Western Times News

Gujarati News

રેલીઝ ઇન્ડિયા કોવિડ-19 રોગચાળા સામેની લડાઈમાં સામેલ થઈ

મુંબઈ, જ્યારે ટાટા ગ્રૂપની એક કંપની અને ભારતની અગ્રણી એગ્રો સાયન્સિસ કંપનીઓ પૈકીની એક રેલીઝ ઇન્ડિયા લિમિટેડએ આંતરરાષ્ટ્રીય રોગચાળાનો સામનો કરવા કેટલાંક સક્રિય પગલાં હાથ ધર્યા છે, ત્યારે તમામ કર્મચારીઓ, સમુદાયના સભ્યો અને અન્ય ભાગીદારોની સલામતી સુનિશ્ચિત કરી છે.

ટાટા ગ્રૂપ અને ટાટા કેમિકલ્સની પહેલોને અનુરૂપ રેલીઝ ઇન્ડિયાએ આ સ્થિતિને નિયંત્રણમાં લેવા દ્વિપાંખિયો અભિગમ અપનાવ્યો છે. તેમાં એક અભિગમ સરકારને મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને બીજો અભિગમ સ્થાનિક સમુદાયને ટેકો આપે છે.

પોતાની પેરેન્ટ કંપની ટાટા કેમિકલ્સ અને ટાટા ટ્રસ્ટ્સ દ્વારા રેલીઝ ઇન્ડિયાની અકોલા ઉત્પાદન સુવિધાએ સરકારને ટેકો આપવાની પહેલ અંતર્ગત મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગુજરાત અને કર્ણાટકની રાજ્ય સરકારોને હેન્ડ સેનિટાઇઝર્સ પ્રદાન કર્યું છે. અત્યાર સુધી કંપનીએ 55,000 લિટરથી વધારે હેન્ડ સેનિટાઇઝરનું વિતરણ કર્યું છે.

આ ઉપરાંત કંપનીએ સ્થાનિક વહીવટીતંત્રને 400 પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઇ) કિટનું વિતરણ પણ કર્યું છે, જેમાંથી 300 કિટ ભરુચના કલેક્ટરને આપી હતી.

રેલીઝ ઇન્ડિયા એની કામગીરીની આસપાસ વસતા સમુદાયોની સલામતી સુનિશ્ચિત કરવા સતત કામ પણ કરે છે. કંપનીએ ગુજરાતમાં અંકલેશ્વર અને દહેજ (ક્રોપ કેર) તથા તેલંગાણામાં જીપી પલ્લી અને કોક્કોન્દા પ્લાન્ટ (બિયારણોનું ડિવિઝન)ની આસપાસ વસતા સમુદાયનાં સભ્યો વચ્ચે ચોખા, લોટ, કઠોળ, મસાલા, તેલ, ખાંડ વગેરેના શુષ્ક ફૂડ પેકેટનું વિતરણ કર્યું છે. સ્વચ્છતા જાળવવા માટે કંપનીએ કંપનીનાં અંકલેશ્વર, દહેજ, લોટે, અકોલાના પ્લાન્ટ એકમો તથા જી પી પલ્લી અને કોક્કોન્દા બિયારણ એકમની આસપાસ સમુદાયોમાં સેનિટાઇઝર્સનું વિતરણ કરવાની યોજના બનાવી છે.

ઉપરાંત વાયરસનો પ્રસાર અટકાવવા અનેક પ્રોટેક્ટિવ ફેસ માસ્કની ખેંચ છે. આ સમસ્યાનું સમાધાન કરવા રેલીઝ ઇન્ડિયાએ એના દહેજ એકમની આસપાસ સમુદાયોમાં 4000 ફેસ માસ્કનું વિતરણ કર્યું છે અને એના લોટે યુનિટને વધુ 1000 માસ્કનો પુરવઠો પૂરો પાડશે.

રેલીઝ ઇન્ડિયાના એચઆર અને કોર્પોરેટ સસ્ટેઇનેબિલિટીના વાઇસ પ્રેસિડન્ટ શ્રી આલોક ચંદ્રાએ કહ્યું હતું કે, “રેલીઝ ઇન્ડિયાએ સરકારો અને સમુદાયોને આ કટોકટીના સમયમાં નાગરિકોની સુખાકારી સુનિશ્ચિત કરવા સપોર્ટ આપ્યો છે. અમે સમુદાયનાં તમામ સભ્યોના કલ્યાણ માટે સ્થાનિક સત્તામંડળ સાથે કામ કરવા પ્રતિબદ્ધ છીએ. આ હસ્તક્ષેપો દ્વારા અમને કોવિડ-19 સામેની લડાઈમાં ફરક લાવવાની આશા છે, કારણ કે અમારા તમામ કર્મચારીઓ, તેમના પરિવારજનો અને સ્થાનિક સમુદાય સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે.”

કંપનીએ ગુજરાતમાં અંકલેશ્વરના પ્લાન્ટમાં હેન્ડ સેનિટાઇઝરનું ઉત્પાદન પણ શરૂ કર્યું છે અને આગામી અઠવાડિયાઓમાં રેલીઝ ઇન્ડિયા ગુજરાત, પૂર્વોત્તર રાજ્યો, તમિલનાડુ અને ઉત્તર ભારતનાં રાજ્યોને સેનિટાઇઝરનો પુરવઠો પૂરો પાડશે, જેથી આંતરરાષ્ટ્રીય રોગચાળા સામે લડવાના એના પ્રયાસો જળવાઈ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.