Western Times News

Gujarati News

ખેડા જિલ્લામાં રોજગારી મેળવતા બિહારના ૧૬૦૦થી વધુ શ્રમિકોનું વતન તરફ પ્રયાણ -શ્રમિકોને સપેશીયલ ટ્રેન દ્વારા મોકલી અપાયા

– ખેડા જિ૯ લામાં કોરોના મહામારીના પગલે લોક ડાઉનને લઇને ફસાયેલા અંદાજે ૧૬૦૦ જેટલા શ્રમિકોને નડિયાદ રેલવે સ્ટેશન ખાતેથી વિશેષ ટ્રેન મારફતે વતન બિહાર તરફ જવા માટે સ્પેશીયલ ટ્રેન રવાના કરવામાં આવી હતી . જિલ્ લા કલેકટરશ્રી આઇ . કે . પટેલએ આ ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરી હતી . જિ૯ લાના તમામ તાલુકાઓમાંથી બસ મારફતે શ્રમિકોને નડિયાદ ખાતે લાવવામાં આવ્યા હતા .

જે તમામ શ્રમિકોને તાલુકા કક્ષાએ જ મેડીકલ ચકાસણી કરવામાં આવી હતી . ત્યારબાદ જ તેમને વતન તરફ જવાની મંજૂરી આપી મોકલવામાં આવ્યા છે . જિ૯લા કલેકટરશ્રી આઇ . કે . પટેલે જણાવ્યું હતું કે ખેડા જિ૯લામાંથી આ અગાઉ પાંચ ટ્રેનો યુ . પી અને છત્તીસગઢ માટે સ્પેશીયલ ટ્રેન શ્રમિકો માટે રવાના કરવામાં આવી હતી . બિહારના અન્ય બાકી રહેતા શ્રમિકો માટે મંજૂરી મળેથી પેશીયલ ટ્રેનનું આયોજન કરવામાં આવશે .

કલેકટરશ્રી આઇ . કે . પટેલ અને અધિક કલેકટરશ્રી રમેશ મેરજાના નેતૃત્વ હેઠળ દરેક યાત્રીઓને વહિવટી તંત્ર દ્વારા નાસ્તાના પેકેટ અને મીનરલ પાણીની બોટલની વ્યવસ્થા કરવામાં આવી હતી . લોક ડાઉનની પરિસ્થિતિમાં વતન જવાની તક મળતા આ શ્રમિકોમાં અનહદ આનંદ વર્તતો હતો . આ પ્રસંગે નાયબ કલેકટર શ્રી અવંતિકાબેન દરજી , મામલતદારશ્રી , ખેડા જિલ્લાના મહેસુલી અધિકારીઓ અને કર્મચારીઓ , રેલ્વે સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ દેવડા તથા તેમનો સ્ટાફ , મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ અને અધિકારીઓ તથા વતનની વાટ પકડતા શ્રમિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા (તસવીર સાજીદ સૈયદ નડિયાદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.