Western Times News

Gujarati News

લ્યુપિને મુંબઈનાં નાગરિકો માટે ‘જન કોવિડ’ હેલ્પલાઇન શરૂ કરી

મુંબઈ, ફાર્મા ક્ષેત્રની અગ્રણી કંપની લ્યુપિન લિમિટેડ (લ્યુપિન)એ  મુંબઈના રહેવાસીઓ માટે ટેગલાઇન ‘મન કા સ્વાસ્થ્ય, તન કી સુરક્ષા’ અંતર્ગત ‘જન કોવિડ’ હેલ્પલાઇન (1800-572-6130) લોંચ કરવાની જાહેરાત કરી હતી.

લોકડાઉન દરમિયાન તબીબી મદદ મેળવવા મોટો પડકાર છે. આ પહેલ કોવિડ-19 સાથે સંબંધિત સમસ્યાઓનું સમાધાન કરવા, એના ચિહ્નો જાણવા, નજીકના ટેસ્ટિંગ સેન્ટર કે સરકારી હોસ્પિટલની વિગતો મેળવવા નાગરિકોને તબીબી સુવિધા મેળવવામાં મદદરૂપ થાય છે તેમજ તણાવ, ચિંતા કે માનસિક સ્વાસ્થ્ય સાથે સંબંધિત સમસ્યામાં મદદ કરે છે.

જનરલ ફિઝિશિયનો, સાઇકોલોજિસ્ટો, રેસ્પિરેટરી ફિઝિશિયન્સ અને સાઇકિયાટ્રિસ્ટની ટીમનું પીઠબળ ધરાવતો આ હેલ્પલાઇન નંબર ફ્રી કન્સલ્ટેશન પૂરું પાડશે અને કોવિડ-19 સાથે સંબંધિત તમામ સમસ્યાઓનું સમાધાન કરશે. આ સર્વિસ મરાઠી, હિંદી, ગુજરાતી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે તથા દરરોજ સવારે 8થી રાતના 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે.

આ પહેલ પર ટિપ્પણી કરતાં લ્યુપિનનાં મેનેજિંગ ડાયરેક્ટર શ્રી નિલેશ ગુપ્તાએ કહ્યું હતું કે, “લોકડાઉન દરમિયાન મોટા ભાગનાં લોકો તેમના ડૉક્ટરો પાસે જઈને કન્સલ્ટેશન કરાવી ન શકે અથવા તેમના કે પરિવારનાં કોઈ સભ્યના આરોગ્ય સાથે સંબંધિત શંકાઓનું સમાધાન ન મેળવી શકે.

એનાથી તેમના તણાવમાં વધારો થાય છે. અમને મુંબઈના નાગરિકો માટે આ હેલ્પલાઇન લોંચ કરીને કોવિડ-19 સામેની લડતમાં અગ્રણી સરકારી ઓથોરિટીને ટેકો આપવાની ખુશી છે. જન કોવિડ હેલ્પલાઇન જનરલ, રેસ્પિરેટરી અને માનસિક ચિહ્નો પર ઇનપુટ ઓફર કરશે. અમે લોકોને આ સુવિધાનો ઉપયોગ કરીને કોઈ પણ શંકા કે પ્રશ્રનું સમાધાન કરવાની અપીલ કરીએ છીએ. તેમને કોઈ પ્રશ્ર થઈ શકે છે અથવા તેમને સલાહની જરૂર લાગી શકે છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.