Western Times News

Gujarati News

ઝઘડિયાના માલજીપુરા ગામ નજીકથી વાલીયાના એક ઈસમને દારૂનો જથ્થા સાથે ઝડપ્યો

ભરૂચ, ઝઘડિયાના માલજીપુરા ગામ નજીકથી વાલીયા તાલુકાના એક ઈસમને દારૂના જથ્થા સાથે ઝડપી લીધો છે.ઝડપાયેલી ઈસમ પાસે થી ૩૭૦ વિદેશી દારૂની બોટલો તથા મોટર સાયકલ મળી ૫૭૦૦૦ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કુલ ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ઝઘડિયા તાલુકામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનું વેચાણ લગભગ હવે ગામે ગામ થવા લાગ્યું છે. એટલા જ પ્રમાણમાં દેશી બનાવટના દારૂનું પણ ઉત્પાદન તથા વેચાણ ઝઘડિયા તાલુકાના ગામે ગામ થઈ રહ્યું છે.આ બાબતે સ્થાનીક પોલીસ પણ વાકેફ છે.પોલીસ દ્વારા રોજેરોજ દેશી દારૂ વેચનારા ઉપર કાર્યવાહી કરવામાં આવે છે.

પરંતુ દેશી દારૂનું વેચાણ બંધ થતું નથી. ગતરોજ ઝઘડિયા પોલીસ ધારોલી વિસ્તારમાં પ્રોહીબીશન જુગાર અંગેની રેડમાં ખાનગી વાહનમાં નીકળ્યા હતા તે દરમિયાન ફરતા ફરતા માલજીપુરા ગામ પાસે આવતા તેઓને ખાનગી બાતમીદારથી બાતમી મળી હતી કે એક મોટર સાયકલ ઉપર બે ઈસમો ભારતીય બનાવટની વિદેશી દારૂ મૂકી મીઠામોરા ગામથી એસઆરપી ગૃપ ૧૦ તરફ જવાના રસ્તા પર જવાના છે

તેવી બાતમી મળતા બાતમી વાળી જગ્યાએ પોલીસ દ્વારા વોચ રાખી હતી.વોચ દરમ્યાન એક મોટર સાયકલ મીઠામોરા થી એસ.આર.પી ગૃપ ૧૦ તરફ આવતી હતી.જેને કોર્ડન કરી ઊભી રખાતાં મોટર સાયકલ ચાલક પકડાઈ ગયો હતો.જ્યારે એની સાથે અન્ય એક ઈસમ અંધારાનો લાભ લઇ મોટર સાયકલ પરથી કૂદીને નાસી ગયેલ.

પકડાયેલ નું નામ પુછતાં તેણે અનીલ વસાવા રહેવાસી પીઠોર તાલુકો વાલીયા જણાવેલ તેની પાસેથી પકડાયેલ માલ ની તપાસ કરતા તેમાં અલગ અલગ બ્રાન્ડની કુલ ૩૭૦ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ મળી આવેલ તથા મોટરસાયકલ મળી કુલ ૫૭૦૦૦ મુદ્દામાલ ઝઘડિયા પોલીસે જપ્ત કર્યો હતો.

પોલીસે ઝડપાયેલા ઈસમની વધુ પૂછતાછ કરતા તેણે આ માલ ધર્મેશ ઉર્ફે ધમો રહે.મીઠામોરા ના પાસેથી લઈ પીઠોર ગામ ના મહેશ વસાવા ના ઘરે લઈ જતા હોવાનું જણાવેલ છે.જેથી ધર્મેશના ઘરે પણ પોલીસ દ્વારા તપાસ કરતા તે હાજર મળી આવેલ ન હતો.ઝઘડિયા પોલીસે (૧) અનિલ બુધીયા વસાવા (૨) નિલેશ સના વસાવા (૩) મહેશ ઉર્ફે મલો મોતી વસાવા ત્રણે રહેવાસી પીઠોર તાલુકો વાલીયા (૪) ધર્મેશ ઉર્ફે ધમો રહેવાસી મીઠામોરા તાલુકો ઝઘડિયા વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.