Western Times News

Gujarati News

અરવલ્લી જિલ્લાના ૧૦ ગામના સરપંચ સાથે  વિડીયો કોન્ફરન્સ કરાયો વાર્તાલાપ  

જિલ્લા કલેકટર શ્રી અમૃત્તેશ ઔરંગાબાદકરે ગામોમાં લોકડાઉનના ચુસ્ત અમલ અંગે વાત કરી

(તસવીર બકોર પટેલ મોડાસા) સાકરિયા,  અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસના પ્રભાવ ગ્રામ્ય વિસ્તારમાં પ્રભાવ જોવા મળી રહ્યો છે ત્યારે ગામલોકોમાં જાગૃતિ આવે તે માટે જિલ્લા કલેકટર શ્રી અમૃત્તેશ ઔરંગાબાદકરે ૧૦ ગામના સરપંચો સાથે વિડીયો કોન્ફરન્સિંગથી વાર્તાલાપ કરી જરૂરી સાવચેતી રાખવા જણાવ્યું હતું.

     અરવલ્લી જિલ્લાના ગામોમાં જ્યાં કોરોના પોઝિટિવના કેસ મળી આવ્યા છે તેવા વિસ્તારોમાં કન્ટેન્ટમેન્ટ ઝોન હેઠળ આવરી લેવાય છે. જેમાં આ વિસ્તારમાં લોકોને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ ઝડપથી મળી રહે તે માટે સ્થાનિક કક્ષાએ વ્યવસ્થા ઉભી કરવાથી માંડીને કન્ટેટમેન્ટ ઝોન વિસ્તારમાં ફરજીયાત માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સિંગનું ખાસ ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી હતી. તો વળી જે ગામમાં કોરોનાના કેસ મળી આવ્યા છે તેવા ગામમાં કોરોનામુક્ત થઇને આવતા દર્દીઓને ફરજીયાત પણે હોમ કોરોન્ટાઇન થાય તેની ખાસ ધ્યાન રાખવા ભારપૂર્વક જણાવ્યું હતું.

તો ગામમાં અન્ય લોકાના અવર-જવર પર પ્રતિબંધ તેમજ લોક ડાઉન દરમિયાન લોકોને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી હતી.  સાથો સાથે દરેક ગ્રામજનો આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા તેમજ ગામને વારંવાર સેનેટાઇઝ કરવા માટે જણાવ્યું હતું. પોતાના ગામને કોરોનામુક્ત રાખવા માટે ખાસ તકેદારી રાખવા સરપંચોને માહિતગાર કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.