવવા કેટલીક ટિપ્સ આપતાં કહે છે કે આ વાયરસ સાથે co-existence પ્રિન્સિપલ સાથે જ આપણે જીવવું પડશે. એનાથી ડરવાને બદલે સાવચેતી અને રક્ષાત્મક પગલાં લઈશું તો ચોક્કસ તેના સંક્રમણ અને ભય બંનેને ટાળી શકીશું…

એટલું જ નહીં પરંતુ સોશિયલ ડીસ્ટન્સ, હેન્ડ હાઈજીન, માસ્ક પહેરવા, સ્વચ્છતા જાળવવી તે હવે કોઈ ચોક્કસ સમય પૂરતું મર્યાદિત રાખવાને બદલે   આપણા દૈનિક જીવનનો હિસ્સો બનાવો પડશે તેમ તેમણે ઉમેર્યું….

સમાજમાં લોકોનો આત્મવિશ્વાસ વધારવા તબીબોને જ આગળ આવવા ની અપીલ કરતા

ડોક્ટર તેજસ પટેલ કહે છે કે ‘લોક ડાઉનના સમય દરમિયાન મેં પોતે એક પણ દિવસ રજા પાડી નથી અને સંયમપૂર્વક દર્દીઓની તપાસ કરી છે,  તેમની સારવાર કરી છે અને હાર્ટને લગતી એન્જિયોપ્લાસ્ટી એન્જોગ્રાફી કે બાયપાસ જેવી તમામ પ્રોસિજર પણ કરી છે. એટલે મારા મતે ગભરાવાની જરૂર નથી તેવું સ્પષ્ટ માનું છું..” શ્રી પટેલે સમગ્ર તબીબી આલમને પણ અપીલ કરતા કહ્યું છે કે ‘આજે સમાજનો મોટો વર્ગ એવો છે જે તબીબોને ભગવાન સ્વરૂપ માને છે ત્યારે ક્લિનિક કે નર્સિંગ હોમ કામ કરવાનું ખોલવાથી કોઈ કોરોના પોઝિટિવ આવશે અને હોસ્પિટલ લોકડાઉન થઈ જશે…અને બધાએ ક્વોરન્ટિન થઈ જવું પડશે એવો ડર રાખવાને બદલે સતત સુરક્ષાત્મક પગલા અને પર્સનલ પ્રોટેક્શન કીટ સાથે સમાજ ની સારવાર સેવા આપણે કરવી જોઈએ….તે આપણી નૈતિક ફરજ અને જવાબદારી પણ છે , તેના પગલે જ લોકોમાં અને સમાજમાં પણ આત્મવિશ્વાસ વધશે અને સમાજ રાખો કોરોનાના ડરમાંથી હિંમતપૂર્વક બહાર આવશે

કોરોનાનું સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે લીધેલા તબક્કાવાર પગલાને બિરદાવીને ડોક્ટર તેજસ પટેલે જણાવ્યું હતું કે ‘આ એક ખૂબ મોટો પડકાર છે અને રાજ્ય સરકાર તેનો કટિબદ્ધતા પૂર્વક સામનો કરી રહી છે.એક જાગૃત નાગરિક તરીકે રાજ્ય સરકારની કામગીરીને હું ખરેખર બિરદાવું છું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં સમગ્ર તંત્ર રાજ્યમાં ઉપલબ્ધ તમામ સંસાધનોનો ઉપયોગ કરીને કોરોના ને હરાવવા કટીબધ્ધ બની છે અને મારા મતે કોઈપણ કક્ષાએ કોઇ પણ પ્રકારની કચાસ નથી રખાઇ…સાથે સાથે ક્યાંય પણ કોઈ પણ બેદરકારી સામે આવી હોય તેવું પણ નથી બન્યું. સંક્રમિત કે શંકાસ્પદ દર્દીઓ ને નિયમિત દવા ભોજન જરૂરિયાતમંદોને પુરવઠો એ બધું જ સુગ્રથિત રીતે અપાય છે કદાચ એટલે જ કોરોના સંક્રમણને ગુજરાત એક ચોક્કસ લેવલ સુધી સીમિત રાખવામાં

