Western Times News

Gujarati News

ICICI બેંકે ગુજરાતમાં કોરોના વોરિયર્સને પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પ્રદાન કર્યા

  • જિલ્લા વહીવટીતંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દળોને પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પ્રદાન કરવા
  • આ યાદીમાં 1.4 લાખથી વધારે સર્જિકલ માસ્ક, 8,000 લિટરથી વધારે સેનિટાઇઝર્સ, 10,750 ગ્લોવ્સ અને 2,500 એન-95 માસ્ક સામેલ છે

અમદાવાદઃ કોવિડ-19 રોગચાળાને પગલે રાજ્ય સરકાર, હોસ્પિટલો અને પોલીસ દળોને પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પ્રદાન કરવા ગુજરાત સરકાર સાથે આઇસીઆઇસીઆઈ બેંક સંપૂર્ણ સાથસહકાર આપી રહી છે.

આઇસીઆઇસીઆઈ બેંક આ મોરચે ઓથોરિટી સાથે સક્રિયપણે કામ કરી રહી છે. બેંકે ગુજરાતનાં લગભગ તમામ જિલ્લાઓમાં 1.4 લાખથી વધારે થ્રી-પ્લાય સર્જિકલ માસ્ક, 8,000 લિટરથી વધારે સેનિટાઇઝર, 10,750 ગ્લોવ્સ, 2,500 એન-95 માસ્ક, 4,000 હેન્ડકરચીફ, 2,000 સાબુ અને 30 થર્મલ સ્કેનર્સનું દાન કર્યું છે, જેમાં વડોદરા, સુરત, અમદાવાદ, વલસાડ, કચ્છ, પાટણ જેવા જિલ્લાઓ સામેલ છે. આ પહેલ રોગચાળા સામે રક્ષણ આપવા ફ્રન્ટ-લાઇનર્સને મદદ કરવા વિવિધ પ્રોટેક્ટિવ ગીઅર્સનું પ્રદાન કરવાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન છે.

આ પહેલ પર આઇસીઆઇસીઆઈ બેંકના ગવર્મેન્ટ બેંકિંગના હેડ શ્રી સૌરભ સિંઘે કહ્યું હતું કે, “આઇસીઆઇસીઆઈ ગ્રૂપ દેશના વિકાસ માટે સાથસહકાર આપવાનો વારસો ધરાવે છે, જે કુદરતી આપત્તિઓ અને આફતોના સમયમાં ટેકો પ્રદાન કરે છે. આ વારસાને આગળ વધારવા અમે વિવિધ રાજ્ય સરકારો, પોલીસ વિભાગો અને આરોગ્ય વિભાગના વ્યાવસાયિકો સાથે કોવિડ-19 રોગચાળાને પગલે દેશનાં નાગરિકોની સારવાર કરવા અને સલામતીના અવિરત પ્રયાસો કરવા ખભેખભો મિલાવીને કામ કરીએ છીએ. અમે આ પ્રવૃત્તિઓના ભાગરૂપે ગુજરાતની વિવિધ ઓથોરિટીને ટેકો આપીએ છીએ.”

તેમણે ઉમેર્યું હતું કે, “કોવિડ-19ના શંકાસ્પદ વ્યક્તિઓ/દર્દીઓ ડૉક્ટરો તથા લોકડાઉનનો વ્યવસ્થિત અમલ કરાવતા પોલીસ અને અર્ધલશ્કરી દળો આ લડાઈમાં મોખરે છે. અમે સરકારી હોસ્પિટલો સુધી અને રાજ્યોમાં દળો સુધી પહોંચવાના પ્રયાસોના અમારા પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. સપ્લાય ચેઇનના પડકારો હોવા છતાં અમે સેનિટાઇઝર્સ, સર્જિકલ માસ્ક, એન95 માસ્ક, ગ્લોવ્સ, પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ વગેરે સ્વરૂપે પુરવઠો પ્રદાન કરીએ છીએ. અમે થર્મલ સ્કેનર્સ અને નોન-ઇન્વેસિવ કેટેગરીના વેન્ટિલેટર્સ જેવા ઉપકરણ પણ પ્રદાન કરીએ છીએ.”

આ ઉપરાંત બેંકે અમદાવાદના અસરગ્રસ્ત અને કન્ટેઇન્મેન્ટ એરિયામાં મોબાઇલ એટીએમ તૈનાત કરીને રહેવાસીઓને ઘરઆંગણે સહીસલામત રીતે રોકડ મેળવવાની સુવિધા પ્રદાન કરી છે. વાનનું ઉદ્ઘાટન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપિલ કમિશનર અને અમદાવાદ સ્માર્ટ સિટીના સીઇઓ શ્રી નીતિન સાંગવાને કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.