Western Times News

Gujarati News

નવી ક્રિપ્ટોકરન્સી ‘CRO’નું કોઇનસીડીએક્સ ક્રિપ્ટો એક્સચેન્જ પર લિસ્ટિંગ થશે

મુંબઈ, ભારતનું સૌથી મોટું અને સૌથી સલામત ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ અને લિક્વિડિટી એગ્રીગેટર કોઇનડીસીએક્સએ જાહેરાત કરી હતી કે, કોઇનસીડીએક્સ એક્સચેન્જ પર ક્રિપ્ટો પેમેન્ટમાં પથપ્રદર્શક Crypto.com એની ક્રિપ્ટોકરન્સી CROનું લિસ્ટિંગ કરાવશે. એનું ટ્રેડિંગ બે પાર્ટ CRO/BTC અને CRO/INRમાં થશે. એનો અર્થ એ છે કે, એક્સચેન્જ પર ટ્રેડિંગ કરતાં ભારતીય ટ્રેડરો BTC (બિટકોઇન) કે ભારતીય રૂપીના બદલામાં CROની ખરીદી કે વેચાણ કરી શકે છે.

ચાલુ મહિનાની શરૂઆતમાં કોઇનડીસીએક્સ પર MCO ટોકનનું સફળતાપૂર્વક લિસ્ટિંગ થયા પછી CROનું લિસ્ટિંગ હોંગકોંગની Crypto.com ભારતીય બજારમાં અધિકૃત પ્રવેશને સૂચવે છે. કોઇનડીસીએક્સ એક્સચેન્જ પર MCO અને CROના ઇન્ટિગ્રેશન સાથે કોઇનડીસીએક્સ એની ક્રિપ્ટો-આધારિત નાણાકીય સેવાઓમાં વધારો કરશે, જેથી ટ્રસ્ટલેસ, બોર્ડરલેસ અને સંપૂર્ણપણે સર્વસમાવેશક ક્રિપ્ટો ઇકોસિસ્ટમ ઊભી કરવાનું એનું વિઝન પૂર્ણ થશે.

ડિપોઝિટ એડ્રેસ શરૂ થશેઃ28 એપ્રિલ 2020 (મંગળવાર) ભારતીય સ્થાનિક સમય મુજબ બપોરે 4 વાગે / હોંગકોંગના સમય મુજબ સાંજે 6:30 વાગે
ટ્રેડિંગની શરૂઆત: 28 એપ્રિલ 2020 (મંગળવાર) ભારતીય સ્થાનિક સમય મુજબ સાંજે 6 વાગે / હોંગકોંગના સમય મુજબ રાત્રે 8:30 વાગે
ટ્રેડિંગ પેર: CRO/BTC અને CRO/INR

આ લિસ્ટિંગ પર કોઇનડીસીએક્સના સીઇઓ અને સહ-સ્થાપક સુમિત ગુપ્તાએ કહ્યું હતું કે, “જ્યારે અમે ભારતમાં ક્રિપ્ટોકરન્સીમાં અભૂતપૂર્વ વૃદ્ધિને જોઈ રહ્યાં છીએ, ત્યારે ક્રિપ્ટો-આધારિત નાણાકીય સેવાઓની વિસ્તૃત રેન્જ યુઝરને પ્રદાન કરવાની જરૂરિયાત જોઈ રહ્યાં છે, જે મૂડીનો ઝડપી, સરળ અને સાતત્યપૂર્ણ પ્રવાહ સુનિશ્ચિત કરી શકે. અમે ખુશ છીએ કે, CROએ ભારતમાં અમારા પ્લેટફોર્મ પર પ્રવેશ કર્યો છે, જે ભારતીય રૂપી દ્વારા ક્રિપ્ટો ટ્રેડ CROમાં આશરે 1.3 અબજ લોકોને મદદ કરશે. આ અમારી વર્તમાન #TryCrypto પહેલ દ્વારા ક્રિપ્ટો માર્કેટમાં વધુ લોકોને પ્રવેશ કરવા પ્રોત્સાહન આપવા અમારા માટેની રોમાંચક તક છે.”

જ્યારે MCO ટોકન Crypto.com ઇકોસિસ્ટમની અંદર મુખ્ય પેમેન્ટ અને ફાઇનાન્સ યુટિલિટીઝની ખાસિયત ધરાવે છે, ત્યારે CRO ટોકન મુખ્યત્વે Crypto.com ચેઇન પર સેટલમેન્ટ માટે ઉપયોગ થાય છે, જે સાતત્યપૂર્ણ, સુરક્ષિત અને વાજબી ખર્ચે વેપારીઓ અને ક્રિપ્ટોકરન્સી યુઝર્સ વચ્ચે દુનિયાભરના વ્યવહારોને સક્ષમ બનાવે છે.

કોઇનડીસીએક્સના સહસ્થાપક નીરજ ખંડેલવાલે કહ્યું હતું કે, “Crypto.com પર CROનો ઉપયોગ મધ્યસ્થી ચલણ તરીકે કરીને સહભાગીઓ – ગ્રાહકો, વેપારીઓ, ક્રિપ્ટો કસ્ટમર એક્વાયરર્સ અને મર્ચન્ટ એક્વાયરર્સ – તેમની ક્રિપ્ટોકરન્સીઓને અતિ ઓછા ખર્ચે એની સમકક્ષ ક્રિપ્ટોકરન્સીઓમાં પરિવર્તિત કરી શકે છે. MCO અને CROના સમન્વયથી સંપૂર્ણ-સેવા અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા ઊભી થશે, જેથી વાસ્તવિક કેસોથી પ્રેરિત ક્રિપ્ટોકરન્સીઓના સ્વીકારને પ્રેરણા મળશે.”

વર્ષ 2019માં CRO ટોકન અને Crypto.com ચેઇન પ્રોજેક્ટ ટોકનની કિંમતમાં એકાએક વધારો થવાથી ચર્ચાસ્પદ બન્યો હતો, જેના પરિણામે કોઇનમાર્કેટકેપના રેન્કિંગ પર ટોચની 50 પોઝિશનમાં એને સ્થાન મળ્યું હતું.

કોઇનડીસીએક્સ પર MCO અને CROનાં લિસ્ટિંગ પછી પોલીચેઇન કેપિટલ, બેઇન કેપિટલ વેન્ચર્સ તેમજ બિટમેક્સના ઓપરેટર એચડીઆર ગ્રૂપ દ્વારા કોઇનસીડીએક્સની $3 મિલિયન સીરિઝ Aનું સફળતાપૂર્વક ક્લોઝિંગ થયું હતું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફેબ્રુઆરીમાં ઉદ્યોગ-મુજબ બેંકિંગ પ્રતિબંધ ઉઠાવી લીધા પછી ક્રિપ્ટો એક્સચેન્જ પર એક અઠવાડિયામાં 10 ગણી વૃદ્ધિ જોવા મળી હતી. કંપનીએ #TryCrypto નામનું લાંબા ગાળાનું અભિયાન પણ શરૂ કર્યું હતું, જેમાં ક્રિપ્ટો મેઇનસ્ટ્રીમ સ્વીકાર્યતા લાવવા કુલ 1.3 મિલિયન ડોલરની ગીરોખત કરી હતી અને ભારતમાં ક્રિપ્ટો યુઝર્સની કુલ સંખ્યા 50 મિલિયન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.