પાર ઉતર્યું છે… પરંતુ એક જાગૃત સમાજ તરીકે આપણી સૌની ફરજ છે કે લોકડાઉન અને પોસ્ટ લોકડાઉનના સમયમાં ખુબ શિસ્ત અને સંયમ પૂર્વક વર્તી નિયમોનું પાલન કરીએ તે જરૂરી છે.. ઉદાહરણ તરીકે હેલ્મેટ,સીટ બેલ્ટ, જીબ્રા ક્રોસિંગ પરના નિયમો  શરૂઆતમાં આપણને આકરા લાગતા હતાં પરંતુ સમય જતાં આપણે તેનાથી ટેવાયા  છીએ એ જ રીતે હવે સમય છે પબ્લિક પ્લેસ એટીકેટ, સ્વચ્છતા,અને ગ્રીન કવર ના નિયમો જાળવવાનો…કારણ હવે આવા કોઈ પણ પ્રકારના વાયરસના સંક્રમણ વારંવાર આવે તે આપણને કોઈને પોષાય તેમ નથી …એટલે ખૂબ જવાબદારીપૂર્વક આપણે વર્તવું પડશે એમ તેમણે ઉમેર્યું

હૃદયની બીમારી કે તેની સાથે સંકળાયેલા દર્દીઓને અપીલ કરતા શ્રી પટેલે જણાવ્યું છે કે ‘જે હૃદય રોગના દર્દીઓ નિયમિત અને સંયમપૂર્ણ જીવી રહ્યા છે,  ચરી પાડી રહ્યા છે, દવાઓ અને કસરત નિયમિત રીતે કરે છે અને તેમની લાઈફ મેન્ટેન કરે છે એવા લોકોએ ગભરાવાની જરૂર નથી… તેઓ શિસ્ત અને  સંયમપૂર્વક જિંદગી જીવી શકે છે.. લોકડાઉન પછી કામ પર પણ જોઇ શકશે ..પરંતુ પબ્લિક પ્લેસ એટીકેટ, સ્વચ્છતા, ફિઝિકલ distance  જેવા નિયમોનુ પાલન કરવું જોઈએ..

વયોવૃદ્ધ નાગરિકોને અપીલ કરતા ડોક્ટર પટેલે જણાવ્યું કે ‘આવા લોકો ઘરના સ્વચ્છ વાતાવરણમાં નિયમિત જીવન જીવે…સાદુ ભોજન, દવા, કસરત વગેરે મેનેજ  કરે… કારણ કે ઉંમર વધતા રોગ પ્રતિકારક શક્તિ ઓછી થતી હોય છે ત્યારે આ બધી બાબતોનું પાલન કરે તઅને કામ વિના બહાર નીકળવાનું ટાળે અને સાથે સાથે કોરોના ગ્રસ્ત વિસ્તાર કે કે સંક્રમિત  વિસ્તારની કે એવા દર્દીઓની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ…આ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે એમ તેમણે ઉમેર્યું હતું..

સામાન્ય રીતે યંગ જનરેશન બધું જ જાણતી હોવા છતાં કોરોના કે આવી કોઈ પણ બાબતને ગંભીરતાથી લેતી નથી. નિયમિત કસરત,ખોરાકના પગલે અને ઓછી ઉંમરના કારણે તેમનો  ઇમ્યુનિટી  પાવર સારો હોય છે એટલે તેમનામાં સંક્રમિત થવાની શક્યતા ઓછી હોય છે પણ તેને કે કેઝ્યુઅલ  ન લેવી જોઈએ…આ વાઇરસને ગંભીર રીતે લેવાનો છે.. યુવાનો જરૂર પૂરતી પ્રવૃત્તિ ચોક્કસ કરે… એસાઈમેન્ટ પૂરા કરે પરંતુ કારણ વિના ફરવું, લેટનાઈટ ફરવું એ બધી પ્રવૃત્તિ અટકાવવી જોઈએ એવું હું માનું છું..

આવા નિષ્ણાત તબીબોની સલાહ માનવી એ આપણી ફરજ છે… ( ડોક્ટર તેજસ પટેલ સાથે અમદાવાદના નાયબ માહિતી નિયામક, હિમાંશુ ઉપાધ્યાયની વાતચીતના અંશ માંથી..)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.