Western Times News

Gujarati News

નિર્મલા સીતારામને BSEના ઇન્ડિયા આઇએનએક્સ પર રુપી ડોલર ડેરિવેટિવ્સ ટ્રેડિંગનું ઉદ્ઘાટન કર્યું

મુંબઈ, આદરણીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને આજે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર (IFSC)માં ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ બીએસઈના ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ (IFSC),લિમિટેડ (India INX)પર INR-USD (રૂપી-ડોલર) ડેરિવેટિવ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ લોંચ નાણાં મંત્રીએ વર્ચ્યુઅલી કર્યું હતું, જેમાં તેમણે ઇલેક્ટ્રોનિકલી બેલ વગાડ્યો હતો તથા ઇન્ડિયા આઇએનએક્સ પર ટ્રેડિંગ માટે રુપી-ડોલર ફ્યુચર્સ અને ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ શરૂ થયાની જાહેરાત કરી હતી.

 ઇન્ડિયા આઇએનએક્સ પર રૂપી ડોલર ડેટિવેટિવ્સના સફળ લોંચ પર ઇન્ડિયા આઇએનએક્સના એમડી અને સીઇઓ શ્રી વી બાલાસુબ્રમનિયમે કહ્યું હતું કે, “આદરણીય નાણાં મંત્રીએ વીડિયો કોન્ફરન્સ મારફતે ભારતીય રૂપી – અમેરિકન ડોલર ફ્યુચર્સ અને ઓપ્શન્સના કોન્ટ્રાક્ટને લોંચ કર્યા છે, જે બીએસઈના ઇન્ડિયા આઇએનએક્સમાં અમારા માટે મહત્ત્વપૂર્ણ પ્રસંગ છે અને ઐતિહાસિક દિવસ છે. હું નાણામંત્રીનો અને સેબી અને આરબીઆઈનો આ કોન્ટ્રાક્ટ શરૂ કરવા માટે તમામ મંજૂરીઓ આપવા બદલ આભાર માનું છું. અમે અમારા સભ્યો અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો પાસેથી સારી ભાગીદારી માટે આતુર છીએ, કારણ કે આ ભારતીય રૂપી ડેરિવેટિવ્સ પર લોંચ થયેલો પ્રથમ ઓફશોર કોન્ટ્રાક્ટ બનશે.”

તેમણે ઉમેર્યું હતું કે, “અમારી વિશિષ્ટતા એ છે કે, અમે આ સંપૂર્ણ વિસ્તારમાં દિવસમાં 22 કલાક ટ્રેડિંગની સુવિધા આપનાર એકમાત્ર એક્સચેન્જ છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.